કહેવાય છે કે માણસ દગો આપી શકે, પરંતુ જો કોઈ પ્રાણીને તમે પાળ્યું હોય તો તે તમને કયારેય દગો ના આપી શકે. પ્રાણીઓને ભલે વાચા નથી મળી પરંતુ તે બધું જ સમજતા હોય છે. તે વ્યક્તિના દુઃખમાં દુઃખી પણ થતા હોય છે, બસ જણાવી નથી શકતા, કારણ કે પાલતુ પ્રાણી એ આપણા પરિવારનો જ એક ભાગ બની જાય છે.
આવો જ એક મામલો સામે આવ્યો છે કેરળમાંથી. અહીંયા એક હાથીને પાળવા વાળા મહાવતનું નિધન થઈ ગયું તો હાથી તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યો. તે તેમના શબની પાસે ઉભો રહીને એક માસુમ બાળકની જેમ તેમને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેને જોઈને લોકોના આંસુ રોકાઈ નથી રહ્યા.
આ વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે મહાવતના શબને હાથી જોઈ રહ્યો છે. એવું લાગે જાણે કોઈ બાળક પોતાના પિતાને જોતું હોય. આસપાસના લોકો રડી રહ્યા છે. હાથી બસ ઉભો રહી તેમને જોઈ રહ્યો છે. ખબરો પ્રમાણે આ હાથીનું નામ બ્રહ્માદનાથ છે. 74 વર્ષીય મહાવતનું નામ ઓમાનાચેટ્ટન હતું. ગત રવિવારના રોજ કેન્સરના કારણે તેમનું નિધન થઇ ગયું.
કોટ્ટાયમમાં રહેવા વાળા આ મહાવત અને હાથી વચ્ચે ખુબ જ સારી મિત્રતા હતી. તે છેલ્લા 60 વર્ષથી હાથીઓનું ધ્યાન રાખે છે. આ હાથીને પણ તે છેલ્લા 25 વર્ષથી પાળી રહ્યા હતા. વિસ્તારના લોકોએ એમ પણ જણાવ્યું કે તે એવા મહાવત હતા જેમને આજ સુધી હાથીને માર્યું નથી બસ પ્રેમ જ કર્યો છે.
જ્યાં મહાવતનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે જગ્યા 20 કિલોમીટર દૂર હતી. તે છતાં પણ ત્યાં હાથીને લાવવામાં આવ્યો, બધા જ લોકો તેના આવવાની રાહ જોઈ રહ્યા હતા, જેના બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જુઓ તમે પણ આ ભાવુક કરી દેનારો વીડિયો…
An elephant comes to bid final farewell to his papaan (mahout). pic.twitter.com/VexNAtPwNh
— Nandagopal Rajan (@nandu79) June 3, 2021