મનોરંજન

મંદિરની બહાર એકતા કપૂરે એવું કાર્ય કર્યું કે, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી આડે હાથ

એકતા કપૂરનું નામ નાના પડદા અને મોટા પડદા ઉપર ખુબ જ જાણીતું છે. ફિલ્મો કરતા પણ ટીવી સિરિયલોમાં એકતા કપૂર લોકોને સૌથી વધુ ગમે છે. પડદા અને ટીવી ઉપર ચાહકોને જાળવી રાખવામાં સફળ થયેલી એકતા કપૂરનો વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

એકતા કપૂર એક મંદિરમાં દર્શન કર્યા બાદ મંદિરની બહાર બેઠેલા ગરીબોને કેળાનું દાન કરવા માટે જાય છે, પરંતુ તે જે રીતે કેળા દાનમાં આપી રહી છે તેને જોઈને ઘણા લોકોને ગુસ્સો પણ આવી રહ્યો છે. આ વિડિઓ રાતો રાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં એકતા માટે ગુસ્સો પણ જોવા મળે છે.

Image Source

એકતા મંદિરની બહાર ગરીબોને એ રીતે કેળા આપે છે જાણે કોઈ અછૂત વ્યક્તિને કોઈ વસ્તુ આપી રહ્યા હોય. પોતાનો હાથ ઊંચે રાખી અને તે કેળા તેમના હાથમાં ફેંકી રહી છે. તો એક ઘરડી સ્ત્રીને કેળું આપવા જતા તેના હાથમાંથી કેળું નીચે પણ પડી જાય છે. આ વિડીયો જોઈને ઘણા જ લોકોને ગુસ્સો આવી રહ્યો છે અને તેમની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે.

Image Source

એક યુઝર્સે કોમેન્ટમાં જ જણાવ્યું કે “વાહ કેટલી સરસ રીત છે કેળા આપવાની, જેમ તેમના હાથ ઉપર ફેંકી દેવું? જો તમને એમ લાગે છે કે મેને સ્પર્શ કરવાથી તમને કોઈ બીમારી થઇ જશે તો તમે આ પ્રકારની જરૂરિયાત વાળા કામ ના કરો, વાહ હું સ્તબ્ધ છું.”

બીજા એક વ્યક્તિએ જણાવ્યું કે: “કેળું ફેંકવા કરતા તો સારું હોત કે તમે તેમનો હાથ પ્રેમથી પકડી અને તેમના હાલચાલ પૂછી લેતા.” બીજા પણ ઘણા લોકોએ પોતાનો ગુસ્સો કોમેન્ટની અંદર રજૂ કર્યો હતો. આ વીડિયોને વાયરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. તમે પણ જુઓ:

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.