ખબર

આ 4 ભારતીય પરિવાર ગયા હતા નેપાળ ફરવા, 8 લોકોની મળી લાશ- એક મામૂલી ભૂલને લીધે…

પાડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુથી લગનગ 70 કિલોમીટર દૂર દમણ પ્રવાસમાં ગયેલા 8 ભારતીય પ્રવાસીઓના રહસ્યમય રીતે મોત નિપજ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે શ્વાસ રૂંધાવાથી 8 લોકોના મોત નિપજ્યા છે. આ બધા જ હતભાગીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Image Source

નેપાળના મકવાનપુર જિલ્લાના પૈનોરમાં રિસૉર્ટમાં 21 જાન્યુઆરીએ 8 ભારતીય લોકો બેહોશીની હાલતમાં મળ્યા હતા. આ ભારતીયને કાઠમંડુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યા હતા. આ 8 લોકોમાં 4 નાના બાળકો હતા. મોતનું કારણ હજુ સુધી ખબર નથી પડી.

કહેવામાં આવે છે કે શ્વાસ રૂંધાવાથી આ મોત નિપજ્યા છે આ રૂમમાં ઠંડીના કારણે કેરોસીન હીટર લગાડવામાં આવ્યું હતું. રૂમની બંધ બારીઓ બંધ હતી. પોલીસનું ક્હેવું છે કે, હીટરથી નીકળતા ગેસને કારણે બેહોશ થઇ ગયા અને મોત નીપજ્યું હતું.

Image Source

જે હતભાગીઓ મોતને ભેટયા છે તે કેરળમાં રહેવાસી હતા. 15 ભારતીયનું ગ્રુપ નેપાળ ફરવા ગયું હતું. નેપાળના પોખરા 20 જાન્યુઆરીએ રાતે દામણ પહોંચ્યું હતું. એક હોટેલમાં 2 રૂમ બુક કરાવ્યા હતા. એક રૂમમાં 8 અને એક રૂમમાં 7 લોકો સુતા હતા, જે રૂમમાં 8 લોકો સુતા હતા તેમાં કેરોસીન હીટર હતું.

જયારે બીજા રૂમમાં ના હતું. 21 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યા સુધી કોઈ બહાર ના નીકળતા સાથે આવેલા લોકોને ચિંતા થવા લાગી હતી. લોકોએ હોટેલના સ્ટાફ અને પોલીસને આ બાબતની જાણકારી આપી હતી. દરવાજો ખોલીને જોતા 8 લોકો બેહોશીની હાલતમાં જોવા મળ્યા હતા.

Image Source

હતભાગીઓમાં પ્રવીણ કુમાર નાયર, તેની પત્ની અને તેના ત્રણ બાળકો શ્રીભદ,આર્ચા અને અભિનવ અને રંજીત કુમાર તેની પત્ની ઇન્દુ લક્ષ્મી અને પુત્ર વૈષ્ણવનો સમાવેશ થાય છે.

પ્રવીણ તિરુવન્તપુરમના અને રણજિત કોઝિકોડનો રહેવાસી છે. આ સમયે બંનેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. પ્રવીણના પરિવારવાળાએ કેબલ કનેક્શન કટ કરાવી દીધું છે જેથી તેના પિતા આ ખબર ના જોઈ શકે. પ્રવીણના પિતાને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યું હતું.

Image Source

કાઠમંડુના ભારતીય દૂતાવાસને આ ઘટનાની જાણકારી આપી દીધી છે. દૂતાવાસના અધિકારી પ્રવીણ અને રંજીતના પરિવારના સંપર્કમા છે. પોસ્ટમોર્ટમ બાદ શબ પરિવારને હવાલે કરી દેવામાં આવશે.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.