સંપત્તિની બાબતમાં પણ ક્વિન છે એકતા કપૂર, 7 કરોડના ઘરમાં રહે છે, 4 કરોડની કારમાં કરે છે સવારી

ટીવી ઇન્ડસ્ટ્રીની ક્વિન તરીકે જાણવામાં આવતી એકતા કપૂર 47 વર્ષની થઇ ચુકી છે.7 જૂન 1945ના રોજ મુંબઈમાં જન્મેલી એકતા એક જમાનાના દિગ્ગ્જ અભિનેતા અને જમ્પિંગ જેકના નામથી ફેમસ જિતેન્દ્રની દીકરી છે. એકતા ટીવી ક્વિન હોવાની સાથે સાથે પ્રોપર્ટીની બાબતમાં પણ ક્વિન છે.એકતા અત્યાર સુધીમાં ઘણા ટીવી શો અને ફિલ્મો પ્રોડ્યુસ કરી ચુકી છે.

મળેલી જાણકારીના આધારે એકતા કપૂર પાસે 15 મિલિયન ડોલર એટલે કે 116 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.જેમાં આલીશાન ઘરથી લઈને લગ્ઝરી ગાડીઓ શામિલ છે.એકતા કપૂરનો મુંબઈમાં આલીશાન બંગલો છે જ્યાં દિવાળી પાર્ટી કરવામાં આવે છે, એકતાના આ બંગલાની કિંમત 7 કરોડ રૂપિયા છે.આ બંગલાની સજાવટ જોવા લાયક છે. અહીં આલીશાન સોફાથી લઈને શાનદાર ઇન્ટિરિયર સુધીની દરેક વસ્તુઓ લોકોને મોહક કરી દેનારી છે.

એકતા અને તેના ભાઈ તુષાર કપૂરના નામે 7th રોડ જુહુ પર કૃષ્ણા 1 અને કૃષ્ણા 2 નામની બે બિલ્ડીંગ છે જેમાંની એકતા કૃષ્ણા 1ની માલિક છે. એકતા કપૂરના ગેરેજમાં અનેક લગ્ઝરી ગાડીઓનો ભંડાર છે.એકતા પાસે બેન્ટલે કોન્ટીનેંટલ GT કાર છે જેની મુંબઈમાં કિંમત 3.9 કરોડથી લઈને 4.11 કરોડ સુધીની છે.

એકતાને મર્સીડીઝ કંપનીની ગાડીઓ પણ ખુબ પસંદ છે. એકતા પાસે 2 કરોડની મર્સીડીઝ મેબૈક S500 અને 71 લાખની બેંજ V220D ગાડી પણ છે.એકતા કપૂર જાણીતી પ્રોડ્યુસર છે અને તેના બે પ્રોડક્શન હાઉસ અને એક ઓટિટિ પ્લેટફોર્મ છે.એકતા બાલાજી ટેલિફિલ્મ્સના બેનર આધારે ટીવી સિરિયલો બનાવે છે.બાલાજી મોશન પિક્ચર્સના અંતર્ગત ફિલ્મોનું નિર્માણ કરે છે અને હવે તે પોતાના ઓટિટિ પ્લેટફોર્મ ઓલ્ટ બલાજી દ્વારા ફિલ્મો અને વેબસીરીઝ પણ પ્રોડ્યુસ કરે છે.

એકતા કપૂર ભલે આજે એક સફળ બિઝનેસવુમેન હોય પણ એક સમય હતો જ્યારે તેને પણ પાર્ટી કરવાનો અને લગ્ન કરવાનો ક્રેઝ હતો.માત્ર 15 વર્ષની ઉંમરે પિતાએ એકતાને માત્ર પોકેટમનીના સિવાય પૈસા આપવાનું બંધ કરી દીધું હતું.એકતાએ જ્યારે પિતાને લગ્ન માટેની વાત કહી તો જિતેન્દ્રએ કહ્યું હતું કે,”તારી પાસે બે વિકલ્પ છે. એક કે લગ્ન કર અને બીજું એ કે કામ કર અને હું ઈચ્છુ છું કે તું કામ કરે”.

પિતાની આ વાત જાણે કે તે દિવસે એકતા માટે પથ્થરની લકીર બની ગઈ અને તેણે એટલી લગનથી કામ કરવાનું શરૂ કર્યું કે આજે તે એક સફળ પ્રોડ્યુસર્સમાંની એક છે. ખુબ જ નાની ઉંમરે એકતાએ લગ્ન કરવાને બદલે કારકિર્દીને પસંદ કરી.

Krishna Patel