દિલધડક સ્ટોરી નારી વિશે નીરવ પટેલ લેખકની કલમે વૈવાહિક-જીવન

આલીશાન મહેલથી લઈને ઝૂંપડામાં પોતાના પતિનો માર સહન કરીને પણ પોતાના ચહેરા ઉપર સ્મિત રેલાવતી સ્ત્રીની વાત વાંચો

એક સ્ત્રી ની વાત……

લગ્ન પહેલા પોતાના પિયરઘરમાં રહેતી એક છોકરી, કેટલા ઉલ્લાસ અને આનંદ સાથે પોતાનું જીવન વિતાવતી હોય, કેટ કેટલા અભરખા એને જોયા હોય, પોતાના જીવનમાં આવનાર જીવન સાથી પાસે એને કેટકેટલી અપેક્ષાઓ, કેટ કેટલા સપનાં, કેટ કેટલા અરમાન સેવ્યા હોય, પરંતુ એ સ્ત્રી ના સપનાં શું સાસરીયે જતાં પુરા થાય છે ખરાં ?
સાસરે જતી એ સ્ત્રી નો શરૂઆત નો જીવન તબક્કો તો આનંદ ભરેલો હોય પણ, સમય જતાં એ કચડાતી હોય છે, જો પતિ સારો મળ્યો તો એનો જીવન ઉલ્લાસ જળવાઈ રહે છે, બાકી તો સ્ત્રીનું જીવન દુઃખ દર્દથી અને અપાર વેદનાથી ભરેલું હોય છે, વાત હું સુખી સ્ત્રીની નથી કરવા માંગતો જે પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ થી વિતાવી રહી છે. આજે એવી સ્ત્રીની વાત કરવા જઈ રહ્યો છું જે સમાજના ઊંચા વર્ગ થી લઇ ને ગરીબ ઝૂંપડામાં પણ એક જ હાલે જીવી રહી છે.
સમાજ માં રહેતી એ સ્ત્રી પોતાના પતિની અસંખ્ય યાતનાનો ભોગ બની, એનો શારીરિક, માનસિક ત્રાસ સહન કરી ને પણ પોતાના પરિવારની ઈજ્જત ના લજવાય તેના માટે કેટકેટલું સહન કરી ને પણ ઘરની ચાર દીવાલો માં ચુપ થઇ ને બેસી રહે છે, પોતાનો પતિ જો નશો કરી ને ઘરે આવે, અને એની સાથે મારઝૂડ કરે તો પણ તે માર ખાઈને દુનિયા સામે હસ્તો ચહેરો રાખે છે. સવાર થી સાંજ સુધી બધી જવાબદારી નું વહન કરીને રાત્રે વગર વાંકે માર ખાઈ ને એ સ્ત્રી ઓશીકું ભીનું કરી ને સુઈ જાય..સવારે પાછો એજ દિવસ.. એજ વાત… એજ કામ…. એજ ઝઘડા, મારનો પ્રકાર જ બદલાય, ક્યારેક હાથ હોય તો ક્યારેક હાથમાં રહેલી કોઈ વસ્તુ, અને કઈ ના હોય તો એનો વાળ પકડી દીવાલમાં પછાડતાં પુરુષોનો જુલ્મ આ સમાજ માં કેટ કેટલી સ્ત્રીઓ સહન કરી રહી છે, આવા પુરુષો માટે સ્ત્રી માત્ર એક વાસનાનું સાધન સિવાય બીજું કઈ નથી, જયારે સ્ત્રી એ પુરુષની દરેક ઈચ્છા પુરી કરે, રડતા મો એ પણ પોતાના પતિ ને ખુશ રાખે, અને તે છતાં બદલામાં મળે શું એને ? માર ! દર્દ ! યાતના ! પીડા !
એ સ્ત્રી પોતાની વાત કોઈને કરી પણ શકતી નથી, કારણ કે એ એના પરિવારની ઈજ્જત નો પ્રશ્ન બની જાય છે, અને લોકો ને વાતનું વતેસર જ કરવું હોય, ના પોલીસ કેસ કરી શકે ના એ બધું છોડી ક્યાંક જઈ શકે કારણ કે એને એજ ઘરમાં પોતાનું જીવન વ્યથિત કરવાનું હોય, બાળકો મોટા થઇ ગયા હોય એમના કારણે એ કઈ પણ પગલું ભરી શકતી નથી, અને કદાચ ડિપ્રેશનમાં આવી ને આવી સ્ત્રી મૃત્યુ ને વહાલું પણ કરી લેતી હોય છે.
પોતાના પતિનો પ્રેમ ના મળતા એ સ્ત્રી બીજા પાસે પ્રેમની અપેક્ષા રાખવા જાય, એને પણ ઈચ્છા હોય પોતાની લાગણી વ્યક્ત કરવાની ! પોતાના દર્દ વહેંચવાની ! અને સમાજ આ સંબંધને ના સ્વીકારે.. સ્ત્રી ને જ વ્યભિચારી કહે… અરે એને ખોટું શું કર્યું છે ? બસ પોતાની પ્રેમેચ્છા જ તો વહેંચી છે ? ના પણ સમાજ આ સંબંધને આડો સંબંધ નામ આપે, તો શું કરે એ સ્ત્રી ? કોઈની પાસે છે આનો જવાબ ? પોતાના દુઃખો એ કોની આગળ ઠાલવે ? પોતાના હૈયામાં ઉઠતા જ્વાળામુખીને એ ક્યાં જઈ શાંત પાડે ? બસ આપડે શું ? આપડે તો સુખી લોકો એટલે આપણને આનાથી કોઈ ફેર ના પડે.. પણ વાત વિચારવા જેવી છે, કદાચ કોઈ પરણેલી સ્ત્રી ના પ્રણય સંબંધ પાછળ તમે આંગળી તો ઉઠાવી શકો પણ એ બાબતનું પણ ધ્યાન રાખવું કે કેવા સંજોગોમાં એ પ્રણય સંબંધ ને એને પોતાના જીવન માં સ્થાન આપ્યું છે…
સલામ છે એવી સ્ત્રી ને જે પોતાના શરીર પર સેંકડો ઉઝરડા વેઠી ને પણ પોતાના પરિવાર ને ખુશ રાખે છે.
સલામ છે એવી સ્ત્રી ને જે હૃદયમાં ધગ ધગતો જ્વાળામુખી રાખી ને પણ ચહેરા પર સ્મિત રાખે છે.

આપ પણ આપના વિચારો આ પોસ્ટ પર આપો.. ખુલ્લા દિલે…
લે. નીરવ પટેલ “શ્યામ”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks