ડબલ મર્ડર : જે દીકરીને માતા-પિતાએ ખોળે લીધી તેણે જ બંનેને ઉતારી દીધા મોતને ઘાટ, કારણ છે વિચિત્ર

દીકરીએ પાછળથી પકડી અને માં-બાપની હત્યા કરી, લોહીલુહાણ હાલતમાં લાશ મળી

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, ઘણીવાર હત્યાનું કારણ પ્રેમ સંબધ, લગ્નેતર સબંધ કે પછી અંગત અદાવત હોય છે. તો ઘણીવાર સંપત્તિની લાલચમાં આવીને પણ કેટલાક લોકો હત્યા કરતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં એક દીકરીએ તેના જ માતા-પિતાની હત્યા બોયફ્રેન્ડની મદદથી કરી હતી. મૃતકને કોઇ દીકરી ન હોવાને કારણે તેમણે એક દીકરીને ખોળે લીધી હતી. યુપીના કાનપુરમાંથી આ વૃદ્ધ દંપતીની હત્યાનો કેસ સામે આવ્યો છે, જેમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે.

પોલીસે જણાવ્યું કે મુન્ના લાલ ઉત્તમ અને તેમની પત્ની રાજ દેવીની હત્યા તેમની દત્તક લીધેલી પુત્રીએ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે મંગળવારે આરોપી કોમલે તેના માતા-પિતાને મારવા માટે બોયફ્રેન્ડ રોહિતની મદદ લીધી હતી, તેણે પોતે જ બધી વ્યવસ્થા કરી લીધી હતી. કાનપુરના પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કોમલે પોતે જ પ્રેમી માટે દરવાજો ખોલ્યો હતો. એટલું જ નહીં, તેણે તેના માતા-પિતા સાથે ભાઈ અનૂપની પણ હત્યા કરવાની યોજના ઘડી હતી. આ માટે તેણે તેના પિતાના મોબાઈલ પર વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને તેમાં સુસાઈડ મેસેજ પણ મુક્યો હતો.

આ ઘટનાને સફળ બનાવવા તે રોહિત અને તેના ભાઈ રાહુલ બંને સાથે પ્રેમનું નાટક કરતી હતી. રોહિતનો ભાઈ રાહુલ મુંબઈ મિલિટરી ઈન્ટેલિજન્સમાં એમ્બ્યુલન્સ વર્કર છે. તેણે જ કોમલને ઝેર આપ્યુ હતું, જે કોમલે તેના માતા-પિતા અને ભાઈ અનૂપને હત્યા પહેલા ભેળવીને આપ્યું હતું. અનૂપ નસીબદાર હતો કે તેણે તે સંપૂર્ણ ખત્મ ન કર્યુ, નહીં તો તેની પણ મોત થઇ જતી. કોમલના પ્રેમી રોહિત અનુસાર, તેણે કોમલના કહેવા પર હત્યા કરી હતી. કોમલે જ દરવાજો ખોલ્યો હતો. તેણે પહેલેથી જ છરીની વ્યવસ્થા કરી દીધી હતી. પહેલા પિતાનુ ગળુ કાપ્યુ અને પછી માતાનુ ગળુ કાપતી વખતે કોમલે તેને પાછળથી પકડી હતી.

આરોપી પુત્રી

પોલીસે જણાવ્યું હતું કે દંપતી કોમલના પ્રેમી સાથે લગ્નનો વિરોધ કરી રહ્યું હતું. તેમજ પિતા પાસે કરોડોની સંપત્તિ હતી, જેને પુત્રી અને તેનો પ્રેમી હડપવા માંગતા હતા, જેથી પુત્રીએ માતા-પિતાની હત્યા કરી નાખી. ગુનાને અંજામ આપવા કોમલે સોમવારે રાત્રે તેના માતા-પિતા અને ભાઈને નશામાં ભેળવીને જ્યુસ પીવડાવ્યો હતો. જ્યારે બધા બેહોશ થઈ ગયા ત્યારે તેણે તેના પ્રેમીને બોલાવ્યો અને પછી માતા-પિતાનું ગળું કાપીને હત્યા કરી દીધી.ઘટના બાદ પ્રેમી જ્યારે ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે તેણે હોબાળો શરૂ કર્યો. અવાજ સાંભળીને ઘરના બીજા માળે સૂતો ભાઈ આવ્યો, પછી તેણે કહ્યું કે ત્રણ નકાબધારી લોકોએ માતા-પિતાને મારી નાખ્યા.

આરોપી

અનૂપે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે રાત્રે તેની બહેને પીવા માટે જ્યુસ આપ્યું હતું, પરંતુ તેનો સ્વાદ સારો ન હોવાથી તેણે જ્યુસ પીધું નહોતું. પછી થોડીવાર પછી તે બેહોશ થઈ ગયો હતો. વૃદ્ધ દંપતીના મૃતદેહ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ-અલગ રૂમમાં મળી આવ્યા હતા. તેણે કહ્યું કે પહેલા દીકરીએ તેના માતા-પિતાની લાશ જોઈ હતી. અગાઉ કોમલે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે, ‘પપ્પા બહાર રૂમમાં સૂતા હતા. હું મારી માતા સાથે વચ્ચેના રૂમમાં સૂતી હતી. ભાઈ પહેલા માળે સૂતો હતો.

દીકરો અનુપ

હત્યા ક્યારે થઈ તે જાણી શકાયું નથી. અવાજ સાંભળીને મેં મારી આંખો ખોલી જોયું તો ત્રણ માસ્ક પહેરેલા લોકો ઘરમાંથી ભાગી રહ્યા હતા. જોકે, પોલીસે સવારે એવી આશંકા વ્યક્ત કરી હતી કે હત્યારાઓ આ દંપતીને પહેલેથી ઓળખતા હતા. પોલીસે કડકાઇથી પૂછપરછ કરી તો કોમલ ભાંગી પડી હતી અને તે બાદ આ હત્યાકાંડનો ખુલાસો થયો હતો. મુન્નાલાલ મહારાજપુરના પ્રેમપુરમાં છેલ્લા 25 વર્ષથી પતિ-પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. તેમને કોઈ પુત્રી ન હોવાથી તેમણે તેમના ભાઈ રામ પ્રકાશની પુત્રી આકાંક્ષાને દત્તક લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તેણે દાડમના રસમાં નશો ભેળવ્યો હતો.પોલીસે આ મામલે આકાંક્ષાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે સંપત્તિના લાલચમાં તેણે તેના પ્રેમી રોહિત ઉત્તમ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો.

Shah Jina