લેખકની કલમે

એક અનોખું અભિયાન ! પપ્પાએ કહ્યું, તમે એક નાની શરૂઆત કરો અને પહેલા 10-20 ગરીબ બાળકોને જમવાનું આપો અને ધીમે ધીમે આ સંખ્યામાં વધારો કરો…

સવારે પાંચ વાગ્યે હું તૈયાર થઈ ગઈ, શિયાળાની ગુલાબી ઠંડીમાં અમે બધા મિત્રોએ ભેગા મળીને સોશિયલ સર્વિસ કરવાનું નક્કી કર્યું હતું. અમે દસ ફ્રેન્ડ્સ સાથે મળીને એક ગાર્ડનની સફાઈ કરવાનું વિચાર્યું હતું. મેં સમીરને સવારે છ વાગ્યે ફૉન કર્યો અને કહ્યું, હેલો….ઉઠ્યો કે નહીં ? સમીરે કહ્યું, હા, ઉઠીને તૈયાર પણ થઈ ગયો છું ! મેં કહ્યું, ગ્રેટ ! આમ મેં બધા જ ફ્રેન્ડ્સને ફૉન કર્યા. બધા જ મિત્રો ગાર્ડનમાં ભેગા થયા અને પોતપોતાનું કામ શરું કર્યું. મારું કામ બધો કચરો ભેગો કરીને ડસ્ટબીન નાખવાનું હતું. આઠ વાગ્યા સુધીમાં અમે ગાર્ડન ક્લીન કરી નાખ્યું ! હાથ-પગ ધોઈને અમે રાજુકાકાના પાલખ પકોડા ખાવા બેઠા. દર રવિવારે અમે કંઈક સોશિયલ વર્ક કરીને રાજુકાકાને ત્યાં નાસ્તો કરતાં. અમે નાસ્તો કરતાં હતાં ત્યારે એક નાનો છોકરો ભીખ માંગવા આવ્યો અને ત્યારે અંજલી બોલી, બેટા તને ભૂખ લાગી છે !

ત્યારે એ છોકરાએ હા પાડી અને અંજલીએ તેને બાજુમાં બેસાડીને નાસ્તો કરાવ્યો ! એ નાનો છોકરો નાસ્તો કરતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે આવા ગરીબ છોકરાઓ માટે શું કરી શકાય ? મેં આ વાત ગ્રુપમાં કહી અને બધાએ અલગ અલગ વાત કરી અને એમાંથી રોહને કહ્યું, વિધિ આપણે એક એવું નેટવર્ક બનાવીએ કે જેમાં આપણે આવા ગરીબ બાળકોને સારું જમવાનું આપી શકીએ ! મેં કહ્યું, રોહન તારો આઈડિયા ખૂબ જ સારો છે, પણ આપણે આ માટે કોઈ સ્પોન્સર શોધવો પડશે. રોહને કહ્યું, હા વિધિ, તારી વાત પણ સાચી છે. મેં કહ્યું, એક કામ કરીએ, આપણે આજે સાંજે મળીએ અને સ્પોન્સર શોધવા માટે એક પ્રપોઝલ બનાવીએ.

અમે દસે દસ મિત્રો સાંજે પાંચ વાગ્યે મારા ઘરે મળ્યા અને બધી ચર્ચા કરી પણ એ નેટવર્ક કેવી રીતે બનાવવું એજ ખ્યાલ નહોતો આવતો. મારા પપ્પા આવ્યા અને કહ્યું, બેટા તમે બધા એક કામ કરો ! મેં કહ્યું, શું પપ્પા ? મારા પપ્પાએ કહ્યું, તમે એક નાની શરૂઆત કરો અને પહેલા દસથી વીસ ગરીબ બાળકોને જમવાનું આપો અને ધીમે ધીમે આ સંખ્યામાં વધારો કરો. સચિન બોલ્યો, વાહ…અંકલ શું મસ્ત આઈડિયા આપ્યો છે ! મેં કહ્યું, હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. રોહને કહ્યું, તો ફ્રેન્ડ આપણે આ શનિવારે અને રવિવારે આપણા ઘરેથી કંઈક બનાવીને લઈ આવીશું અને ગરીબ બાળકોને આપીશું ! શનિવાર આવ્યો અને અમે બધા મિત્રો ભેગા થયા અને બધા જ કંઈક ને કંઈક ખાવાનું લઈને આવ્યા હતાં. વારાફરતી બધાએ ગરીબ બાળકોને જમવાનું આપ્યું અને એમના ચહેરા પર આવતું સ્મિત અમારું વળતર હતું. એક જગ્યાએ સાતથી આઠ મહિનાનું બાળક કચરામાં બેઠું હતું અને કચરા માંથી કંઈક વીણીને ખાતું હતું ! એ જોઈને મારી આંખો ભરાઈ આવી ! એ બાળક એકલું હતું અને એના મમ્મી બાજુમાં ઉભા હતાં ! મેં પૂછ્યું, બેન, તમારું બાળક કચરામાં બેઠું છે અને તમને કંઈક જ ચિંતા નથી થતી ? એમણે કહ્યું, મેડમ અમને ખાવાનું માંડ માંડ મળે છે તો અમે આને કેમ પૂરું પાડીએ ? મેં કહ્યું, અમે કામ કરીએ ! એ બેન બોલ્યા, શું મેડમ ? મેં કહ્યું, અમે તમારા બાળક માટે જમવાનું લઈને આવીએ પણ સામે તમારે ધ્યાન રાખવું પડશે ! અમે એ નાના બાળક માટે સાબુ અને બેબી ઓઇલ લઈ આવ્યા અને થોડો નાસ્તો અને કપડાં પણ લઈને આવ્યા !

સચિન અને સમીરે પાણી ગરમ કર્યું અને મેં અને અંજલીએ બાળકને નવડાવ્યું અને બેબી ઓઈલથી માલિશ કરીને નવા કપડાં પણ પહેરાવ્યા ! રોહન એ બાળક માટે ચાદર લઈ આવ્યો અને બાળકને જોઈને એની મમ્મી રડવા લાગી અને અમને પગે લાગવા લાગી ! મેં કહ્યું, બેન હવે તમે તમારા બાળકનું બરાબર ધ્યાન રાખજો અને એને સમયસર જમવાનું અને ચોખ્ખું પાણી આપજો ! એ બેન બોલ્યા, ભલે મેડમ ! રાત્રે ઘરે પહોંચીને અમને એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થયો અને નક્કી કર્યું કે બધા યુવાનોને ભેગા કરીને કંઈક ચેન્જ તો લાવીશું જ ! રવિવારે સવારે અમે શિડયુલ પ્રમાણે ગાર્ડનની સફાઈ કરી અને રાજુકાકાને ત્યાં નાસ્તો કરતાં સમયે અમે એક ફેસબુક પેજ બનાવીને એક મુવમેન્ટની શરૂઆત કરી અને ધીમે ધીમે અમારું અભિયાન પાટા પર આવ્યું અને દર શનિવારે અને રવિવારે ઘણા યુવાનો અમારી સાથે ગરીબ બાળકોની મદદ કરવા માટે આવવા લાગ્યા. અમે એક વેબસાઈટ પણ બનાવી અને અમારું આખુ વર્ક દુનિયાને દેખાય અને વધારેમાં વધારે લોકો અમારા અભિયાનનો હિસ્સો બને એવા પ્રયાસ પણ કર્યા. ધીમે ધીમે અમને દેશ-વિદેશ માંથી ડોનેશન પણ મળવા લાગ્યું અને આ અભિયાન અમે એક શહેર પૂરતું ન રાખીને ગુજરાતના બીજા શહેરોમાં પણ શરું કર્યું.

લગભગ ત્રણ મહિના બાદ આ અભિયાનમાં પોલિટિક્સ જોવા મળ્યું અને કેટલાક યુવાનો આ અભિયાનના વિરોધમાં થઈ ગયા અને અમારા ગ્રુપ વિશે ખોટો પ્રચાર કરવા લાગ્યા ! મેં અમારા ગ્રૂપના મેમ્બરને મિટિંગ માટે મારા ઘરે બોલાવ્યા અને કહ્યું, ફ્રેન્ડ્સ હવે આપણી મુવમેન્ટ ‎ખોટી દિશામાં જઈ રહી છે અને હવે આપણે કંઈક તો કરવું જ પડશે ! અંજલી બોલી, તો શું આપણે આ અભિયાન બંધ કરવું પડશે ? મેં કહ્યું, ના બંધ તો કોઈપણ ભોગે નહીં જ થાય ! ત્યારે રોહને કહ્યું, તો કંઈક એવું કરીએ કે આપણું અભિયાન સુરક્ષિત રહે અને જેમ ચાલે છે તેમ ચાલતું જ રહે ! હાર્દિકે કહ્યું, આપણે ગવર્નમેન્ટને જ આપી દઈએ તો ? રોહને કહ્યું, તો તો બીજા દિવસે જ આ મુવમેન્ટનો એન્ડ આવશે ! અંજલી બોલી, તો આપણે કોઈ પ્રાઇવેટ સંસ્થાને આપીએ તો ? સમીર બોલ્યો, આપણે કોઈ મલ્ટી નેશનલ કંપનીને સી.એસ.આર માટે આપીએ તો ? મેં કહ્યું, આ કંઈક સારો આઈડિયા છે ! રોહને કહ્યું, શું આ સિક્યોર રહેશે ? મેં કહ્યું, હા, કોર્પોરેટમાં આ સિક્યોર રહેશે ! અમે બધા ભેગા મળીને એક પ્રપોઝલ બનાવ્યું અને એક મલ્ટી નેશનલ કંપનીને આપ્યું અને એ કંપનીએ અમારા મુવમેન્ટના વખાણ કર્યા અને પ્રપોઝલ એક્સેપ્ટ પણ કરી લીધુ ! અમને હવે શાંતિ થઈ અને અમે જાતિવાદને હટાવવાનું એક નવું અભિયાન શરું કર્યું ! લેખક – પ્રદીપ પ્રજાપતિ

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks