મનોરંજન

અઠવાડિયામાં ખાલી એક જ દિવસ હોય છે લાડલાના ક્લાસ, અધધધ ફીસ ભરે છે મોમ કરીના ખાન

બોલીવુડના સ્ટારની જેમ તેમના બાળકો પણ ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. એમાં પણ સોશિયલ મીડિયામાં સૈફ અલી ખાન અને કરીના કપૂરનો લાડલો તૈમુર તો જાણે બધા જ સ્ટાર કિડ્સને પાછળ છોડીને આગળ વધી ગયો છે. નાની ઉંમરમાં જ તે ખુબ જ પ્રસિદ્ધ પણ બની ગયો છે. તો ચાહકો એ પણ જાણવા માંગતા હશે કે તૈમુરની દેખરેખ અને ભણવા પાછળ તેના માતા પિતા કેટલો ખર્ચ કરતા હશે ?

Image Source

થોડા દિવસ પહેલા જ કરીના અને સૈફનો લાડલો તૈમુર 4 વર્ષનો થઇ ગયો. ત્યારે તેને લઈને ઘણી બધી બાબતો પણ સામે આવી છે. જેમાંથી જ એક છે તેના અભ્યાસ અને દેખરેખ પાછળ થતા ખર્ચની. જે જાણીને તમને પણ નવાઈ લાગશે.

Image Source

જ્યારે કોરોના વાયરસના કારણે લોકડાઉન નહોતું લગાવવામાં આવ્યું ત્યારે તૈમુર સ્કૂલમાં જતો હતો. તે ઘણીવાર પોતાની સ્ટોરી બુક, સ્કૂલ બેગ સાથે સ્પોટ પણ થતો હતો. વાત કરીએ તૈમુરની સ્કૂલ ફીની તો તૈમૂરના સ્કૂલની એક મહિનાની ફી માત્ર 5 હજાર રૂપિયા જ છે.

Image Source

કોઈને પણ વિશ્વાસ ના આવે પરંતુ આ હકીકત છે. કરીના અને તૈમુરનું વાર્ષિક બજેટ જોઈને આ ફી આપણને એકદમ ઓછી લાગે. કરીના પોતાના લાડલાની ત્રિમાસિક ફી માત્ર 15 હજાર રૂપિયા જ ભારે છે.

Image Source

ત્યારે તૈમુરની દેખરેખ કરવા માટે કરીના અને સૈફે એક નૈની પણ રાખી છે. જે તેને ઘરની બહાર પણ લઇ જાય છે અને હંમેશા તેની સાથે જ રહે છે. ઘણી તસ્વીરોમાં તૈમુરની નૈની પણ સ્પોટ થતી જોવા મળે છે.

Image Source

તૈમુરની નૈનીને તેની દેખરેખ રાખવા માટે કરીના અને સૈફ 1.5 લાખ રૂપિયાનો પગાર આપે છે. સાથે જ જો તે ઓવર ટાઈમ પણ કરે છે તો તેનો પગાર 1.75 લાખ સુધી પહોંચી જાય છે. જો કે હવે તૈમુર મોટો થયો છે જેના કારણે તેની નૈની હવે ખાસ જોવા નથી મળતી. પરંતુ લોકડાઉન પહેલા તૈમુર સાથે તેની નૈની પણ જોવા મળતી હતી.