આ ચાચાની તો ખુલી ગઈ કિસ્મત, મળી એટલી સુંદર ઘરવાળી કે જોઈને લોકોએ કહ્યું…”બસ હવે આજ જોવાનું બાકી હતું,” જુઓ વાયરલ વીડિયો

આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે, પરંતુ ઇન્ટરનેટ ઉપર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણું માથું પણ ભમી જાય. ત્યારે હાલ એવો જ લગ્નનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ઘરડા ચાચા એક ખુબ જ સુંદર યુવતી સાથે લગ્ન કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને જોઈને સિંગલ લોકોનો ખરેખર જીવ બળી જવાનો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વૃદ્ધ યુવક યુવતી સાથે લગ્ન કર્યા બાદ પોતાની ખુશીને રોકી શકતો નથી. વરરાજાની ઉંમર 80 થી 90 વર્ષની આસપાસ હશે. તેણે તેના ગળામાં માળા પહેરી છે અને તેની સાથે એક સુંદર કન્યા બેઠેલી છે. દુલ્હનની ઉંમર ઘણી નાની દેખાઈ રહી છે અને તે ચુપચાપ મોઢું નમાવીને બેઠી છે. એવું લાગે છે કે વૃદ્ધ વરરાજા લગ્ન પછી ખૂબ જ ખુશ છે અને ખુશીથી નવી પરણેલી કન્યાની બાજુમાં બેઠા છે. કન્યા શરમાળ દેખાઈ રહી છે અને વરની જેમ લગ્નને લઈને ઉત્સાહિત નથી. દુલ્હને સુંદર મેકઅપ લુક સાથે લાલ અને લીલા રંગનો લહેંગો પહેર્યો છે.

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે વૃદ્ધ વર અને નવવધૂ એક જગ્યાએ બેઠા છે અને વરરાજા કેમેરા સામે જોઈને ખૂબ ખુશ છે. તેના ચહેરા પર એકદમ મોટુ સ્મિત જોવા મળી રહ્યુ છે. વૃદ્ધ વરરાજાએ તેના માથા પર સેહરો પહેર્યો છે. તેમજ સફેદ રંગનો કુર્તો અને ધોતી પહેરી છે. ગળામાં માળા પહેરીને બેઠેલા વરરાજા ખૂબ જ ખુશ દેખાય છે. તે એટલો ખુશ છે કે વીડિયોના અંતે તે કૂદી પડ્યો અને તાળીઓ પાડવા લાગ્યો. જ્યારે કન્યા માથું નમાવીને શાંતિથી બેઠી છે.

 

View this post on Instagram

 

A post shared by Psycho Bihari (@psycho_biihari)

આ ક્લિપ psycho_biihari નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેને લાખો વ્યુઝ અને હજારો લાઈક્સ મળી છે. વાયરલ વીડિયોમાં, નેટીઝન્સ દુલ્હન માટે દિલગીર છે, જે લાગે છે કે તે હવે એવા લગ્નમાં અટવાઈ ગઈ છે જે તેને પસંદ નહોતા. બીજી તરફ, વરરાજા તેની મોટી ઉંમર હોવા છતાં આટલી સુંદર કન્યા મેળવીને ખુશ છે. નેટીઝન્સને સિંગલ યુવકો માટે ખરાબ લાગ્યું જેઓ કોઈને શોધી શકતા નથી જ્યારે આ વૃદ્ધ ભાગ્યશાળી હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું. આ વીડિયો સ્ક્રિપ્ટેડ પણ હોઈ શકે છે.

Niraj Patel