રોડની વચ્ચોવચ્ચ ઉભા કરવામાં આવી રહ્યા છે થાંભલા, જોઈને લોકોનો ગુસ્સો છે સાતમા આસમાને, કહ્યું, “આ શું થઇ રહ્યું છે ?” જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની દુનિયામાં દેશ-વિદેશના વીડિયો અને તસવીરો વાયરલ થાય છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાનમાં રસ્તાની વચ્ચે ઈલેક્ટ્રીક થાંભલા જોવા મળી રહ્યા છે. આ રોડ પરથી આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાકિસ્તાનમાં આ રસ્તાથી પરેશાન શમા જુનેજો નામના ટ્વિટર યુઝરે આ વીડિયો શેર કર્યો છે. 46 સેકન્ડની લાંબી ક્લિપમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રસ્તાની વચ્ચે ઈલેક્ટ્રીક થાંભલા છે.

કારના ડ્રાઇવર દ્વારા શૂટ કરવામાં આવેલા વીડિયોમાં, ડ્રાઇવર સમજાવે છે કે તે કેવી રીતે અત્યંત જોખમી બની જાય છે, ખાસ કરીને શિયાળા દરમિયાન જ્યારે ધુમ્મસના કારણે દેખાવવાનું ઓછું થઇ જાય છે. ત્યારે આ રસ્તા પર વાહન ચલાવવું જોખમી બને છે. રસ્તા પર ઈલેક્ટ્રીક થાંભલા આડેધડ મુકવામાં આવ્યા છે.

વાહનના ડ્રાઇવરનું કહેવું છે કે રસ્તો “મુખ્ય માર્ગ” છે અને તે સ્થળ તરફ પણ નિર્દેશ કરે છે જ્યાં તાજેતરમાં વાહન અકસ્માત થયો હતો. વીડિયો શેર કરતાં શમા જુનેજોએ ઉર્દૂમાં પૂછ્યું, “શું આ સ્તંભ ઉસ્માન બુઝદાર કે ચૌધરી પરવેઝ ઈલાહીના શાસનકાળમાં બનાવવામાં આવ્યા હતા?” તમને જણાવી દઈએ કે ચૌધરી પરવેઝ ઈલાહી હાલ છે અને ઉસ્માન બુઝદાર પાકિસ્તાનના પંજાબના પૂર્વ મુખ્યમંત્રી છે.

આ વીડિયો પછી સોશિયલ મીડિયા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે અને સમસ્યાને તાત્કાલિક ઠીક કરવાની માંગ કરી છે. ઘણા લોકોએ રાજ્ય સરકાર અને કેટલાક લોકોએ વડાપ્રધાનને પણ ટેગ કર્યા. અતહર મસૂદ વાનીએ ટ્વીટ કર્યું, “આ પાકિસ્તાનના દરેક ક્ષેત્રમાં અસમર્થતા અને બેજવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે!”

Niraj Patel