અજબગજબ

મનુષ્યએ પ્રાણીઓને રોકવા માટે લગાવી ઇલેક્ટ્રોનિક ફેન્સ, હાથીએ સૂઝ-બુઝથી તોડી ફેન્સ

ઈન્ટરનેટ પર રોજ અજીબો ગરીબ વસ્તુઓ તો મળી જ જાય છે જેને જોઈને આપણો દિવસ સુધરી જાય. આજના જમાનામાં એક બાજુ મનુષ્ય પોતાની બુદ્ધિથી નવી નવી વસ્તુઓ શોધી રહ્યા છે અને, નવી દિશામાં આગળ વધી રહયા છે ત્યારે બીજી બાજુ પ્રાણીઓ પણ આ રેસમાં મનુષ્યથી પાછળ પડે તેમ નથી.

Image Source

પ્રાણીઓની બુદ્ધિમતા તો રોજ સોશિયલ મીડિયા પર જોવા જ મળી જશે. એવો જ એક ખાસ વીડિયો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેમાં કેવી રીતે પ્રાણી પોતાની બુદ્ધિથી મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલી ઇલેકટ્રોનિક ફેન્સ તોડી નાખી.

આ વીડિયોમાં એક હાથી ખુબ જ ચાલાકીથી ઇલેકટ્રોનિક ફેન્સને તોડતો જોવા મળ્યો હતો. માણસોએ પ્રાણીની અવર જવરને રોકવા માટે ઇલેકટ્રોનિક ફેન્સ લગાવી હતી પણ મનુષ્યએ ક્યારેય વિચાર્યું નહિ હોય કે આ હાથી તેમના આવિષ્કારની બેન્ડ વગાડી નાખશે.

Image Source

વીડિયોમાં તમે જોઈ શકે છે કે હાથીને સામેની બાજુએ જવું હતું પણ ઇલેકટ્રોનિક ફેન્સના કારણે તે જઈ શકતો નથી ત્યારે તેને પોતાની બુદ્ધિ વાપરી. હાથીએ પહેલા ઇલેકટ્રોનિક ફેન્સને પગ વડે અડીને ચેક કરી કે તેમે કરન્ટ આવે છે કે નહિ. તેના પછી હાથીએ લાકડીના થાંભલાને આગળ પાછળ ધક્કો મારીને ઉખાડી દીધો. તેને પછી હાથી રસ્તો ઓળંગીને બીજી બાજુની ઇલેકટ્રોનિક ફેન્સને પણ ઉખાડી નાખે છે અને હાથી પોતાની મંજિલ તરફ એટલે કે જંગલમાં જતો રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.