નંબર 3 ના બિલમાં તો એક આલીશાન 3BHK ફ્લેટ પણ આવી જાય
આપણા ઘરે જયારે વીજળીનું બિલ આવે ત્યારે સૌ પ્રથમ એમાં રહેલી રકમ જોઈએ છે અને એમાં પણ જો કોઈવાર રકમ વધારે આવી ગઈ તો આપનો પરસેવો નીકળી જાય છે. પરંતુ તમે બોલીવુડના જે સુપર સ્ટાર્સ છે તેમના ઘરનું લાઈટ બિલ કેટલું આવતું હશે તે ક્યારેય વિચાર્યું છે?

સામાન્ય માણસને જયારે 2 કે 5 હજાર રૂપિયા પણ વીજળીનું બિલ આવે તો વિચારમાં મુકાઈ જાય છે ત્યારે આ બોલીવુડના નાયકો મહિને લાખો રૂપિયાના તો બિલ જ ભરે છે.

ચાલો તમને જણાવીએ કયા અભિનેતાનું કેટલું વીજળીનું બિલ આવે છે.

1 સલમાન ખાન
બોલીવુડના સુપર સ્ટાર એવા સલમાન ખાન આજે કરોડો લોકોની પસંદ છે તે પોતે હજુ અપરણિત છે પરંતુ તે પોતાના પરિવાર સાથે પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. સલામન ખાનના આ ઘરનું એક મહિનાનું વીજળીનું બિલ 22 થી 23 લાખ સુધીનું આવે છે.

2 આમિર ખાન:
આમીર ખાન બોલીવુડનો એ કલાકાર છે જેની ફિલ્મો જ કંઈક હટકે હોય. આમિર ખાન અત્યારે પોતાના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં રહે છે તેના ઘરનું પણ વીજળી બિલ 22 લાખ સુધીનું આવે છે.

3 શાહરુખ ખાન:
બોલીવુડના ત્રણ ખાનમાં જો બે ખાન વીજળી બિલ ભરવામાં આટલા આગળ હોય તો પછી શાહરુખ ખાન કેમ પાછળ રહી શકે. શાહરુખ ખાનના એક મહિનાના વીજળીના બિલમાં તો સામાન્ય માણસ 3BHK ફ્લેટ ખરીદી શકે છે. શાહરુખ પાસે મુંબઈ, દુબઇ અને લંડનમાં 3 આલીશાન ઘરની સાથે મુંબઈ નજીક અલીબાગમાં એક આલીશાન ફાર્મ હાઉસ પણ છે. શાહરુખ અત્યારે પોતાના ઘર “મન્નત”માં રહે છે તે ઘરનું જ મહિનાનું વીજળીનું બિલ 43 લાખ રૂપિયા આવે છે.

4 દીપિકા પાદુકોણ:
બોલીવુડની પધ્માવતી દીપિકા પાદુકોણ પણ વીજળીનું બિલ ભરવામાં પાછળ નથી. દીપિકાના ઘરનું લાઈટ બિલ દર મહિને 13 લાખ સુધીનું આવે છે.

5 સૈફ અલી ખાન:
તમને જાણીને નવાઈ લાગશે કે સૈફ અલી ખાનના કેબીનનું બિલ જ એક મહિનાનું 30 લાખ રૂપિયા સુધીનું આવે છે જે કોઈ આલીશાન બંગલા કરતા પણ વધારે છે. સૈફે તો આમિર અને સલામાનને પણ બિલ ભરવામાં પાછળ છોડી દીધા છે.

6 અમિતાભ બચ્ચન:
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના ઘરના વીજળીના બિલની જો વાત ના કરીએ તો કેમ ચાલે? અમિતાભ જુહુ સ્થિત પોતાના ઘર “જલસા”માં પરિવાર સાથે રહે છે તેમના ઘરનું માસિક બિલ 22 લાખ રૂપિયા આવે છે.

7 કેટરીના કૈફ:
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી કેટરીના કૈફના મુંબઈમાં રહેલા ઘરનું વીજળીનું બિલ 10 લાખ રૂપિયા આવે છે. જે આમ તો બીજા કલાકારોની તુલનામાં ઓછું છે પરંતુ સામાન્ય માણસની આંખે જોઈએ તો આટલામાં 3-4 વર્ષનો પગાર થઈ જાય.

તો આ હતા બોલીવુડના સુપર સ્ટાર્સના ઘરના જ વીજળીના બિલ. હજુ તો બીજી એવી ઘણી સેલિબ્રિટી હશે જેના વીજળીના બિલ લાખો રૂપિયામાં આવતા હશે.