હિંદુ ધર્મમાં ઘણી એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવેલું છે, જેને ઘરમાં રાખવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. હિંદુ ધર્મમાં તેને ખુબ શુભ માનવામાં પણ આવ્યું છે, જેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ પણ થાય છે. એમાંની જ એક વસ્તુ ‘જલકુંભી(એક જાતનું પાણીમાં ઉગતું ફૂલ,Eichhornia)’ પણ છે જેને ઘરમાં રાખવાથી સુખશાંતિ અને લક્ષ્મીજીનો વાસ થાય છે. શાસ્ત્રોના આધારે પણ ધન પ્રાપ્તિ માટે આ ખુબ જ કારગર ઉપાય પણ છે, આવો તો જાણીએ જળકુંભીના ઉપાયો વિશે.

1. જો તમારા ઘરમાં નકારાતમક ઉર્જા આવે છે તો તમારા ઘરમાં જલકુંભી રાખી દો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને સાથે જ જીવનની આર્થિક સમસ્યાઓ પણ દૂર થઇ જશે.

2. જો તમે તમારા બિઝનેસ કે નોકરીમાં તરક્કી ઈચ્છો છો તો જલકુંભીને ગુરુવારના દિવસે ઘરમાં લાવો અને રસોડાના દરવાજા પર તેને પીળા રંગના કપડામાં બાંધીને લટવાકી દો. એક વાતનું ધ્યાન રાખો કે તેને દરેક ગુરુવારે બદલાવતા રહો. આ ઉપાય કરવાથી તમારી નોકરી કે બિઝનેસમાં સફળતા મળશે.

3. જળકુંભીને પૂજાના સ્થાન પર રાખવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને એવું કરવાથી જીવન અને ધર્મમાં ધનનું આગમન પણ થાય છે.

4. જો તમારા જીવનમાં પારિવારિક સમસ્યાઓ ચાલી રહી છે કે મનમુટાવ થઇ રહ્યો છે તો જલકુંભી તેને દૂર કરવા માટે મદદગાર સાબિત થાય છે. પરિવારના દરેક સદસ્યોના વિકાસમાં જળકુંભી ખુબ જ સારું માનવામાં આવે છે.

5. અંતે નદી, તળાવ કે વહેતા પાણીમાં જૂની જળકુંભી પ્રવાહિત કરી દો. ઘર-પરિવારમાં જેટલી પણ સમસ્યાઓ છે તે પણ દૂર થઇ જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ