અજબગજબ

સમુદ્રમાંથી મળ્યું 1200 વર્ષ જૂનું મંદિર અને મળ્યો ખજાનો, સાથે ચોથી સદીના સિક્કા અને ઘરેણાં મળ્યા

ઇજિપ્તના શહેર હેરકલીઓન શહેરમાં 1200 વર્ષ જૂનું મંદિર મળ્યું છે. સમુદ્રની અંદર મંદિર મળતા પુરાતત્વવિદો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. આ શોધખોળ ઇજિપ્ત અને યુરોપના તત્વવિદોએ કરી હતી. સાથે જ લગભગ 1 હજાર વર્ષ પહેલા ઘણી બોટો પણ ડૂબી હતી. સમુદ્રની અંદરથી મંદિરની સાથે મોટી માત્રામાં તાંબાના સિક્કા અને જવેલરી પણ મળી આવી છે. સાથે પાણીમાંથી મુખ્ય મંદિરના પિલર પણ મળ્યા છે. આ મંદિરનો મુખ્ય હિસ્સો જણાવવામાં આવ્યો છે. જેને સ્કેનિંગ ડિવાઇસથી ચકાસણી કરવામાં આવી છે.

Image Source

આ મંદિરને પુરાતત્વ વિભાગે જણાવ્યું હતું કે, મંદિર સમુદ્રના ઉત્તર ભાગમાંથી મળ્યું છે તે ઇજિપ્તનો એટ્લાન્ટિસ ભાગ માનવામાં આવે છે. સમુદ્રની ઊંડાણમાંથી જે અવશેષો મળી આવ્યા છે. તેને ગ્રીક મંદિર જણાવવામાં આવ્યું છે. આ મંદિર આખું તૂટી ગયું છે. આ મંદિરની શોધખોળ દરમિયાન મૂર્તિઓ અને માટીના વાસણો પણ મળ્યા હતા. જેને ત્રીજી અથવા ચોથી સદીના માનવામાં આવી રહયા છે.

Image Source

પુરાતત્વવિભાગને જૂની વસ્તુઓ પણ મળી છે. જેમાં તાંબાના સિક્કા મળ્યા છે. આ સિક્કા રાજા કલાડિયસ ટોલમીના શાસનકાળના હોવાનું જાણવા મળ્યું છે. સમુદ્રમાં ઘણી ઇમારતના અવશેષો પણ મળ્યા છે. જે ઘણા દૂર સુધી ફેલાયેલા છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે હીરાકલીઓનને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. પરંતુ સુનામી આવવાને કારણે આખો વિસ્તાર નષ્ટ થઇ ગયો હતો. આ શહેર ઇજિપ્તના ધંધાનું મુખ્ય મથક છે. જેને અબુ કીર ખાડી તરીકે ઓળખવામાં આવે છે.

Image Source

પુરાતત્વવિદ ડો. ફ્રેન્ક ગોડિયાના અનુસાર આ જગ્યા પર લગભગ 12 વર્ષ પહેલા ફ્રેન્ચના યુદ્ધ જહાજો પણ મળ્યા હતા. જે 18મી સદીના હતા. ડો. ગોડીયોના જણાવ્યા મુજબ લગભગ 4 વર્ષની મહેનત બાદ 1200 વર્ષ જુના મંદિરનો પતો લાગ્યો છે. આ શહેરમાં કેટલા હિસ્સામાં કેટલા લોકો રહેતા હતા તેનો નકશો બનાવવામાં જ એક વર્ષનો સમય લાગ્યો હતો.

Image Source

સમુદ્રના ઊંડાણમાં મળેલા આ ખજાનામાંથી પ્રાચીન સીપ, ક્રોકરી, સિક્કા અને ઘરેણાથી ભરેલા વાસણ પણ મળ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે જ્યારે શહેર વસ્તુ હતું ત્યારે પાણીનું સ્તર પણ વધતું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks