ભયંકર ગરમીમાં AC ખરીદનારાઓ માટે ખુશખબર, સરકાર આપશે આટલું સસ્તું AC

0

હાલ જયારે વધતી ગરમીથી દરેક વ્યક્તિ પરેશાન છે ત્યારે ગરમીથી બચવા માટે દરેક લોકો પોતાના ઘરમાં એસી કે કૂલર લગાવી રહયા છે. જેથી તેઓ ગરમી સામે રાહત મેળવી શકે. આ ગરમીથી રાહત અપાવવા માટે મોદી સરકાર દેશની જનતાને ઠંડા કરવાની તૈયારીમાં છે.

ખરેખર આ મોંઘવારીમાં જયારે લોકો ગરમી સામે રાહત મેળવવા માટે AC લગાવવાનું વિચારે છે પણ AC મોંઘા મળે છે ત્યારે કૂલરથી કામ ચલાવી લે છે. તો હવે સરકારે પણ આ મુદ્દાને ધ્યાને રાખીને બજારમાં સસ્તા AC વેચવાની તૈયારી કરી છે. માહિતી અનુસાર, સરકાર દ્વારા બજારમાં ઉપલબ્ધ ACની કિંમત બીજી કંપનીઓના AC કરતા 15-20 ટકા ઓછી હશે. EESL એસી લોન્ચ કરવા જઈ રહી છે જેને 15થી 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે.

Image Source

માહિતી અનુસાર, આ એસીની કિંમત ઓછી રાખવામાં આવશે અને આ વીજળીની પણ બચત કરશે. કંપનીનો દાવો છે કે આના વપરાશથી તમારું વીજળીનું બિલ પણ લગભગ 35-40 ટકા ઓછું આવશે. જો તમે પણ આ એસી ખરીદવા માંગો છો તો ઘરે બેઠા ઓનલાઇન બુકિંગ કરાવી શકો છો. ઓનલાઇન બૂકિંગ 24 કલાકની અંદર એસી ગ્રાહકોના ઘરે લગાવવાની ગેરંટી પણ આપે છે. આ એસી પર તમને એક્સચેન્જ ઓફર પણ મળે છે એટલે તમે પોતાનું જૂનું એસી બદલીને વધુ ઓછી કિંમતે આ એસી ખરીદી શકો છો.

Image Source

આ માટે સરકારી કંપની EESL જુલાઈથી ગ્રાહકો માટે માર્કેટપ્લેસ લોન્ચ કરશે. આ એસી બજારમાં જુલાઈ મહિનાથી ઉપલબ્ધ થશે. પરંતુ જણાવી દઈએ કે આ એસી સસ્તા ભાવે એ જ લોકોને મળશે કે જે લોકો પાસે વીજ જોડાણ હશે. આ માટે વીજળીનું બિલ પણ બતાવવાનું રહેશે.

Image Source

EESL અનુસાર, એક સાથે વધુ એસી ખરીદવા પર કિંમત વધુ ઓછી થઇ જશે. એક વર્ષ માટે આખા એસીની ગેરંટી હશે અને એસીના કોમ્પ્રેસરની ગેરંટી 5 વર્ષ સુધી હશે.

Note: આ પ્રકારની કોઈ યોજના ગુજરાત માટે લોન્ચ કરવામાં નથી આવી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here