ખેરાલુમાંથી સામે આવી ખુબ જ દુઃખદ ઘટના, કપડાં સુકવવા ગયા અને અચાનક દાદી-પૌત્રનું થયું દર્દનાક મૃત્યુ- ધ્રુજાવી દે એવો બનાવ

મહેસાણામાં કપડાં સુકવવા ગયા અને અચાનક દાદી-પૌત્રનું થયું દર્દનાક મૃત્યુ- ધ્રુજાવી દે એવો બનાવ

ગુજરાતમાંથી દુર્ઘટનાઓની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં રોડ અકસ્માત અને બીજી કેટલીક દુર્ઘટનાઓમાં લોકોનો જીવ પણ ચાલ્યો જતો હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના ખેરાલુમાંથી સામે આવી છે. જ્યાં કપડાં સુકાવવા જતા કરંટ લાગતા દાદી અને પૌત્રનું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેરાલુના મોટા બારોટવાસમાં રહેતા 54 વર્ષીય મહિલા ચારુબેન બારોટ ગત રવિવારના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ કપડાં ધોઇને ઘર આગળ લોખંડના તાર ઉપર સુકવી રહ્યા હતાં ત્યારે એકાએક વીજ કરંટ લાગ્યો હતો. તેમને કરંટ લાગ્યો ત્યારે તેમની પાસે ઉભા રહેલા આઠ વર્ષીય પૌત્ર પુષ્કર પણ દાદી ચારુબેનને અડતાં તેને પણ વીજકરંટ લાગ્યો હતો.

આસપાસના લોકોએ દાદી-પૌત્રને કરંટ લાગેલો જોઈને તરત દોડી આવ્યા હતા અને તેમને સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરતના તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડનગર સિવિલમાં રીફર કર્યા હતા. જ્યાં દાદી અને પૌત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું.

એક સાથે આમ અચાનક આવી દુર્ઘટનામાં દાદી-પૌત્રનું મોત થવાના કારણે પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું હતું. આ ઘટના અંગે ખેરાલુ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના બાદ પોલીસે બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેમના પરિવારજનોને સોંપ્યા હતા. ત્યારે પણ કરુણ દૃશ્યો સર્જાયા હતા.

Niraj Patel