કોઈપણ પ્રાણીને કોઈ બળજબરી કરતુ હોય કે તેની પાસે જબરાં કોઈ કામ કરાવતું હોય ત્યારે આપણને દુઃખ થાય છે. આપણે ત્યાં હાથીને ભગવાન ગણેશ માનવામાં આવે છે, ઘણીવાર આપણે ત્યાં પણ કોઈ હાથી લઈને આવે ત્યારે આપણે તેને શ્રીફળ અને પૈસા પણ આપતા હોય છે, પરંતુ કોઈ હાથી સાથે બળજબરી કરે ત્યારે કેવું થાય?

આવો જ એક કિસ્સો થાઈલૅન્ડમાંથી સામે આવ્યો છે જ્યાં નાના હાથીને બળજબરીથી બાંધી દેવામાં આવ્યો અને પર્યટકો પાસે પૈસા પણ માંગવા માટે મજબુર પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને લોકો આ નાના હાથીની મદદ કરવા માટે અપીલ પણ કરી રહ્યા છે.
બ્રિટેનના પ્રવાસી રોજ માર્ટિન આ મૂંગા પશુને આઝાદ કરાવવાના કામમાં લાગેલા છે. તેમને એવો દાવો કર્યો છે કે મીના નામની હાથણીને તેના માલિક દ્વારા મારવામાં આવે છે સાથે જ તેને તાજું ખાવાનું નથી આપવામાં આવતું ના પાણી.

ફુકેતની અંદર બોક્સિંગની ટ્રેનિંગ આપવા વાળા માર્ટિનનું કહેવું છે કે: “જયારે આ નાની હાથણ એકલી રહે છે ત્યારે તેને સાંકળથી બાંધી દેવામાં આવે છે જેના કારણે તે શાંતિથી બેસી પણ નથી શકતી. એ ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા છે કે તેને પ્રવાસીઓ પાસે પૈસા મંગાવા માટે પણ મજબુર કરવામાં આવી છે.”
મેટ્રોના એક રિપોર્ટ અનુસાર માર્ટિન તેને આઝાદ કરાવવા માટે થાઈલેન્ડ એલીફન્ટ ચેરિટી સાથે કામ કરી રહ્યા છે. સાથે જ તેમને ઓનલાઇન એક યાચિકા પણ દાખલ કરી છે. પરંતુ થાઈ અધિકારીઓનું કહેવું છે કે સ્વસ્થ અને કાનૂની રીતે પંચીકૃત કરેલી છે, તેમની પાસે હાથણના મલિક ઉપર દબાણ કરવા માટેનું કોઈ કારણ નથી.

માર્ટિને તેની યાચિકામાં એમ પણ લખ્યું છે કે “જેવી રીતે હું જોઈ રહ્યો છું, તેને તાજું ખાવાનું અને પાણી પણ નથી મળતું, તે જીવવા માટે આઝાદ નથી, હાથી એક સામાજિક પ્રાણી છે અને ફક્ત આજ કારણ છે એના દુઃખનું? આ વિચારવા જેવી બાબત છે કે તેની પાસે જીવવા માટે આખું જીવન પડ્યું છે પરંતુ તે કેદ છે.”

માર્ટિનની આ પહેલ દ્વારા ઘણા લોકો તેના સમર્થનમાં ઉતર્યા છે અને એ નાની હાથણને છોડાવવાના પ્રયાસોમાં પણ લાગી ગયા છે.