શું એક દીકરાની માં એટલે કે 45 વર્ષની ઉંમરે એકતા લેવાની છે આ નિર્ણય, આપ્યો એવો ઈશારો કે ઉભા થયા સવાલો
ટીવી જગતની ક્વીન તરીકે ઓળખાતી એકતા કપૂર પોતાની જીવનશૈલીને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે. એવામાં એકવાર ફરીથી એકતા કપૂર ચર્ચાનો વિષય બની છે. એકતા કપૂરે તાજેતરમાં જ એક હેન્ડસમ યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે.

તસ્વીરમાં એકતા પોતાના એક ખાસ મિત્ર સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે, તસ્વીરની સાથે એકતાએ લખ્યું કે,”અને અમે અહીં છીએ…તમને જલ્દી જ જણાવશું”.

તસ્વીરમાં દેખાતો આ યુવક એકતાનો ખાસ મિત્ર તનવીર બુકવાલા છે. એકતાના કૈપ્શન પર તનવીરે પણ કમેન્ટ કરતા લખ્યું કે,”હવે સમય આવી ગયો છે આ દોસ્તીને રિશ્તેદારીમાં બદલવાનો”. જેના પછીથી માનવામાં આવી રહ્યું છે કે બંન્ને જલ્દી જ લગ્ન ગ્રંથીથી જોડાશે, અમુકે તો તેમને શુભકામના આપવાનું પણ શરૂ કરી દીધું છે.

તનવીર બુકવાલા એક પ્રોડ્યુસર અને લેખક છે. તન્વીરે પણ એકતા સાથેની ઘણી તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરેલી છે. બંન્ને આગળના દસ વર્ષોથી એકબીજાના મિત્રો છે.

જણાવી દઈએ કે 45 વર્ષની એકતાએ હજી સુધી કોઈની સાથે લગ્ન નથી કર્યા અને તે સિંગલ મધર છે. તે સેરોગેસી ટેક્નિક દ્વારા દીકરાની માં બની હતી. હવે તો એ જોવાનું રહેશે કે શું હકીકતે એકતા તનવીર સાથે લગ્ન કરવા જઈ રહી છે કે નહિ!