ખબર દિલધડક સ્ટોરી નારી વિશે

આ મહિલા છેલ્લા 10 મહિનાથી સ્માર્ટ ફોન વગર રહી છે, હવે મળશે 71 લાખ

આજકાલ લોકોની દુનિયા સ્માર્ટફોનથી જ શરૂ થાય છે અને સ્માર્ટફોનથી જ પુરી થાય છે. આજ કાલ સ્માર્ટફોન આપણી જિંદગીનો એક અભિન્ન અંગ બની ગયો છે, સાથે જ સોશિયલ મીડિયા એપ્લિકેશન પણ આપણી આદત બની ગઈ છે. જો કોઈ તમને કહે કે તમે એક વર્ષ સુધી સ્માર્ટફોનના વાપરે તો તેને 71 લાખ રૂપિયા મળે ? આ વાત સાચી જવા થઇ રહી છે ન્યુયોર્કમાં. એક મહિલાએ 1 વર્ષ સુધી સ્માર્ટફોન ના વાપરવાની ચેલેન્જ સ્વીકારી છે.

29 વર્ષની મહિલા એલના મુગડને 1 વર્ષ સુધી મોબાઈલથી દૂર રહેવાની ચેલેન્જ સ્વીકરી છે. આ ચેલેન્જ પૂર્ણ કરવા પર તેને ૭૧ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે, આ ચેલેન્જને 10 મહિના જેટલો સમય વીતી ચુક્યો છે. પેય પદાર્થ બનાવનારી એક કંપની વિટામિન વિન્ટરે આ ચેલેન્જનું આયોજન કર્યું હતું.

જેનું નામ Scroll Free for a Year’ હતું. આ ચેલેન્જમાં 1 લાખ લોકોએ આ ચેલેન્જમાં હિસ્સો લેવા માટે આવેદન કર્યું હતું. પરંતુ તેમાંથી ફક્ત ઇલાનની પસંદગી થઇ છે. ચેલેન્જ મુજબ 1 વર્ષ સુધી સ્માર્ટફોન વગર રહેવાનું હતું. જેના બદલામાં 1 લાખ ડોલર એટલે કે લગભગ 71લાખ રૂપિયા આપવામાં આવશે.

ચેલેન્જ શરૂ થતા પહેલા તેને આઈફોન વેચી નાખ્યો હતો. બદલામાં એક સાધારણ બટનવાળો ફોન દેવામાં આવ્યો હતો. જો તને ડિસેમ્બર સુધીમાં સ્માર્ટફોન ના વાપર્યો હોય તો તેને કંપની 71 લાખ રૂપિયા આપશે. જણાવી દઈએ કે,રકમ આપ્યા પહેલા કંપની દ્વારા તેને લાઇવ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.