ફિલ્મી દુનિયા

આ ટોપિક પર એકતા કપૂરઅને સુશાંત સુશાંત વચ્ચે થઇ હતી વાત, ક્લિક કરીને જુઓ એકતાએ શેર કરેલા આ સ્ક્રીનશોટ્સ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે માત્ર 34 વર્ષની ઉમરમાં જ મૌતને ગળે લગાડીને જીવન ટૂંકાવી લીધું. તેની અચાનક જ થયેલી આત્મહત્યાથી સામાન્ય જનતાની સાથે સાથે ટીવી જગત અને બૉલીવુડ જગત પણ શૌક્માં મુકાઈ ગયું છે.

Image Source

તેના અચાનક થયેલા નિધનથી ટીવી કવિન એકતા કપૂર પણ શૌક્માં આવી ગઈ છે. તેના નિધનથી એકતા કપૂરે માત્ર અઠવાડિયા પહેલા જ સુશાંત સાથે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ પોસ્ટ કરીને સુશાંતને યાદ કર્યો હતો.

Image Source

વાત કંઈક એવી છે કે એક અઠવાડિયા પહેલા જ એકતા કપૂરે સુશાંતના ટીવી શો પવિત્ર રિશતાના 11 વર્ષ પૂર્ણ થવાની ખુશી વ્યક્ત કરી હતી. આ પોસ્ટમા એકતાએ એક વિડીયો શેર કર્યો હતો સ્નર સુશાંત સાથેની વાતચીતના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.

Image Source

આ વાતચીતનો સ્ક્રીનશોટ શેર કરીને એકતાએ સુશાંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્ક્રીનશોટમાં સુશાંત એકતાનો આભાર વક્ત કરી રહ્યા છે. સુશાંતે લખ્યું હતું કે,”અને હું તેના માટે હંમેશા તમારો આભારી રહીશ મેમ.” આ સ્ક્રીન શોટ શેર કરતા એકતાએ લખ્યું કે,”સુશાંત તે આ ઠીક નથી કર્યું, એક અઠવાડિયું અને બધું જ બદલાઈ જાય છે. આ યોગ્ય નથી”.

એકતાએ પવિત્ર રિશ્તામાં માનવ(સુશાંત સિંહ રાજપૂત)ની કાસ્ટિંગ કરવાના કિસ્સાને શેર કરતા લખ્યું કે,”50 માં થી 35 સ્લોટ થવા છતાં પણ અમે ટૉપ 50 થી બહાર હતા. તમિલ સિરિયલ Thirumathi Selvam પર બેસ્ડ આ શો અમારા માટે મોટો મૌકો હતો. અમે એક એવા છોકરાને લીડ રોલ આપવા માંગતા હતા જે અમારા બીજા શો માં સેકન્ડ લીડ રોલ કરી રહ્યો હતો. જી ટીવીની ક્રિએટિવ ટિમ એ વાત પર મક્કમ હતી કે તે છોકરો રોલમાં ફિટ નથી આવી રહ્યો અને તેમને મનાવામાં આવ્યા કે તે છોકરાનું સ્મિત કરોડો લોકોનું દિલ જીતી લેશે અને આખરે સુશાંત સિંહ રાજપૂતે એવું જ કર્યું”. સુશાંત સિંહની અંતિમ યાત્રામાં એકતા કપૂર પણ આવી પહોંચી હતી. તેના ચેહરા પરનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

Image Source

પવિત્ર રિશતા શો વર્ષ 2009 માં પ્રસારિત થતો હતો. આ શો દ્વારા જ સુશાંત અને અંકિતા લોખંડે એકબીજાની નજીક આવ્યા હતા. 6 વર્ષ સુધી ડેટ કર્યા પછી સુશાંતે અંકિતા સાથે બ્રેક અપ કર્યું હતું અને રિયા ચક્રવર્તી સાથે ડેટ કરવા લાગ્યા હતા.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.