આ વૃદ્ધ દંપતીનો પ્રેમ જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, દાદાએ ખરીદ્યુ મોપેડ અને હાર પહેરાવતા કર્યું એવું કામ.. કે શરમથી લાલ થઇ ગયા દાદી, જુઓ વીડિયો

એવું કહેવાય છે કે પ્રેમને સાબિત કરવા માટે અને જતાવવા માટે કોઈ ઉંમર નથી હોતી, આપણે પણ ઘણા વૃદ્ધ દંપતીઓને જોઈએ છીએ, જે ઉંમરનો એક પડાવ પૂર્ણ થયા બાદ પણ પોતાના પ્રેમને જતાવતા રહે છે. ઇન્ટરનેટ પર એવા ઘણા બધા વીડિયો પણ તમે જોયા હશે, જેમાં દાદા દાદીનો પ્રેમ જોવા મળતો હોય છે, અને આ પ્રેમ જ ઘણા લોકોના દિલ પણ જીતી લેતો હોય છે, આવો જ પ્રેમ ભરેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોના લોકેશન વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ ક્લિપમાં લોકોની વાતચીતની ભાષા મરાઠી છે. આવી સ્થિતિમાં માની શકાય કે મામલો મહારાષ્ટ્રના કોઈ રાજ્યનો છે. વાસ્તવમાં, એક વ્યક્તિ તેની પત્ની સાથે નવુ મોપેડ ખરીદવા ગયો હતો, જ્યાં શો-રૂમવાળાએ નવી-નવી મોપેડને પહેરવા માટે માળા આપી, ત્યારે તે વ્યક્તિએ નિખાલસતાથી તેની પત્નીને માળા પહેરાવવાનો પ્રયત્ન કર્યો. તે પછી જે થયું તે જોઈને તમારા ચહેરા પર સ્મિત આવી જશે.

આ વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વૃદ્ધ દંપતી ટુ-વ્હીલરના શોરૂમમાં છે. તે નવી મોપેડ ખરીદે છે. આ આનંદના અવસર પર, શોરૂમ મેનેજર પહેલા પુરુષની પત્નીને મોપેડ સાથે ફોટો પડાવવા માટે કહે છે અને પછી તે માણસને બાઇક પર પહેરવા માટે માળા આપે છે. પરંતુ આ ભોળી વ્યક્તિ માળા તેની પત્નીને પહેરાવવા માટે જાય છે અને જેવી પત્ની માથું નમાવે છે કે માળા મોપેડને પહેરાવી દે છે.  વ્યક્તિની આ માસૂમિયત જોઈને પત્ની સહિત દુકાનના અન્ય લોકો હસવા લાગે છે.

આ વીડિયો 13 ઓક્ટોબરે ટ્વિટર હેન્ડલ @yogitabhayana દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું છે કે તમે પણ જુઓ, મનના નિર્દોષ લોકો !! આ વીડિયોને અત્યાર સુધી એક લાખ કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. સાથે જ સેંકડો યુઝર્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે. જેમ કે એક વ્યક્તિએ લખ્યું કે દરેક પુરૂષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે, જ્યારે બીજાએ લખ્યું કે આવા સરળ લોકો હોય તો જ પૃથ્વી પરિપૂર્ણ રહે છે. અન્ય યુઝર્સે લખ્યું કે આ નફરતથી ભરેલા વાતાવરણમાં આવા વીડિયો જોઈને સારું લાગે છે.

Niraj Patel