રસોઈ

એકનો એક શીરો બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો તો હવે બનાવજો બદામનો ટેસ્ટી અને હેલ્થી હલવો…

મજેદાર સ્વીટ બદામ નો હલવો

સ્વીટ વાનગી નું નામ આવે એટલે મોઢું પણ જાણે ગળ્યું ગળ્યું થઈ જાય. સાચું ને, હા, થવું જ જોઈએ ને, કેમ કે સ્વીટ વાનગી જ એવી છે કે તેને વાર, તહેવાર તેમજ પ્રસંગો માં પણ મોઢું મીઠું કરી ને શુભ કાર્ય ની શરૂઆત કરી શકાય છે. બરફી, કાજુ કતરી, પેંડા, અંજીર રોલ, તો મોહન થાળ, કોણ જાણે કેટકેટલી મીઠાઈઓ બજાર માં વેચાતી હોય છે. અને અત્યારે તો દિવાળી ના તહેવારો આવે છે તો મીઠાઈઓ ની દુકાનો માં તો જાણે મેળો જામશે. પણ જો આવી ટેસ્ટી મીઠાઇ ને ઘરે જ બનાવીએ તો તેનો સ્વાદ ડબલ થઈ જાય છે. ખૂબ જ પ્રેમ થી બનાવાતી મીઠાઈ ને જો તમે મહેમાનો આવે ત્યારે પીરસો તો તમારા જ વખાણ થવા છે ને. તો ચાલો જલ્દી થી લઈ લો બુક, પેન અને નોંધી લો આજે મજેદાર સ્વીટ બદામ નો હલવો બનાવવા ની સામગ્રી અને રીત.

બદામ નો હલવો બનાવવા માટે ની સામગ્રી

  • બદામ – 200 ગ્રામ (1 કપ)
  • દૂધ – 1 કપ
  • ખાંડ – 200 ગ્રામ (1 કપ)
  • ઘી – 100 થી 125 ગ્રામ ( અડધા કપ થી થોડું વધુ)
  • કેસર – 25 થી 30 ટુકડા
  • એલચી – 6 થી 7 ( ફોલી ને ખાંડી લો)

બદામ નો હલવો બનાવવા માટે ની રીત

• બદામ ને પીવા ના પાણી માં 5 થી 6 કલાક પહેલા પલાળી ને મૂકી દો. પરંતુ જો તમે જલ્દી હલવો બાનવવા માંગતા હો ત્યારે પહેલા પાણી ને ગરમ કરી નાખો અને પછી આ ગરમ પાણી માં બદામ ને નાખો. આ બદામ 2 થી 3 કલાક માં ફૂલી ને તૈયાર થઈ જશે.

• હવે પલાળેલી બદામ ને પાણી માથી કાઢી, તેની છાલ કાઢી નાખો. હવે આ ફોલેલી બદામ માં પર્યાપ્ત માત્રા માં દૂધ નાખી ને તેને મિક્સર માં થોડું કરકરું પીસી નાખો. પરંતુ યાદ રાખો કે એકદમ ઝીણું પીસવા નું નથી. • હવે એક જાડી કઢાઈ કે જાડું વાસણ અથવા નોન સ્ટીક નું વાસણ લો. બદામ નો હલવો બનાવવા માટે નોન સ્ટીક નું વાસણ વધુ સુવિધાકારક છે.

• નોન સ્ટીક વાસણ માં એક ટેબલ સ્પૂન ઘી નાખી ને તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. હવે ગરમ ઘી ની અંદર બદામ ની પેસ્ટ અને ખાંડ નાખી દો. ત્યાર પછી એક ચમચા વડે તેને સતત હલાવતા રહો અને આમ શેકતા રહો. સતત હલાવતા રહેવું જરૂરી છે, કારણ કે જો હલાવા માં નહીં આવે તો હલવો વાસણ માં નીચે દાઝી જશે અને સ્વાદ બગડી જશે.

• હવે વધેલા દૂધ ને ગરમ કરી ને તેમાં કેસર નાખી તેને મિક્સ કરી નાખો. હવે આ કેસર વાળું દૂધ બદામ ના હલવા માં નાખી તેને શેકતા રહો. એક ટેબલ સ્પૂન ઘી પણ નાખો. જો તમે હલવા માં કલર નાખવા માંગતા હો તો આ જ સમયે એક ચપટી જેટલો કલર નાખી દેવો. હવે હલવા ને ઘાટું થાય ત્યાં સુધી હલાવતા રહો.

• હવે જોશો કે બદામ ના હલવા માથી ખૂબ જ સારી સુગંધ આવવા લાગશે. તેમજ હલવો વાસણ ની કિનાર ને પણ ચીપકી રહ્યો હશે. હવે વધેલું ઘી પણ હલવા માં નાખી દો. • આમ બદામ નો હલવો બની ને તૈયાર છે. હવે ગેસ બંધ કરી દો. ત્યાર બાદ હલવા માં એલચી નાખી ને તેને સારી રીતે મિક્સ કરી દો.

• આમ મસ્ત મજેદાર અને સ્વીટ મધુર બદામ નો હલવો બની ગયો છે. હવે બદામ ના હલવા ને એક સાફ વાસણ માં કાઢી લો. તેને ગરમા ગરમ પીરસો અને ખાવો. આ હલવો ઠંડો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આથી જો તમે તેને ઠંડો ખાવા ઇચ્છતા હો તો હલવા ને 3 થી 4 કલાક માટે ફ્રીઝ માં મૂકી દો. ફ્રીઝ માં રાખી ને આ બદામ નો હલવો તમે 6 થી 7 દિવસ સુધી ખાઈ શકો છો.

• બદામ ના હલવા ને સજાવવા માટે તેને એક સાફ પ્લેટ માં કાઢો, તેના પણ બદામ ના લાંબા-લાંબા ટુકડા કરી ને ચારે બાજુ નાખો. આમ બદામ ના હલાવા ને તમે કોઈપણ પ્રસંગ કે તહેવાર માં બનાવી ને તેનો આનંદ માણી શકો છો. અને હવે તો આ દિવાળી એ બદામ નો હલવો બનાવી ને પરિવારજનો અને મહેમાનો બધા ને ખુશ કરી દો. એટલો ટેસ્ટી બનાવો ને લોકો તમારા વખાણ કરતાં અટકવા ના જોઈએ. તો તૈયાર છો ને આ મસ્ત અને સ્વીટ વાનગી ને ઘરે બનાવવા માટે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ