જિંદગીના છેલ્લા વર્ષોમાં એક મા માટે પોતાના દીકરા દ્વારા આપવામાં આવતી આનાથી મોટી ખુશી શું હોઈ શકે ? જુઓ વીડિયોમાં

દરેક મા પોતાના સંતાનોને ખુબ જ પ્રેમ કરતી હોય છે, તો દીકરાને પણ તેની મમ્મી પ્રત્યે વધુ હેત હોય છે. સોશિયલ મીડિયામાં પણ માતૃપ્રેમના ઘણા બધા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે જેને જોઈને આપણે પણ ભાવુક થઇ જઈએ, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક ભાવુક કરી દેનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

માતાના ચરણોમાં આખી દુનિયાભરની ખુશીઓ છે એવું કોઈકે કહ્યું છે. બાળક ગમે તેટલું વૃદ્ધ થાય, પરંતુ માતાની સામે તે બાળક જ રહે છે. માતા પોતાના બાળકોને દરેક પરિસ્થિતિમાં પ્રેમ કરે છે. આવો જ એક હૃદય સ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ તેની માતાની સામે ડાન્સ કરી રહ્યો છે. વૃદ્ધ માણસની માતા તેના બાળકને આશીર્વાદ આપી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ વૃદ્ધ માતાની સામે ગીત ગાતી વખતે ડાન્સ કરી રહ્યો છે. તું કિતની અચ્છી હે” ગીત વાગી રહ્યું છે. ડાન્સ કરતી વખતે આ વ્યક્તિ તેની માતાના ચરણ સ્પર્શ કરી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આ જ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને સંજય કુમાર નામના યુઝરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 16 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર 17 હજારથી વધુ લોકોની લાઈક્સ આવી છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું છે  “હકીકતમાં, બાળકો હંમેશા માતાની સામે નાના બાળકો હોય છે.”

Niraj Patel