પિતા જીતેન્દ્રની આ એક શરતને લીધે આજ સુધી સિંગલ છે એકતા કપૂર, દીકરાને એકલી જ ઉછેરી રહી છે…જાણો કારણ

0

ટીવી જગતની કવિન કહેવામાં આવતી એકતા કપૂર એ 7 જૂન ના રોજ પોતાનો 44 મોં જન્મદિવસ ઉજવ્યો હતો.એકતા કપૂરે એકથી એક બેસ્ટ ટીવી શો આપ્યા છે. ખાસ કરીને સાસુ-વહુની સિરિયલો દ્વારા તેને વધારે સફળતા મળી છે.જો કે એકતા કપૂર લગ્ન કરવામાં નથી માનતી માટે આજે પણ તે એક સીંગલ યુવતી છે. જો કે તે એક દીકરાની માં પણ છે.

Image Source

એકતા કપૂર બૉલીવુડ અભિનેતા જીતેન્દ્ર અને શોભા કપૂરની દીકરી તથા અભિનેતા તુષાર કરપુરની બહેન છે. એકતા કપૂરે પોતાના કેરિયેરમાં કહાની ઘર ઘર કી,ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી,નાગિન જેવી ઘણી લોકપ્રિય સિરિયલો બનાવી છે. એકતા કપૂરે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે હજી સુધી શા માટે સિંગલ માંતા છે અને લગ્ન નથી કર્યા.

Image Source

એકતા કપૂર કદાચ પહેલી એવી સ્ટાર કિડ છે,જેણે પોતાનું કેરિયર એક્ટિંગને બદલે ડાયરેક્શનમાં બનાવ્યું.એકતાએ માત્ર 19 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતુ અને આગળના ઘણા વર્ષોથી તે એન્ટરટેનમેન્ટ જગતમાં પોતાનું યોગદાન આપતી આવી છે.માત્ર ટીવી સિરિયલો જ નહિ પણ વેબ સિરીઝ દ્વારા પણ તેણે લોકોને એન્ટરટેન કર્યા છે.

Image Source

એકતા કપૂર આગળના વર્ષે જ સરોગેસી દ્વારા એક દીકરાની માં બની છે. આજે તે એક સિંગલ માતા છે અને લગ્ન કરવા નથી માંગતી.એકતાએ જણાવ્યું હતું કે લગ્ન કરવા પાછળ તેના પિતા જિતેન્દ્રની એક શરત પણ જવાબદાર છે.તેણે અત્યાર સુધી લગ્ન નથી કર્યા કેમ કે તે સલમાન ખાનને પણ અનુસરી રહી છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં એકતા કપૂરને પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરશે જવાબમાં તેણે કહ્યું કે,”સલમાન ખાનના લગ્નના બે-ત્રણ દિવસ પછી, વળી બીજી તરફ એકતાએ એ પણ કહ્યું કે પિતાની શરતને લીધે તેણે લગ્ન નથી કર્યા.એકતા કપૂરના પ્રમાણે,”મને મારા પિતાએ કહ્યું હતું કે મારે લગ્ન કરવાના રહેશે કે પછી કામ કરવાનું રહેશે. આ બંને માંથી મેં કામ કરવાના વિકલ્પને પસંદ કર્યો”.

Image Source

એકતા કહે છે કે તેને બાળક જોઈએ છે પણ લગ્ન કરવા નથી માગતી જેને લીધે સરોગેસીની મદદ દ્વારા એકતાના દીકરાનો જન્મ 27 જાન્યુઆરી ના રોજ થયો હતો જેનું નામ તેણે પોતાના પિતાના સાચા નામ પર રવિ કપૂર રાખ્યું છે. અભિનેતા તુષાર કપૂર પણ વર્ષ 2017 માં સરોગેસી દ્વારા પિતા બન્યા છે,જેનું નામ લક્ષ્ય છે. તુષાર કપૂર પણ એક સિંગલ પિતા છે અને હજી સુધી લગ્ન કર્યા નથી.ભાઈ-બહેન બંને સિંગલ મધર અને ફાધર છે અને બંને પોત-પોતાના બાળકો સાથે ખુબ ખુશ છે.

Image Source

એકતા કપૂરે કહ્યું કે લગ્નના અમુક વર્ષો પછી છૂટાછેડા થાવા પણ લગ્ન ન કરવાનું કારણ છે.એકતા આ બાબતે કહે છે કે,”મારા તે મિત્રો જેઓના લગ્ન થઇ ગયા હતા, તેઓ આજે સિંગલ છે. મેં આગળના અમુક વર્ષોમાં ઘણા સંબંધોને તૂટતા અને છૂટાછેડા થયેલા જોયા છે.મને લાગે છે કે મારામાં ખુબ જ ધીરજ છે કે હજી સુધી તેની રાહ જોઈ રહી છું”.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here