ઓનલાઈનના જમાનામાં ગાળિયા કરવાના નવા નવા નુસખા સામે આવી રહ્યા છે!! વાંચો આ આંખો ખોલી દેનાર વાર્તા ને વિચારો કે ક્યાંક તમારી સાથે પણ આવું તો નથી થયું ને!

0
1

ભીમજીભાઈ દુકાન બંધ કરીને હજુ સુતા હતા એને અર્ધી કલાક થઇ હતી. પત્ની દિશા સિલાઈ કામ કરતી હતી. છોકરો અને છોકરી નિશાળે ગયાં હતા. દુકાન ઠીક ઠીક હાલતી હતી પણ આમેય બપોર વચાળે ઘરાકી ખાસ હોય નહિ એટલે બેઠાં બેઠાં દુકાને ઝોલાં ખાવા એના કરતાં રોજ દોઢ થી અઢી સુઈ જવાનું. અને આમેય બપોરે એક કલાક સુઈ જવાય એટલે થાકોડો પણ ઉતરી જાય એવી ગણતરી ખરી!! આમ તો ત્રણ પેઢીથી દુકાનવાળો ધંધો હતો. ટાઢા છાયાનો ધંધો. આમને આમ ગુજરાન ચાલી જતું હતું. ઘટતુંય નહિ અને બહુ કાઈ વધતુંય નહિ!! બસ બે છેડા ભેગા થઇ જતાં એમાં મીનમેખ નહિ!! હજુ પૂરું ઊંઘ આવી જ નહોતી ત્યાં મોબાઈલ રણકયો!! મોઢું મચકોડીને ભીમજીભાઈએ મોબાઈલ હાથમાં લીધો અને એની પત્ની દિશા બોલી.

“ ખરા બપોરે પણ મારા સાળા સખ લેવા દેતા નથી. આ કંપની વાળા પણ ખરા ટાંકણે જ ફોન કરે છે. સખેથી સુવું હોયને તો આ મોબાઈલ બંધ જ કરી દેવાય. અને આપણે એવો ક્યાં કોઈ મોટો વહીવટ છે કે મોબાઈલ વગર હાલે જ નહિ” દિશાનું ભાષણ વધારે ચાલે એમ હતું પણ ભીમજીએ હાથના ઇશારેથી કહ્યું કે તું શાંત રહે અને સીવવામાં ધ્યાન દે તો સારું!!

“હલ્લો મૈ કમલેશ્વર બાત કર રહા હું!! હલ્લો આપકો મેરી આવાઝ આ રહી હૈ??” મોબાઈલમાં કોઈ હિન્દી ભાષી વાત કરી રહ્યો હતો.
“ બોલો આપકી આવાઝ આ રહી હૈ” ભીમજીભાઈએ ગામઠી હિન્દીમાં કહ્યું.
“ ક્યાં મેરી બાત ભીમજીભાઈ નરશીભાઈ પટેલ સે હો રહી હૈ” સામેથી અવાજ આવ્યો.
“ હા હમ ભીમજીભાઈ પોતે બોલતા હૈ!! ક્યાં કામ હૈ બપોર કો!! જો બોલના હૈ વો સબ દઈને બોલો મુજે ઊંઘના હૈ”” ભીમજીભાઈની એક પોતીકી હિન્દી હતી એ પોતીકી હિન્દીમાં જવાબ આપી રહ્યા હતા.

“ બાત ઐસી હર સર કી આજ સે સાત સાલ પહલે આપને એક ન્યુ ગોલ્ડન લાઈફ ઇન્સ્યુરન્સ કંપની કી ઓર સે આપને એક બીમાકી પોલીસી લી થી. આપને પહલે પ્રીમીયમ કી રાશી જમા કી થી. આપને બયાલીસ હજાર રૂપિયા કંપનીમેં જમા કરવાયા થા. બાદમે સાત સાલ બીત ગયે આપને કોઈ રકમ જમા નહિ કરવાઈ. ક્યાં મૈ ઉસકી વજહ જાન સકતા હું કી આપને પ્રીમીયમ કી રાશી કયો જમા નહિ કરવાઈ?” કમલેશ્વરે માંડીને વાત કરીને ભીમજીભાઈ એ મનની કડવાશ એની પર ઉતારી.

Image Source

“ વો એક મેરા સંબંધી થા ઉન્હોને બડી ભીંસ લગાકર મુજે યહ જો આપ કહ રહે હેના ગોલ્ડન વીમા કી પોલીસી બટકાવી દીધેલ હૈ. બાદમેં કયા હુઆ કી મેરી બીવી દો સાલ બીમાર રહી. વો સાજી હો ગઈ બાદમે મૈ બીમાર હો ગયા ઔર ફિર ઐસી મંદી આયી કી મૈ રકમ જમા નહિ કર શકા. તીન સાલ તક વીમા વાળા ફોન કરતા થા કી રાશી જમા કીજીયે!! રાશી જમા કીજીયે. મૈ અપની મજબુરી ઉનકો બતાતા થા લેકિન સાલે સુનતે હી નહિ થા. બાદ મેં ચોથે સાલ ઉનકા ફોન આયા ઔર મેને ઉસે ઐસા ઘચકાયા કી બાદ મેં ફોન હી નહિ આતા થા. આજ સાત સાલ કે બાદ ફિર સે આપકા ફોન આયા હૈ લગતા હૈ આજ ફિર સે ઘચકાના પડેગા” ભીમજીભાઈની વાત સાંભળીને સામે થોડીક વાર શાંતિ છવાઈ ગઈ પછી કમલેશ્વરે વાત શરુ કરી.

“ હમ આપકી દિક્કત સમજ શકતે હૈ. હમ યહ ભી સમજ શકતે હૈ કી એજન્ટને આપકો ગુમરાહ કિયા હૈ. આપ કી ફાઈનાન્શિયલ પ્રોબ્લેમકી વજહ છે આપ રાશીકા ભુગતાન નહિ કર પાયે. જી કોઈ બાત નહિ. અબ આપકે પાસ દો ઓપ્શન હૈ. ઇક આપ બાકી કી રાશીકા ભુગતાન કરકે પોલીસી શુરુ રખ શકતે હૈ યા આપ પોલીસી કેન્સલ કરવા સકતે હો. મૈ આપકો યહ એક નંબર લીખાતા હું વો લીખ લીજીયે. હમારી કંપનીકા વો બહોત બડા અફસર હૈ ઉનકા નામ મુરારી શર્મા હૈ!! મૈ આપકી જો મેટર હૈ વો ઉનકો મેઈલ કરતાં હું. આપ કલ ઉનસે બાત કીજીએગા. આપ કો મૈ એક હિદાયત દેના ચાહૂંગા કી આપ બડી વિનમ્રતા સે ઉનકે સામને પેશ આઈયેગા. આપકી બાત ઉનકી સમજમેં આ જાયેગી તો આપકા પૈસા વો લૌટા દેંગે!! કઈ પોલીસી ધારકકો ઉન્હોને રકમ વાપીસ કર દી હૈ!! વો બહોત હી સજ્જન ઓફિસર હૈ!! આપકા દિન શુભ રહે!!” કહીને કમલેશ્વરે મોબાઈલ કટ કરી દીધો. ભીમજીભાઈ હવે ઉભા થઇ ગયા હતા કમલેશ્વરે લખાવેલ મોબાઈલ નંબર તરફ એ જોઈ રહ્યા. સાત વરસ પહેલા ગયા ખાતે ભરેલ વીમાનું પ્રીમીયમ જો અત્યારે પાછું આવવાનું છે એ વિચારે એ કોટામાં આવી ગયા. દિશાએ ચા બનાવી ત્યાં સુધીમાં એ સાત વરસ પહેલા એનો ફઈનો છોકરો મયુર કઈ રીતે એને આ પોલીસી બટકાવી ગયો હતો એ યાદ આવ્યું.

મયુરે એની ઘરે આવી ને આંકડાની માયાઝાળ બતાવી હતી. દર વરસે ૪૦૦૦૦ ભરવાના. વીસ વરસ સુધી ભરવાના. વીસ વરસ પછી સોળ લાખ રૂપિયા પાછા મળશે એ પણ ટેકસ ફ્રી. અને પછીના વીસ વરસ સુધી દર મહીને વીસ હજારનું પેન્શન પણ મળશે. જો એક હપતો ભરાઈ જાય અને અવસાન થાય તો એ જ વખતે પોતાના વારસદારોને આઠ લાખ મળી જાય અને બાકીના વીસ વરસ સુધી દર મહીને વીસ હજારનું પેન્શન કુટુંબીજનોને મળે. પોતાની ઈચ્છા ન હોવા છતાં મયુરના દયામણા ચહેરો જોઇને એનું મન પીગળી ગયું હતું. વળી મયુરે કીધું હતું કે આવતા બે વરસ સુધી પોલીસીનું પ્રીમીયમ ભરી દઈશ તારે કોઈ કરતા કોઈ જ ઉપાધિ નહિ થાય ત્યારે પૈસા આપી દે જે અને ભીમજીએ કાળજું કઠણ કરીને ૪૦૦૦૦નું પ્રીમીયમ ભરી દીધું હતું. એક મસ્ત ફાઈલ આવી ગઈ હતી. પણ બીજા વરસે માર્ચ મહિનામાં દિશા બીમાર પડી. પોલીસીના પૈસાનો વેંત થયો નહિ. મયુરે કીધું કે હું ભરી દઈશ નહિ. પણ એણેય નો ભર્યા અને પછીના વરસે ૮૦૦૦૦ પ્રીમીયમ થઇ ગયું હતું. પછી તો નો ભરાણું એ નો જ ભરાણું. કંપનીમાંથી ફોન આવે એટલે આગલા વરસનો વદાડ કરવાનો અને ચોથા વરસે ફોન કરનારને એવો તો ઝાટક્યો અને એ પણ પોતાની ગામઠી હિન્દીમાં!!

Image Source

“ અબે સુન તું સાલા ઐસે ઉઘરાણી કરતા હૈ કી મૈને તુજસે બીયાજ પે પૈસે ના લિયા હો!! ઇક તો હમારે પૈસે સાલો તુમ તાગડધિન્ના કરતે હો.. બડે બંગલેમે ફરતે હો ઔર હમકો ધમકી દેતા હૈ કી આપકી પોલીસી લેપ્સ હો જાયેગી. વો હો જાયેગી. તો ભાડમેં જાયે તેરી પોલીસી.. મૈ યહ સમઝૂંગા કી મેરા ૪૦૦૦૦ કહી ગીર ગયા હૈ!! યાદ રખ આજ કે બાદ ફોન મત કરના વરના મેરા બાટલા ફટેગાના તો તેરી હાલત દેખને જૈસી હોગી!! રખ સાલા ફોન રખ” અને ત્યારબાદ કોઈ દિવસ વીમા બાબતનો ફોન નો આવ્યો ઈ નો જ આવ્યો. અને આજે આવ્યો અને એ પણ થોડાં સારા સમાચાર લઈને આવ્યો હતો. અને ભીમજીભાઈનો એ દિવસ ખુબજ કોટામાં ગયો.

બીજે દિવસે અગિયાર વાગ્યે ફરીથી કમલેશ્વરનો ફોન આવ્યો અને ભીમજીભાઈને પાછી રીમાઈન્ડર અપાવી કે તમે અત્યારેને અત્યારે મુરારી શર્મા સાથે શાલીનતાથી વાત કરી લો અને હું પણ તમારી પોઝીટીવ ભલામણ કરી દઈશ લગભગ એંશી ટકા તમારું કામ થઇ જશે. ભીમજીભાઈએ મુરારી શર્માને ફોન લગાવ્યો અને દસ મિનીટ સુધી વાત કરી. પોતાની પત્ની અને પોતાને થયેલ બીમારીની વાત કરી. પોતે મધ્યમવર્ગીય માણસ છે એમ પણ ભારપૂર્વક જણાવ્યું અને પોતાની રકમ મળી જાય એવી વિનતી પણ કરી છેલ્લે મુરારી શર્માએ કહ્યું.

“ આપકી બાત મૈ પૂરી તરહ સે સમજ ગયા હું.. ઠીક હૈ!! આપ એક કામ કીજીએગા આપ એક કમ્પ્લેઇન લીખ કે હમેં દેદો. આપકો એજન્ટને ગુમરાહ કિયા હૈ ઐસા ભી લીખ દો. બાદમે આપકા ઇક આઈ ડી પ્રૂફ, એક આપકા ફોટો ઔર આપકી પોલીસી કી એક ફોટો કોપી મુજે યહી નંબર પર વોટ્સએપ કર દીજિયે. આપકા કામ મૈ અગ્રીમતા સે આજ હી કર દુંગા. પર યાદ રહે કી અગર આપકા એજન્ટ આપકો દબાવ ડાલેગા કી કમ્પ્લેઇન વાપસ લો તો આપ કમ્પ્લેન વાપસ નહિ લોગો. મેરી રાય તો યહ હૈ કી આપ એજન્ટ સે બાત ભી મત કરના અગર વો આપકા કોન્ટેક કરતે હૈ તો. આજ શામ ચાર બજે આપકો હમારી કંપનીકી ઓર સે એક કોલ આયેગા. વો આપકો જો જો ડીટેઈલ કે બારે મેં પૂછતે હૈ ઉનકા સહી સહી જવાબ દેના!! મૈ આપકો પૂરી મદદ કરુંગા યહ મેરા વાદા રહા!! આપકા દિન શુભ રહે!!” કહીને મુરારી શર્માએ કોલ કટ કરી દીધો. તરત જ ભીમજીભાઈએ એક કાગળમાં કમ્પ્લેઇન લખીને તેનો ફોટો પાડીને વોટ્સએપમાં મુરારી શર્માને મોકલી આપ્યો.સાથે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ મોકલી આપ્યો. આધાર કાર્ડનો પણ એક ફોટો મોકલી આપ્યો.

Image Source

સાંજે સાડા ચારે એક બીજા નંબર પરથી કોલ આવ્યો. મનજીત કૌર કરીને એક યુવતીએ ભીમજીભાઈ સાથે વાતચીત કરી. પોલીસી નંબર પૂછ્યો. જન્મ તારીખ, રેસીડેન્સ એડ્રેસ વગેરે પૂછ્યું. પછી મનજીત કૌર એવું બોલી કે જેનાથી ભીમજીભાઈના રોમે રોમમાં ખુશીના દીવડા ઝળહળી ઉઠ્યા.

“ દેખિયે ભીમજી સર.. આપકી જો ડીટેઇલ હૈ વો હમારે પાસ જો ડીટેઇલ હૈ ઉનકે સાથ પૂરી તરહ સે મેચ હો રહી હૈ. આપને જો પ્રીમીયમ કી પહલી રાશી હમારી કંપનીમેં જમા કરવાઈથી આજ સે સાત સાલ પહલે વો રાશી હમારી કંપનીકે નીતિ નિયમાનુસાર હમને શેર માર્કેટમેં ઇન્વેસ્ટ કી થી. મુજે આપકો બતાતે હુએ ખુશી હો રહી હૈ કી આજ કી તારીખમેં આપકી વો રાશી ૧૧૮૫૦૦ કી હો ગઈ હૈ!! વો આપકો ચેક કે જરીયે ભેજી જાયેગી. આપકો યહ રકમ અરજન્ટ ચાહિયે યા નોર્મલ તરીકે સે ચાહિયે. અગર અરજન્ટ ચાહિયે તો દો દીનકે અંદર યહા સે હમ ચેક રવાના કર દેંગે અગર આપ નોર્મલ તરીકા પસંદ કરતે હૈ તો આપકો વો રકમ નબ્બે દીનકે અંદર ભેજી જાયેગી” તરત જ ભીમજીભાઈ બોલી ઉઠ્યાકે.

“ મુઝે અરજન્ટ ચાહિયે દો દીનકે ભીતર હી ચાહિયે”
“ ઓકે મૈ આપકા કલ કોન્ટેક કરતી હું!! આપકા ચેક કલ હી બન જાયેગા!! શર્મા સાહેબને મુજે યહ મામલા નિપટાને કો કહા હૈ!! આપકા દિન શુભ રહે” કહીને મનજીત કૌરે કોલ કાપી નાંખ્યો અને તરત જ ભીમજીભાઈએ મુરારી શર્માને ફોન લગાવ્યો અને આભાર વ્યકત કર્યો અને વળી પોતાના સોગંદ દઈને કહ્યુકે આ બાજુ કયારેક આવો તો ઘરે ચોક્કસ ને ચોક્કસ આવજો તમારી જોરદાર મહેમાનગતિ કરીશ. તમારા જેવા અધિકારી પણ આવા હળાહળ કળયુગમાં પણ છે એ માન્યામાં નથી આવતું. ફરી ફરી લાગણીશીલ થઈને મુરારી શર્માનો આભાર માન્યો.!!

ભીમજીભાઈના મગજમાં આંકડો ઘૂમ્યા કરતો હતો એક લાખ અઢાર હજાર પાંચસો પુરા.. સાત વરસે એમણે રોકેલા પૈસા રંગ લાવ્યાં હતા. મનોમન એણે મયુરનો આભાર પણ માન્યો એને મયુરને કોલ કરવાની ઈચ્છા થઇ પણ મુરારી શર્માની વાત યાદ આવી કે ભૂલેચૂકેય એજન્ટ સાથે વાત ન કરવી. મુરારી શર્મા એને ભગવાનનો માણસ લાગ્યો. એણે કથામાં નરસિહ મહેતાનું મામેરું મુરારી શેઠ બનીને કૃષ્ણ ભગવાન આવ્યા હતા અને આ જ કૃષ્ણ ભગવાન મુરારી શર્મા બનીને ભીમજીભાઈનું મામેરું પૂરું કરવા આવ્યાં છે એવો પણ એક વિચાર એના મનમાં ઝબકી ગયો. સાંજે દિશાને વાત કરી તો એ રાજીના રેડ થઇ ગઈ.દિશાએ પૈસાનું આયોજન પણ કરી નાંખ્યું. બેય સંતાનના નામે લાખ રૂપિયા પોસ્ટમાં મૂકી દેવાના છે અને પાછલ વધ્યા અઢાર હજાર પાંચસો એમાંથી દિશાને એક સ્માર્ટ ફોન પણ લેવો હતો. ભીમજીભાઈએ પ્રસ્તાવને વધાવી લીધો. અણધારી આવક થવાની હતી એટલે એણે બહુ વિરોધ પણ ના કર્યો.

બીજે દિવસે બાર વાગ્યે મુરારી શર્માનો વોટ્સએપ મેસેજ આવ્યો. એમાં એના નામનો તૈયાર થયેલો ચેક જોયો. પુરા એક લાખ પચાસ હજારનો ચેક હતો. ચેકમાં એકત્રીસ હજાર પાંચસોની રકમ વધારે હતી. ભીમજીભાઈએ તરત જ મુરારી શર્માને ફોન લગાવ્યો!! અને વાત કરી કે એના નામનો જે ચેક બન્યો છે એ ફોટો જોયો પણ એમાં તો દોઢ લાખની રકમ છે જયારે એને લેવાની રકમ એક લાખ અઢાર હજારને પાંચસો છે. મુરારી શર્માએ જવાબ આપ્યો આ પ્રમાણે.

Image Source

“ દેખિયે ભીમજી સર બાત યહ હૈ કી આપકો અરજન્ટ રાશી ચાહીયેથી ઔર હમારી કંપનીમેં જો અરજન્ટ ચેક બનતે હૈ વો પચાસ હજાર, ઇક લાખ , દેઢ લાખ , દો લાખ ઔર ઢાઈ લાખ ઇસી તરહસે પચાસ હજાર કે રાઉન્ડ ફીન્ગર્સમેં હી બનતે હૈ. અગર આપકો અપની રકમકા ચેક ચાહિયે તો નબ્બે દિન લગેંગે!! આપને અરજન્ટ ચેક વાલા ઓપ્શન ચુના ઇસીલિયે આપકો દેઢ લાખકી ધન રાશી કા ચેક દિયા જાતા હૈ. લેકિન ઇક બાત હમ આપકો બતાના ભૂલ ગયે કી આપકો ઇસી ટાઈમ ઈકતીસ હજાર પાંચસો કંપનીકો વાપસ લૌટાના હોગા. વો ધન રાશી કંપનીકે એકાઉન્ટમેં આ જાયેગી તબ તુરંત હી હમ આપકો દેઢ લાખકા ચેક સ્પીડ પોસ્ટ સે રવાના કરેંગે જો આપકો દો દીનકે ભીતર મિલ જાયેગા!! ઠીક હૈ!! તો હમારા એકાઉન્ટ નંબર લીખ લીજીયે પ્લીઝ ઓર બેન્ક્મે જાકે પહલે યહ ધ