લેખકની કલમે

એક દીકરીની વિનંતી…પપ્પા, એકવાર તો લોકોની વાત છોડીને મારી વાત સાંભળો !

રાજેશ્વરીને જોવા માટે કેટલાક મહેમાન આવ્યા હતાં. રાજેશ્વરી ખૂબ જ ખુશ હતી અને એના રૂમમાં એની નાની બહેન રિયા રાજેશ્વરી માટે કપડાં નક્કી કરતી હતી. ડ્રોઈંગ રૂમમાં બધા મહેમાન બેઠા હતા અને રાજેશ્વરીના મમ્મી-પપ્પા અને કાકા-કાકી રાજેશ્વરી વિશે વાત કરતાં હતાં ! રાજેશ્વરીના પપ્પા બોલ્યા, અમારી દીકરી કામ સિવાય ઘરની બહાર પગ જ નથી મૂકતી અને સંસ્કારમાં પણ મોખરે છે અમારી દીકરી. થોડીવાર બાદ રિયા રાજેશ્વરીને લઇને આવી અને કુણાલ અને રાજેશ્વરી સામસામે બેઠા હતા. કુણાલના પપ્પાએ રાજેશ્વરીને કેટલીક વાતો પૂછી અને રાજેશ્વરીના પપ્પાએ પણ કુણાલ સાથે કેટલીક વાતો કરી. કુણાલના પપ્પાએ રાજેશ્વરીના પપ્પાને કહ્યું, હવે બન્ને એકબીજા સાથે વાત કરી લે એટલે આપણે નિર્ણય લઈએ. કુણાલ અને રાજેશ્વરી ઉપરના રૂમમાં જાય છે અને રાજેશ્વરી અને કુણાલ વાતો કરે છે અને અડધો કલાક બાદ નીચે આવે છે. મહેમાન જાય છે અને સાંજે કુણાલના પપ્પાનો આવે છે અને એમની હા હોય છે. રાજેશ્વરીના પપ્પા રાજેશ્વરીને પૂછે છે, બેટા છોકરો કેવો છે ? રાજેશ્વરી કહે છે, પપ્પા છોકરો તો સારો પણ થોડો ભોળો છે ! રાજેશ્વરી અને એના પપ્પા બંને હસે છે. રાજેશ્વરીના પપ્પાના ચહેરા પર એક ઉદાસી દેખાય છે અને રાજેશ્વરી એના પપ્પાને કહે છે, પપ્પા મારી વિદાયની વાત આવે અને તમે કેવા ઉદાસ થઈ જાઓ છો ! એક કામ કરીએ હું લગ્ન જ નહીં કરું, એટલે હંમેશ અહીં જ. રાજેશ્વરીના પપ્પા એને મજાકમાં કહે છે, તારો પતિ ઘર જમાઈ બનીને રહે એ મને ના ગમે ને ! આટલું કહેતા જ રાજેશ્વરી ખડખડાટ હસી પડે છે.

અઠવાડિયા બાદ મુહૂર્ત જોવામાં આવે છે અને પંદર દિવસ પછી કુણાલ અને રાજેશ્વરીની સગાઈ નક્કી થાય છે. રાજેશ્વરી અને એનો આખો પરિવાર ખૂબ જ ખુશ હોય છે. રાજેશ્વરી મોડી રાત સુધી કુણાલ સાથે વાતો કરતી હોય છે ! એક રાત્રે રાજેશ્વરી કુણાલ સાથે વાતો કરતી હોય છે ત્યારે મયંકનો મેસેજ આવે છે. મયંક રાજેશ્વરી સાથે કૉલેજમાં ભણતો હતો અને બન્ને ખૂબ જ સારા મિત્રો હતાં. મયંક રાજેશ્વરીને પૂછે છે,શું ચાલે છે ? રાજેશ્વરી કહે છે, મારી સગાઈ છે આવતા અઠવાડિયે…! મયંકે કહ્યું, અરે…વાહ. આમ મયંક અને રાજેશ્વરી વાત વળગી જાય છે. કુણાલ મેસેજ પર મેસેજ કરતો હોય છે પણ રાજેશ્વરી ઓનલાઈન હોવા છતાં રીપ્લાય નથી આપતી. થોડીવાર બાદ કુણાલનો કોલ આવે છે અને કહે છે, રાજેશ્વરી કેમ રીપ્લાય નહોતી આપતી ? રાજેશ્વરી ખોટું બોલે છે અને કહે છે, સૉરી કુણાલ હું વોશરૂમમાં હતી. સ્વાભાવિક વાત છે કે રાજેશ્વરી કુણાલને એમ કહે કે હું મારા મિત્ર સાથે વાત કરતી હતી તો કુણાલને ખોટું લાગે અને રાજેશ્વરી કુણાલને ખુશ રાખવા માંગતી હતી.બીજા દિવસે પણ જ્યારે રાજેશ્વરી અને કુણાલ વાતો કરતાં હોય છે અને ત્યારે મયંકનો મેસેજ આવે છે અને રાજેશ્વરી મયંક સાથે વાત વળગી જાય છે ! આવું સતત ત્રણ દિવસ સુધી ચાલે છે અને કુણાલ અને રાજેશ્વરીનો ઝઘડો થઈ જાય છે ! રાજેશ્વરી કુણાલની માફી માંગે છે અને મયંક સાથે વાત કરવાનું બંધ કરી દે છે. દરરોજ કુણાલ સાથે જ રાજેશ્વરી વાત કરતી હોય છે. મયંક દરરોજ રાત્રે રાજેશ્વરીને મેસેજ કરે છે પણ રાજેશ્વરી રીપ્લાય નથી આપતી અને એક દિવસ સાંજે મયંકનો ફૉન આવે છે. મયંક રાજેશ્વરીના ગામમાં આવવાનો હતો અને એ રાજેશ્વરીને મળવા માંગતો હતો. રાજેશ્વરી મયંકનો મળવા માટે તૈયાર થઈ જાય છે. મયંક ત્રણ દિવસ પછી રાજેશ્વરીને મળવા આવવાનો હતો. ઘરમાં બધા જ લોકો સગાઈની તૈયારીમાં વ્યસ્ત હતાં. ત્રણ દિવસ બાદ મયંક રાજેશ્વરીને મળવા માટે આવે છે અને બંને શહેરના એક કેફેમાં મળે છે.રાજેશ્વરી મયંક સાથે ઘણી વાતો કરે છે અને મયંક પણ રાજેશ્વરી સાથે ખુશ હોય છે. બન્ને કેફેમાં મળ્યાં બાદ છુટા પડે છે અને રાજેશ્વરી એના ઘરે જાય છે. રાજેશ્વરી ઘરે હોય છે ત્યારે કુણાલના પપ્પાનો ફૉન આવે છે અને રાજેશ્વરીના પપ્પા બોલે છે, બોલો બોલો…..વેવાઈ કેવી ચાલે છે તૈયારી….! કુણાલના પપ્પા કહે છે, તમારી દીકરીને જ ખબર કે કેવી તૈયારી ચાલે ! રાજેશ્વરીના પપ્પાએ કહ્યું, મને કંઈ સમજાયું નહીં ! કુણાલના પપ્પા કહે છે, તમારી દીકરી તમારાથી છુપાઈને કોઈ છોકરાને મળવા માટે કેફેમાં જાય છે તો એ તો સારી તૈયારી કરે છે ને સગાઈની ! રાજેશ્વરીના પપ્પા કહે છે, તમારાથી વેવાઈ કંઈ ભૂલ થતી હશે, એવું ના હોય ! કુણાલના પપ્પા કહે છે, જે પણ હોય હું આ સગાઈને અત્યારે જ તોડી દઉં છું. કુણાલના પપ્પા ફોન કાપી નાંખે છે અને રાજેશ્વરીને ગુસ્સામાં પૂછે છે, તું કોઈને મળવા ગઈ હતી ? રાજેશ્વરી કહે છે, પપ્પા, મયંક મારો જૂનો મિત્ર છે. આ સાંભળતા જ રાજેશ્વરીના પપ્પા રાજેશ્વરીને લાફો મારે છે ! રાજેશ્વરી રડતાં રડતાં કહે છે, પપ્પા મારી એક વાત તો સાંભળો ! રાજેશ્વરીના પપ્પા કહે છે, મારે તારી એકપણ વાત નથી સાંભળવી !

લેખન સંકલન : પ્રદિપ પ્રજાપતિ
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!