લેખકની કલમે

એક તું જ – આજે એક એવા મીરા માધવના પ્રેમની વાત જે વાંચતાં વાંચતાં તમને પણ તમારો ભૂલાઈ ગયેલો પ્રેમ યાદ આવી જશે !!!

મીરા અને માધવ જેવા નામ એવો જ પ્રેમ. સદાય એકબીજામાં ખોવાયેલા રહેવું. જયારે પણ મીરા યાદ કરે ત્યારે માધવ એની પાસે પહોંચી જતો. રોજ સાંજે તો એના ઘરે જ હોય માધવ. તો દિવસે પણ એમની મુલાકત થતી. અહીં આખો દિવસ એકબીજામાં બન્ને ખોવાયેલા રહેતા. આ પ્રેમ ચાર વર્ષ સુધી રહ્યો જેનો અંત માધવના એક સવાલના કારણે આવેલો. જે મીરા એકમિનિટ પણ અલગના થતી એ મીરા હવે માધવ કોલ કરે તો કહેતી “મારે ઓફિસનું કામ છે”. માધવ પણ સમજી ગયેલો કે હવે આ મને વાત કરવા ઇચ્છતી નથી. એ વાતથી માધવ એટલો દુઃખી હતો કે એ પછી ક્યારેય મીરાને કામ હતું ત્યારે કરેલા કોલ માધવે ઉપડ્યા નહિ.

મીરા અને માધવ બન્ને વચ્ચે લડાઈ અને ઝગડા થયા જે સમયે મીરાંએ પોતાના પતિ આગળ કહેલું ” માધવ મને હેરાન કરે”. મીરા ને બચાવવા માધવે બધું સ્વીકારી લીધું હતું. મીરાને પણ થયું કે એની જિંદગીની ખરાબ હાલત માધવન કારણે જ થઇ.
અચાનક માધવ પોતાની કંપની છોડીને જતો રહ્યો. બસ એ ગયો તે ગયો ક્યારેય એના કોઈ સમાચાર મળ્યા નહીં. બસ!! બન્ને બાજુ યાદો જ હતી. માધવ અને મીરા એકબીજાથી છુટા પડ્યા એ બન્નેની કમ્પનીના માણસોને ખુબ ગમેલું.

આજે છેલ્લા દસ વર્ષ સુધી એકબીજનો કોઈ સંપર્ક ન હતો. સ્વપ્નમાં કોઈ ચેહરો જોવા મળે. બન્ને બાજુ એકબીજાની યાદોથી ખબર રખાતી હતી . કોણ શું કરતું હશે ? એ ખબર ન પડતી કે આ ખબર રાખવાનું કારણ…

મીરા એક ધનલક્ષમી ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતી હતી. 1720 કારીગર અહીં હતા. જેમાં આ કારીગરો ઉપર નજર રાખવા ચાલીસ બહેનો અને ચાલીસ ભાઈઓ કામ કરતા. જેમાં મીરાનો મેનેજર માધવનો મિત્ર હતો. જે ત્રણ સંતાનનો પિતા હતો.પણ જ્યારથી તેને ખબર પડી કે માધવ અને મીરા વચ્ચે પ્રેમ છે ત્યારથી તેને માધવને બોલવાનું બંધ કરી દીધું. મીરાનો મેનેજર હડકાયા કૂતરાની જેમ મીરા પાછળ ફળતો .તેને ઘણી સ્ત્રીઓ પાછળ પ્રેમની જાળ ફેંકેલી પણ ક્યાંય મેળ પડતો નહીં. મીરાંને કમ્પ્યુટર ઉપર કામે બેસાડે તો તે બાજુમાં જ બેસતો. કમ્પનીની બહેન તો બહેન હોય. જે પોતાની બહેન ઉપર ખરાબ નજર નાખતો હોય પોતાની જ કંપનીમાં એ પુરુષનો ભરોષો છો. જોકે મીરાંની ઓફીસના તમામ પુરુષો માધવન મિત્રો હતા. જેમાં એક દિપક અને જયદીપ પણ હતા.
ચોવીસ કલાક બન્ને એકબીજાને કોલમાં વાત કરતા. જે મીરા એક મિનિટ પણ રહી શકતી ન હતી. એ મીરા એ વૉટ્સપ અને ફેસબુકમાં માધવને બ્લોક કરેલો હતો. તે પછી આજદિન સુધી ક્યારેય માધવને અનબ્લોક કરેલો નહીં. માધવે પણ એના બન્ને નંબર કાઢી નાખેલા.

આચનક આજે માધવાની યાદ મીરાંને વધુ પડતી આવેલી. કારણે કે આજે કંપનીના કામે દસ વર્ષ પછી યુ.એસ મિટિંગમાં જવાનું હતું. એ જગાએ પહેલા માધવ અને મીરા ખુબ મિટિંગમાં બન્નેની કંપનીમાંથી સાથે ગયા હતા.

મીરા તૈયાર થઈને ફ્લાઈટમાં નીકળી પડી. થોડા કલાકોના સફર પછી તે યુ.એસ પહોંચી. એજ હોટેલ હતી જ્યાં બન્ને આવતા તો મજાક મસ્તી કરતા હતા. હોટેલમાં રેસ્ટોરન્ટ અને બગીચામાં બન્ને સાથે બેસતા. માધવના પ્રેમમાં ઘાયલ બનેલી મીરા પોતાના પરિવારને પણ ભૂલી ગઈ હતી. એના ખોળામાં માથું મૂકીને માધવ બગીચામાં બેસતો. આ યાદોએ મીરાની આંખમાં આશુ લાવી દીધા.

આજે માધવ ન હતો. ફક્ત એની યાદો જ હતી. મીરા પોતાના રૂમમાં ગઈ. ફ્રેશ થઇ તેને કપડાં બદલ્યા. આજે તેને ભૂખ પણ ન હતી. ક્યારેક થતું કે અહીં ના આવી હોત તો સારું. આખરે તે રૂમમાં કંટારી તેને થયું કે રેસ્ટોરન્ટમાં ચા પી લઉ. આમે ચા પીવાની ટેવ માધવને ખુબ હતી. તે નીચે ચા પીવા ગઈ.
ક્યારેય વિચાળ્યું ન હતું. તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ. જે ટેબલ ઉપર તે બેસતા ત્યાં જ માધવ બેઠેલો હતો. માધવ ને જોઈને મીરા તેની જોડે આવી. માધવ તે સમયે કંઈક લખતો હતો. ગ્રીન ટોપ, જેમાં રેડ બોડર અને એવોજ પાયજામો, ઊંચી એડીના સેન્ડલમાં ખુબ સુંદર લાગતી હતી. મીરાંના અવાજથી માધવ ઉભો રહ્યો. એક નજર તેની સામે કરી . ઘણા વર્ષ પછી મીરા સામે આટલી નજદીકથી જોવા મળેલ. માધવે કહ્યું ” ચાલ નીચે બગીચામાં બેસીએ”.

હોટેલમાંથી બહાર નીકળતા માધવને ખબર હતી કે આજે મીરાંના મનમાં કેટલાય સવાલો હશે. બહાર બગીચામાં એક પાટલી ઉપર બન્ને બેઠા ને મીરા કહે ” મને બદનામ કરીને તને શું મળ્યું. તું લોકોને કહેતો હતો કે તારા ને મારા વચ્ચે અફેર છે”. માધવે તેની સામે જોઈને કહ્યું ” હા , હું કહેતો અને આજે પણ કહું છું ને આગળ પણ લોકોને કહેતો રહીશ. પહેલા તો સાંભળ દુનિયામાં એવો કોઈ પ્રેમ કે કોઈ અફેર નથી જે છુપાયેલ હોય. દુનિયા તમને જાણતી હોય છે. બસ લોકો કહેતા નથી. મેં મારા મિત્રોને અને તારી સહેલીઓને આપના સબંધ વિષે કહેલું અને પ્રુફ પણ આપેલા”.
મીરાને આ સાંભળી દુઃખ થયું પણ માધવ જાણતો હતો કે લોકોને એટલા માટે જ કહેલું કે એ લોકો માધવ અને મીરાના વ્યવહારથી તેમના સબંધ જાણી ચુક્યા હતા. અને મીરાંની જાણ બહાર બધા માધવ અને મીરાને મદદ કરતા હતા.

જયારે પણ હું યુ.એસ માં મીટીંગમાં આવેલ એ સમયે તને કંપનીમાં જતા રસ્તા વચ્ચે જે બેઈજ્જત કરવામાં આવેલી. એ તારી સહેલી હતી. જેના કારણે આ બધું બન્યું હતું. વિચાર કર જે સહેલી તારી જોડે રહે એજ તને દુનિયાની નજરમાં ગિરાવા માગતી હતી. એતો મને પણ કહેતી કે “એક પ્રુફ આપો ખાલી પછી હું એના પતિને આપું”. પણ મને થયું કે કોઈની જિંદગી બગાડવી નથી બાકી તો મારી પાસે તું વિચાળ્યું ના હોય એથી પણ વધુ તારી જિંદગીના શ્વાસ કેદ હતા.

જયારે પણ તું જયદીપને પૂછતી કે ” મારી લાઈફ વિશે તું શું જાણો”. ત્યારે તે જાણતો હોવા છતાં તને કશું કહી શકતો નહીં. જોકે એ તારી જિંદગી વિષે ખુબ કહેતો કે માધવ તું મીરાંને હેરાન ના કરતો યાર. તારી સાથે થયેલી નાના માં નાની વાત જયદીપ મને શેર કરતો હતો. પણ જયદીપ તારાથી ખુબ ડરતો હતો.
આજે પણ તારું અસ્તિત્વ મારા કારણે છે. જે લોકો તને સામેથી બોલવા આવે એ તારા ચારિત્ર્ય ને ખરાબ સમજીને આવે કે કદાચ મીરા નો પ્રેમ મળે. મીરા ને જયારે જવાબ મળતા થયા ત્યારે તેને ખબર પડી કે દુનિયા ક્યાં ચાલે. પોતે એવું જ સમજાવતી બધાને કે તે નિર્દોષ છે પણ હવે ખબર પડી કે દુનિયા તેને પુરેપુરી જાણતી હતી.

“દુઃખ તો ત્યારે ખુબ થયું મીરા… જયારે તારા હાથનું જમવાનું બનાવેલ મેં ખાધું નહીં. એ પણ મારા મિત્ર દિપક માટે. અને આ મિત્રએ જયારે તે આખી કંપની જમાડી ત્યારે સબન્ધ સાચવવા જમવા બેસી ગયો”. કેટલું ગજબ છે.. એક સમય હતો જયારે મીરા અને દિપક એકબીજાને બોલતા પણ નહિ. જયારે માધવના કારણે બન્ને વચ્ચે આજે સબન્ધ હતા. ગમે તે હોય પણ દિપક મારો બોડીગાર્ડ હતો.

પણ તારા કારણે મીરા મને અને દીપકને ખબર પડી કે તારી કમ્પનીમાં કામ કરતા સ્ટાફને એકબીજા સાથે કેટલા સબંધ છે. તારો જયારે પણ કોલ આવતો તો મારી કમ્પનીમાં રહેલી તારી સહેલીઓ કહેતી ” નવળી પડી ગઈ મીરા હવે આખો દિવસ માધવ કામ નહિ કરે ને વાત કરશે”. તો ઘરે જાઉં તો તારી કમ્પનીના મિત્રો સાંભળતા કે શું કહે મીરા એ તો જણાવ.
ચાલ ખુબ થયું મીરા… મારો કદાચ એટલો જ ગુનો કે હું દુનિયાને તારા ને મારા વિષે જણાવ્યું. પણ આજે તું સુખી છે એ પણ મારા કારણે જ છે. કેમ કે બધા લોકો ઇચ્છતા હતા કે તારા પરિવારને ખબર પડે કે તારી અને મારી વચ્ચે કેવા સબન્ધ છે. જેમાં તારા મેનેજર ને ખુબ ઇચ્છા હતી. પણ હું તારા જેવો લુચ્ચો માણસ ન હતો”.

“ચાલ હવે મોડું થાય. મારી મમ્મી રાહ જોતી હશે “. તને છોડીને આવ્યો ત્યારનો અહીં જ બાજુમાં રહું છું. કાલે સવારે મળીશ”. આટલું કહીને ચાલતો થયો. માધવે એક નજર પાછળ કળી તો મીરા તેને જોઈને ઉભી હતી.

મીરા ને થયું કે આજ માધવને રોકી લઉ. હજુ તો જિંદગીના ઘણા દર્દ સાંભળવાના બાકી છે. પણ માધવ રાતના અંધારામાં ખોવાઈ ગયો. આખી રાત મીરાને ઊંઘ ના આવી. સવારે ઉઠતા જ તે તૈયાર થઈને નીચે આવી.

લગભગ એક કલાક રાહ જોઈ છતાં માધવ આવ્યો નહીં. ખુબ બેચેન બનેલી મીરાએ હોટેલના માલીકને વાત કરી. કેમકે માધવ અહીં રોજ આવતો એવું તેને કહેલું તો કદાચ એનો માલિક ઓળખતો હશે. માધવનું નામ પડતા જ હોટેલના માલિકની નસો ફટવા લાગી. તે મીરા સામે એકનજરે જોવા લાગ્યો. તેને કહ્યું “માધવ આ હોટેલમાં એક જ હતો. જે છેલ્લા પાંચ વર્ષથી નથી આવતો. સામે જ ટેબલ ઉપર બેસીને તે પોતાની જિંદગની કિતાબ લખતો”. તેને માધવનો ફોટો બતાવ્યો મીરા ને . મીરાંની આંખમાં આશુ હતા અને તેનાથી બોલાયું નહીં પણ માથું હલાવીને હા બોલી. આજે એ હોટેલનો માલિક પણ રડી ગયો.
બોલ્યો ” વાહ… માધવ વાહ… તું સાચું જ કહેતો હતો કે એક દિવસ મીરા જરૂર આવશે”. આ બોલતા જ તે માલિકે એક જિંદગીની કિતાબ માધવ લખતો એ બહાર કાઢી અને એક પેન ડ્રાઇવ. જેમાં જિંદગીની કિતાબમાં માધવ અને મીરા વિષે લખેલું હતું. જયારે જે સવાલથી માધવથી મીરા દૂર ગઈ હતી. એ સવાલના જવાબ એનો ભૂતકાળનો પ્રેમ એમાં હતો. માધવ બોલવામાં ખુબ મીઠો હતો. મીરાએ જયારે કહેલું ” હું ખુબ સંસ્કારી છું. મારા વિષે કઇ જાણતો હોય તો પ્રુફ આપજે”. એજ એના ભૂતકાળના પ્રુફ એમાં સામેલ હતા.

હોટેલના માલિકે એક જૂનું છાપું બહાર કાઢ્યું. જેમાં માધવો પીક હતો. અને લખ્યું હતું. પોતાના હાથની નસ કાપીને પ્રેમમાં મૃત્યુ પામેલો માધવ…. અને એ આજ હોટેલમાં મૃત્યુ પામ્યો હતો.. તે માલિક બોલ્યો ” મીરા!!! જો સામે પેલું ટેબલ ત્યાં માધવ એ દિવસે હતો. અને જયારે પણ એને નસ કાપી એ લોહીની ધાર પેલી દીવાલ સુધી ખાબોચિયું ભરાઈ ગયું હતું. જયારે બધાને ખબર પડી ત્યારે તેના શરીરમાં પ્રાણ પણ ન હતા. આ સાંભળીને તે રડવા લાગી….
તે કિતાબ લઈને રૂમમાં ગઈ. જેમાં એના જીવનના અનેક સવાલ અને જવાબ હતા. માધવે લખેલું. જીવનનો એક પણ શ્વાસ તને યાદ કળ્યા વગર લીધો નથી. પણ તારાથી દૂર ગયા પછી. મારા અને તારા મિત્રોને ખુબ ગમેલું કે હું તને ભૂલી જાઉં. પણ એવો દિવસ ના આવ્યો કે હું ભૂલું.

બસ!!! તને ભૂલવા હું દૂર આવેલો. પણ આખરે મારી હાર થઇ મારી યાદોની લડાઈ સાથે. મને છોડીને પણ આખરે તું ક્યારેય સુખી નહીં થાય…આખરે એ દિવસે ખુબ રડી મીરા!!!!

પણ આજે સમય અને માધવ બન્ને એની જોડે ન હતા. મીરા પણ સમજી ગઈ. દુનિયા બધું જાણે છે. માધવના કારણે જ આજે તે પરિવાર સાથે હતી. આખરે એની એક નાની જીદ ના કારણે આજ માધવ દુનિયામાં ન હતો..

રડતા રડતા મીરાંએ કિતાબ બન્ધ કરી…અંતમાં એટલું જ લખ્યું હતું.
એક તું જ મીરા !!!! ….. માધવ

Author: મયંક પટેલ (વદરાડ) GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks