3550% ભારે ભરખમ રિટર્ન, છેલ્લા વર્ષે જ આવ્યો હતો IPO, દાવ લગાવવા વાળા માલામાલ
આ વર્ષે ભલે IPO તગડુ રિટર્ન ના આપી શક્યો હોય પણ 2021માં ઘણી કંપનીઓએ લિસ્ટેડ થયા બાદ રોકાણકારોને માલામાલ કર્યા. આવી જ એક કંપની છે EKI energy services. આ કંપનીએ વર્ષ 2021માં આઇપીઓ લોન્ચ થયા બાદ 1349.02% રિટર્ન આપ્યુ. માર્ચ 2021માં EKI energy servicesનો IPO લોન્ચ થયો હતો. આ આઇપીઓની ઇશ્યુ પ્રાઇસ 102 રૂપિયા પ્રતિ શેર હતી.

EKI energyના 7 એપ્રિલ 2021ના રોજ બીએસઇ પર 140 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટિંગ થઇ હતી. EKI energy services શેરની કિંમત 20 નવેમ્બરના રોજ 1478 રૂપિયા હતી, તેમજ 21 નવેમ્બરના રોજ આ શેર 1420.60ની કિંમત પર બંધ થયો હતો અને 22 નવેમ્બરના રોજ સવારના 1,459.85 કિંમત હતી. કહેવાનો મતલબ એ છે કે સ્ટોક તેની લિસ્ટિંગના એક વર્ષમાં 102 રૂપિયાના ઇશ્યુ પ્રાઇસથી વધી 1420થી વધુ કિંમત પર આવી ગયો. જેનાથી શેરધારકોને હજારો ટકા રિટર્ન મળ્યુ છે.

ગયા વર્ષે 9 એપ્રિલના રોજ આ શેર 40.51 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ હિસાબથી અત્યાર સુધી 3550 રિટર્ન આપ્યુ છે. EKIનો શેર લિસ્ટિંગ બાદથી રોકેટની જેમ વધી રહ્યો છે. જાન્યુઆરી 2022માં 12599.95 રૂપિયાના ઓલ ટાઇમ હાઇ સુધી પહોંચ્યા બાદ સ્ટોરકમાં બિકવાલીનો માહોલ બનેલો છે. છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકમાં 14.13%થી વધારે ઘટાડો થયો છે, જ્યારે 2022માં આ 43%થી વધારે પડ્યો છે.