હાથી બાંધવા જતો હતો હાથણ સાથે સંબંધો? ત્યારે જ આચાનક આવી ગઈ પ્રવાસીઓની જીપ, પછી હાથીએ કરી એવી હાલત કે..

હાથણ સાથે સંબંધ બાંધવાના રંગમાં ભંગ પડાવવા આવેલા પ્રવાસીઓ? હાથીએ કરી એવી હાલત કે વીડિયો જોઈને જ હેરાન રહી જશો

હાથીને જોવો નાના મોટા દરેક વ્યક્તિને ગમતો હોય છે, પરંતુ હાથી જ્યારે ભાન ભૂલે છે ત્યારે જોવા જેવી થાય છે, હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ હાથીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે તેની હાથણ સાથે સંબંધ બનાવવા જતો હતો ત્યાં જ પ્રવાસીઓની જીપ આવી જાય છે, અને પછી હાથીને ગુસ્સો આવી જાય છે.

આ ઘટના સામે આવી છે દક્ષિણ આફ્રિકાના જંગલોમાંથી. જ્યાં કેટલાક પર્યટકોને હાથીના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર જણાવામાં આવી રહ્યું છે કે, જયારે કેટલાક લોકો જીપ ઉપર સવાર થઈને જંગલમાં ફરી રહ્યા હતા ત્યારે જ હાથણ સાથે સંબંધ બંધાવા માટે ઉતાવળા થેયલા હાથી સાથે તેમનો આમનો સામનો થઇ ગયો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો ખુલી છત વાળી જીપમાં હતા અને સાંકડા રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા. આ જોઈને જ હાથી તેમની તરફ દોડી આવ્યો અને ગાડીને સૂંઢથી ધક્કો મારવાનો શરૂ કર્યો. તેના બાદ હાથીએ આખી જીપને પલ્ટી નાખી. આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું. લોકોએ જીપને ત્યાં જ છોડી દીધી અને હાથીના ગયા બાદ જીપને લઇ ગયા.

ડેઇલી મેલમાં છપાયેલા એક રોપોર્ટ અનુસાર 6 ટન વજનના હાથીના હુમલા બાદ જીપમાં બેઠેલા લોકો ડરી ગયા હતા અને ચીસો પણ પાડવા લાગ્યા હતા. જીવ બચાવવા માટે લોકો જીપ છોડીને ભાગવા લાગ્યા. જાણકારી પ્રમાણે આ ઘટના રવિવારના રોજ દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં ઘટી હતી.

Niraj Patel