લેખકની કલમે

એકાદશીનું વ્રત શા માટે કરવું જોઈએ…એકાદશી રાખવા ઈચ્છતા લોકોએ દશમનાં દિવસથી જ થોડા નિયમોનું પાલન કરવું જોઈઅે

👆એકાદશીનું વ્રત કરવાથી મળતું પુણ્ય ફળ…👆 એકાદશીના વ્રત કરવામાં કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું.

હિંદુ ધર્મ અનુસાર દરેક મહિનાની એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેને એકાદશીનું વ્રત કહેવામાં આવ્યું છે. વૈષ્ણવ ધર્મ, હિન્દુ ધર્મ માટે એકાદશીનું વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. દરેક વર્ષે માં ૨૪ એકાદશી હોય છે. જ્યારે અધિક માસ હોય છે ત્યારે એકાદશી ની સંખ્યા વધીને ૨૬ થઈ જાય છે. નારદ પુરાણ અનુસાર, એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. જેવી રીતે ચતુર્દશી એ ગણેશજી, ત્રીજના દિવસે શિવજી અને પાંચમના દિવસે લક્ષ્મીજીની પુજા કરવામાં આવે છે, તેવી જ રીતે એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

👆એકાદશીની વ્રતવિધિ.

એકાદશી રાખવા ઈચ્છતા લોકોએ દશમનાં દિવસથી જ થોડા નિયમોનું પાલન કરવું જોઈઅે. આ દિવસે માંસ ડુંગળી અને મસૂરની દાળ ન ખાવી જોઈએ. રાત્રિએ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સ્ત્રી સંગ ન કરવો જોઈએ. તથા ભોગ-વિલાસથી દૂર રહેવું જોઈએ.

હજી પણ ઘણા વૃદ્ધો લાકડાનું દાતણ કરતા હોય છે તે એકાદશીની સવારે ના કરવું જોઈએ. તેના બદલે લીંબુ જાંબુ અથવા તો આંબાના પાન ચાવી લેવા જોઇએ. અને કોગળા કરી દેવા જોઈએ. વૃક્ષની પાંદડા પણ તોડી ન શકાય.
એટલા માટે જાતે જ પડેલાં પાંદડાંનો ઉપયોગ કરવો જોઈએ. જો આ શક્ય ન હોય તો પાણીથી બાર વખત કોગળા કરી દેવા. પછી સ્નાન કર્યા પછી મંદિરમાં જઈને ગીતાનો પાઠ કરવો. ભગવાનની સામે આ રીતે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે હૈ હું આજે ચોર દુરાચારી લોકો સાથે વાત નહીં કરું. આજે હું કોઈને પણ નિરાશ નહીં કરું કોઈનું પણ દિલ નહી દુખાવુ. આદિવસે જાગરણ કરીને કીર્તન કરવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ.. તેની સાથે જ વિષ્ણુસહસ્ત્રનો પાઠ પણ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને તેમને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન મારી લાજ તમારા હાથમાં છે
મેે જે પ્રતિજ્ઞા કરી છે તેને પૂરી કરવામાં સહાય કરજો. અને જો ભૂલથી કોઈ નિંદક માણસ સાથે વાત થઇ પણ જાય તો ભગવાન સૂર્યનારાયણના દર્શન કરી લેવા. એકાદશીના દિવસે ઘરમાં કચરો પણ ન વાળવો જોઈએ કેમકે સૂક્ષ્મ જીવોના મરવાનો ભય રહે છે. આ દિવસે વાળના કપાવાં જોઇએ અને વધારે ન બોલવું જોઈએ. આ દિવસે યથાયોગ્ય દાન કરવું જોઈએ. બીજા કોઈએ આપેલું, અને ત્યારે પણ ગ્રહણ ન કરવું જોઈએ. દશમ અને એકાદશી જો સાથે હોય તો તેને વૃદ્ધ માનવામાં આવે છે.
ફળાહાર કરતાં વ્યક્તિઓએ ગાજર પાલક પપૈયું ફ્લાવર ન લેવું જોઈએ. બદામ કેળા દ્રાક્ષ પિસ્તા લઈ શકાય. એકાદશીના દિવસે કંઈપણ ખાધા પહેલા ભગવાન શ્રી હરિને ભોગ ધરાવવો. રાત્રે દીવો કરવો જોઈએ. બધા જ કર્મો ભક્તિપૂર્વક કરવા જોઈએ. બારસના દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા દેવી જોઈએ. તથા પોતાની ભૂલોની માફી માગવી જોઈએ. જો કોઈ સંબંધી નું મૃત્યુ થઈ જાય છે તો એકાદશીનું વ્રત કરીને તેનો સંકલ્પ કરીને તે પુણ્ય તે આત્માને સમર્પિત કરી શકાય છે.
દરેક વ્યક્તિ પરમાત્માનો જ અંશ છે તેવું માનીને દરેક વ્યક્તિ સાથે સારી રીતે વર્તવું કોઈની સાથે છળકપટ ના કરવી. જેા કોઈ ક્રોધ કરે છ, તોે તેમને પણ આશીર્વાદ આપવા, પોતે ક્રોધ ન કરવો જોઈએ . કેમકે ક્રોધ એ ચંડાળ નો અવતાર ગણાય છે. અને તમે તો દેવરૂપ છો.

👆એકાદશીનું ફળ..

એકાદશી કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે .દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે. શ્રીહરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. ધન વિદ્યા પુત્ર તથા ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. પરિવારમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે છે. આથી આ વ્રત ખૂબ જ શ્રેષ્ઠ અને ફળદાયક છે.

લેખક – નિરાલી હર્ષિત

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks