લેખકની કલમે

એક સુંદર છોકરી – દરિયા કિનારે એક ગામ હતું તેમાં એક કલાકાર રેહતો હતો તે આખો દિવસ દરિયા ના મોજા સાથે રમતો, જાળ નાખતો

દરિયા કિનારે એક ગામ હતું તેમાં એક કલાકાર રેહતો હતો તે આખો દિવસ દરિયા ના મોજા સાથે રમતો, જાળ નાખતો અને સીપ પકડતો. રંગ – બેરંગી કડિયા, નાના રૂપ ના શંખ, ચિત્ર વિચિત્ર પત્થર, ન જાણે શું શું દરિયા જાળ માં પકડતો. તેને ત્યાં વિવિધ પ્રકાર ના રમકડા, વિવિધ પ્રકાર ની માળાઓં તૈયાર કરતો અને બાજુ ના મોટા શહેરમાં વેહ્ચી દેતો.
તેનો એક દીકરો હતો, તેનું નામ હર્ષ હતું. તે હજુ ઉંમર માં અગિયાર વર્ષ નો પણ નહતો પરંતુ દરિયા ના મોજા માં એવી રીતે રમતો જાણે તળાવ માં રમતો હોય. એકવાર એવું થયું કે કલાકારના એક સગા સંબધી ના એક મિત્ર થોડા દિવસો માટે ત્યાં રજા માણવા માટે આવ્યા.તેમની સાથે તેમની છોકરી મંજરી પણ હતી. તે અંદાજે નવ – દસ વર્ષ ની હશે, પણ ખુબ સુંદર અને એકદમ ઢીંગલી જેવી હતી.
હર્ષ ખુબ ગર્વ થી તેનો હાથ પકડી તેને મોજા પાસે લઇ જતો એક દિવસ મંજરી એ મોટા અવાજે કહ્યું “તને ડર નથી લાગતો?”
ત્યાજ એક ખુબ મોટું મોજું હર્ષ તરફ આવ્યું અને જાણે તેને ખાય જશે, મંજરી ના મોઢા માંથી ચીસ નીકળી ગય પણ હર્ષ તો કુદકો મારી ને તે મોજા પર સવાર થઇ કિનારે આવી ગયો.
મંજરી ડરતી હતી પણ મનમાં ઈચ્છતી હતી કે તે પણ મોજા પર તરી શકે. જયારે તે ત્યાં બીજી છોકરીયો ને આમ કરતી જોતી તો તેને તરવું વધુ જરૂરી લાગતું, વિશેષકર ત્યારે જયારે “કનક” અને હર્ષ જોડે હાથ પકડી તોફાની મોજા પર દુર નીકળી જતા.તે બિચારી ખુબ ગરીબ હતી. પિતા એક દિવસ હોળી લઈને ગયા તો પાછા જ ના આવ્યા, હોળી ડૂબી ગય. ત્યારથી “માં” માછલી પકડીને ગમે તેમ બે બાળકો નું પાલન કરતી. કનક નાના – નાના શંખો ની માળા બનાવી વેચતી. મંજરી ને તે કાળી છોકરી નહતી ગમતી. હર્ષ ની સાથે તેની દોસ્તી તો જરા પણ પસંદ નહતી. એક દિવસ હર્ષએ જોયું કે તેના પિતા કેટલા દિવસ થી એક રમકડું બનાવા માં લાગેલા છે. તે એક પક્ષી હતું, જે રંગ બેરંગી સીપ થી બનાવેલું હતું હર્ષ ઘણા સમય સુધી તેને જોતો રહ્યો પછી પૂછયું “બાબા આ કોના માટે બનાવ્યું છે?” કલાકારે જવાબ આપ્યો “આ સૌથી સુંદર છોકરી માટે છે મંજરી સુંદર છે ને? બે દિવસ પછી તેનો જન્મ દિવસ છે. તે દિવસે આ પક્ષી ને તેને ભેટ માં દેજે.”હર્ષ ની ખુશીનો પાર ના રહ્યો તે બોલ્યો “હા હા, બાબા હું જરૂર આ પક્ષી મંજરી ને આપીશ. અને તે દોડીને મંજરી પાસે ગયો તેને દરિયા કિનારે લઇ ગયો અને વાતો કરવા લાગ્યો પછી બોલ્યો “બે દિવસ પછી તારો જન્મ દિવસ છે” “હા પણ, તને કોણે કહ્યું?” “બાબા એ ! હા, તે દિવસ તું શું કરીશ ?”

“સવારે ઉઠીને સ્નાન કરીશ પછી બધા ને પ્રણામ કરીશ ઘરે હોય તો બહેનપણી ને જમવા બોલવું. અહી પણ જમાડીશ.” અને એમ વાતો કરતા કરતા ન જાણે કયારે ઉભા થઈને દુર સમુદ્ર માં ચાલ્યા ગયા સામે એક નાની ચટ્ટાન હતી હર્ષે કહ્યું “આવ તે નાની ચટ્ટાન સુધી જાય” મંજરી ઘણી નીડર થઇ ને ચાલતી હતી તે બોલી “ચાલો, ત્યાંજ હર્ષએ જોયું કે કનક મોટા ચટ્ટાન પર બેઠી હતી કનક એ બુમ પાડી “હર્ષ અહી આવ.” હર્ષ એ જવાબ આપ્યો, “મંજરી ત્યાં નહિ આવી શકે તું અહી આવી જા.” હવે મંજરીએ પણ કનક ને જોઈ. તેને ઈર્ષા થઇ. હું કેમ ત્યાં નહિ જઈ શકે હું શું તેનાથી કમજોર છું.

તે એમ વિચારી રહી હતી ત્યાં તેને એક ખુબ સુંદર શંખ જોયો. મંજરી અજાણ રીતે તે તરફ આગળ વધી રહી હતી ત્યાંજ એક મોટા મોજા એ તેના પગ ને ઉખાડી નાખ્યા અને તે ચટ્ટાન ની દિશા માં વહેવા લાગી તેના મોં માં ખારું પાણી ભરાય ગયું. તેને હોશ ના રહ્યો. આ બધું અચાનક થઇ ગયું હર્ષએ જોયું અને બુમ પડી તે આગળ વધ્યો પણ ત્યાં એક વધુ મોજા આવ્યા અને તેને મંજરી થી વધુ દુર કરી દીધો. હવે નક્કી કે મંજરી મોટી ચટ્ટાન સાથે ટકરાઈ જાશે. પરંતુ તેજ ક્ષણે કનક તે મોજા અને મંજરી ને વચ્ચે કુદી અને તેના હાથો માં પકડી લીધી. બીજી ક્ષણે ત્રણેય નાની ચટ્ટાન પર હતા હર્ષ અને કનક એ મળીને મંજરી ને સુવડાવી અને પાણી બહાર કાઢયું, તેણે આંખો ખોલી ને જોયું. તેને જરા પણ લાગ્યું નહતું. પરંતુ તે વારંવાર કનકને જોતી હતી. પોતાના જન્મ દિવસ ની પાર્ટી ના પ્રસંગે મંજરી બિલકુલ ઠીક હતી. તેને બધા બાળકો ને જમવા બોલાવ્યા. બધા તેના માટે કઈક ને કઈક ભેટ લાવ્યા હતા બધા ના અંતે કલાકાર નો વારો આવ્યો. તેને કહ્યું “હું સુંદર છોકરી માટે સૌથી સુંદર રમકડું બનાવ્યું છે, તમે જાણો છો તે છોકરી કોણ છે? તે છે મંજરી.”
બધા એ ખુશીથી તાળીઓ પાડી હર્ષ પોતાની જગ્યા એ થી ઉભો થયો અને ખુબ પ્રેમ થી તે સુંદર રમકડું મંજરીના હાથમાં આપ્યું મંજરી વારંવાર તે રમકડાને જોયા કર્યું અને ખુશ થતી રહી.
પરંતુ બે ક્ષણ પછી અચાનક મંજરી પોતાની જગ્યા થી ઉઠી. તેના હાથમાં તે સુંદર પક્ષી હતું તે ધીમે ધીમે ત્યાં આવી જે જગા ઉપર કનક બેઠી હતી. તેણે ખુબ સ્નેહ ભર્યા સ્વરમાં કહ્યું “આ પક્ષી તારું છે સૌથી સુંદર છોકરી તું જ છે.” અને એક ક્ષણ માટે તો બધા આશ્ચર્ય થી જોઈ રહ્યા પછી જયારે સમજ્યા ત્યારે બધા એ મંજરીની ખુબ પ્રશંસા કરી કનક પોતાની પ્રેમાળ આંખો થી ફક્ત મંજરીને જોતી હતી અને દુર દરિયામાં મોજા બુમો પાડી – પાડીને તેને અભિનંદન આપતા હતા.

લેખક – Vishal Singdiya
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!