ખબર હેલ્થ

36 કલાકમાં 8 કરોડ લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે ફલૂ જેવી આ બીમારી, વિશેષજ્ઞોએ આપી ચેતવણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ભૂતપૂર્વ ચીફે એક નવા અને ખતરનાક વાયરસ સંબંધિત ચેતવણી જારી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યંત ખતરનાક ફ્લૂ (વાયરસ) 36 કલાકમાં આખી દુનિયામાં ફેલાઈ જશે અને માત્ર 36 કલાકમાં જ આ વાયરસને કારણે સમગ્ર વિશ્વમાંથી આઠ કરોડ લોકોના મૃત્ય થઇ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આને વિશ્વનો સૌથી ખતરનાક વાયરસ ગણાવ્યો છે. WHOએ વિશ્વને આ માટે તૈયાર રહેવા જણાવ્યું છે.

Image Source

નિષ્ણાંતોના મતે, લગભગ એક સદી પહેલા 1918માં સ્પેનિશ ફ્લૂના રોગચાળાને કારણે વિશ્વના એક તૃતીયાંશ લોકોને ચેપ લાગ્યો હતો. આ ફ્લૂને કારણે પાંચ કરોડ લોકોનાં મોત થયાં. પરંતુ હવે જે ફલૂ આવી રહ્યો છે, તે સ્પેનિશ ફ્લૂ કરતા પણ વધુ ખતરનાક છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ ફલૂ સ્પેનિશ ફ્લૂ કરતા વધુ જોખમી હશે, કારણ કે સ્પેનિશ ફ્લૂની સરખામણીમાં હાલમાં આખા વિશ્વમાં વધુને વધુ લોકો એક દેશથી બીજા દેશની મુસાફરી કરી રહ્યા છે. એવામાં આ વાયરસ પહેલા કરતા વધુ ખતરનાક સાબિત થશે અને ફક્ત 36 કલાકમાં જ આખા વિશ્વમાં ફેલાઈ જશે.

Image Source

ડબ્લ્યુએચઓનાં ભૂતપૂર્વ ચીફની અધ્યક્ષતાવાળી ‘ધ ગ્લોબલ પ્રીપેર્ડનેસ મોનિટરિંગ બોર્ડ’ (GPMB) ની આરોગ્ય ટીમે બચાવ માટે જરૂરી પગલાં લેવા તમામ દેશોના નેતાઓને પોતાનો આ રિપોર્ટ મોકલ્યો છે. બુધવારે બોર્ડ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આખા વિશ્વમાં ફેલાઈ શકનાર આ રોગચાળાની ચેતવણી વાસ્તવિક છે. બોર્ડે કહ્યું છે કે ખૂબ જ ઝડપે ફેલાતો આ ફ્લૂ ખૂબ ખતરનાક છે. તેમાં 100 મિલિયન લોકોનો જીવ લેવાની ક્ષમતા છે. સાથે જ ઘણા દેશોના અર્થતંત્રને બગાડવાની અને રાષ્ટ્રીય સુરક્ષાને અસ્થિર થવાનું મોટું જોખમ પણ છે.

નિષ્ણાતોએ આ રિપોર્ટનું નામ ‘અ વર્લ્ડ એટ રિસ્ક’ રાખ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આ વાયરસ ઇબોલા જેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. ઇબોલા જેવા જીવલેણ વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને હાલમાં કરવામાં આવતા પ્રયત્નો અપૂરતા છે.

Image Source

GPMB દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા જારી કરવામાં આવેલી આ ખતરનાક ફ્લૂની રિપોર્ટને વૈશ્વિક નેતાઓએ અવગણી હતી. WHO એ આ રિપોર્ટ પર મહોર લગાવી દીધી છે.

આ રોગચાળાના કિસ્સામાં, ઘણી રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલી, ખાસ કરીને ગરીબ દેશોમાં પડી જશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટરે કહ્યું કે આ બીઆરીઓના પ્રકોપ આપણને શીખવી રહયા છે અને તેઓએ સરકારોને ખતરો ફેલાતા પહેલા બચાવના રસ્તાઓ શોધી કાઢવા અપીલ કરી છે. તેઓએ વિશ્વભરની સરકારોને આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવવા, નવી તકનીકોમાં સંશોધન માટે નાણાં એકત્ર કરવા, વધુ સારું સંકલન, સંચાર પ્રણાલીઓની ઝડપી અને સતત દેખરેખ રાખવા પર ભાર મૂક્યો.

Image Source

જણાવી દઈએ કે આ અગાઉ ભૂતકાળમાં, ઇબોલા, ઝિકા અને નીપા જેવા પાંચ ખતરનાક વાયરસ હુમલો કરી ચુક્યા છે. આ ઉપરાંત, વેસ્ટ નીલ વાયરસ, એન્ટિબાયોટિક પ્રતિકાર, ઓરી, તીવ્ર ફ્લાસીડ માઇલિટિસ, પીળો તાવ, ડેન્ગ્યુ, પ્લેગ અને હ્યુમન મંકિપોક્સ પણ વિશ્વના કેટલાક ભયંકર વાયરસમાં સામેલ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks