એક એવો કિલર કે જેણે પોતાની જ માતાની હત્યા કરી તેની લાશ સાથે કર્યુ ગંદુ કામ…તમે પણ જાણી હેરાન રહી જશો

એક કિલર કે જેણે પોતાની માતાની કરી હત્યા, પછી લાશ સાથે કર્યુ એવું કામ કે રૂંવાડા ઊભા થઇ જશે

દુનિયામાં ઘણા ટેઢા મનના લોકો છે, જેમના વિશે આપણે ક્યારેય વિચારતા નથી અને તેમના પર ધ્યાન પણ આપતા નથી. એવા ઘણા સમાચાર છે જેને સાંભળ્યા પછી આપણા બધાના હોંશ ઉડી જાય અને આપણું દિલ પણ હચમચી ઉઠે. તમે બધાએ એ છોકરા વિશે સાંભળ્યું હશે કે જેણે પબજી રમતી વખતે તેની માતાની હત્યા કરી હતી. પણ દુનિયામાં એક એવો વ્યક્તિ પણ છે, જેણે તેની માતાને એવું ખરાબ મોત આપ્યું કે તેના વિશે સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે.

અમે કેલિફોર્નિયાના રહેવાસી એડમન્ડ કેમ્પર (Edmund Kemper) ઉર્ફે બિગ એડ ઉર્ફે કો-એડ કિલર વિશે વાત કરી રહ્યા છીએ. એડમન્ડે 1960 અને 70ના દાયકામાં ઓછામાં ઓછા દસ લોકોની હત્યા કરી હતી. આ બધું તેના બાળપણથી શરૂ થયું હતું. કેમ્પરે બાળપણમાં જ પ્રાણીઓને મારવાનું અને તેમના શરીરના ટુકડા કરવાનું શરૂ કર્યું. તે તેની બહેનોની ઢીંગલીઓનું માથુ ધડથી અલગ કરી દેતો અને આનો તે ઘણો આનંદ પણ લેતો હતો.

પોતાની બહેનો સાથે રમવા માટે એડમંડ કેમ્પરે ગેસ ચેમ્બર અને ઇલેક્ટ્રિક ચેર જેવી વિચિત્ર અને હાસ્યાસ્પદ રમતો પણ બનાવી હતી. એડમન્ડ કેમ્પરની વાસ્તવિકતા એ છે કે તે ખૂબ જ શાતિર સીરીયલ કિલર હતો. તે મૃતદેહોનો રેપ કરતો હતો, તેના ટુકડા કરતો હતો અને પીડિતના માથાના ઘરના પાછળના ભાગમાં દાટી દેતો હતો. તેનો IQ 145 હતો, જેના કારણે તે વધુ ખતરનાક માનવામાં આવતો હતો.

તેની સમજદારીને કારણે કેમ્પર તેના ગુનાના દ્રશ્યોમાંથી કોઈ પણ શંકા વિના છટકી જતો હતો. એડમન્ડ કેમ્પરનો જન્મ 18 ડિસેમ્બર 1948ના રોજ કેલિફોર્નિયાના બરબૈંકમાં થયો હતો. નાનપણથી જ તે વિચિત્ર વર્તન કરવા લાગ્યો હતો. એડમન્ડની માતા Clarnell Elizabeth Kemper આલ્કોહોલિક હતી. એવું કહેવાય છે કે ક્લાર્નેલને બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડર હતો. કેમ્પરના પિતાને પણ તેની પત્ની સાથે રહેવું ગમતું ન હતું. તે દરરોજ તેના પતિને ખરી-ખોટી સંભળાવતી અને ખરાબ મહેસૂસ કરાવતી.

તેણે તેના પુત્રની સંભાળ પણ લીધી ન હતી, કારણ કે તેને ડર હતો કે તેનો પુત્ર ગે બની જશે. શરૂઆતમાં એડમન્ડ કેમ્પરે ડાર્ક ફેંટસી રાખવાની શરૂ કરી. સૌ પ્રથમ તેણે તેની બહેનોની ઢીંગલીઓના માથા ધડથી અલગ કર્યા. કેમ્પરે બાદમાં જણાવ્યુ હતુ કે તેનાથી તેને સેક્સુઅલ થ્રીલ મળતો હતો. કેમ્પરના પિતાએ 1957માં ઘર છોડી દીધું. 10 વર્ષની ઉંમરે એડમન્ડનું વર્તન હિંસક બની ગયું હતું.

પિતાના ગયા પછી તેણે તેના ઘરની બંને પાલતુ બિલાડીઓને મારી નાખી. એટલું જ નહીં તેણે એક બિલાડીને જીવતી દાટી દીધી હતી અને બાદમાં તેના ટુકડા કરી નાખ્યા હતા. પિતાના ઘર છોડ્યા પછી એડમંડ તેની માતાના નિશાના પર આવ્યો. તે તેને ભોંયરામાં સુવડાવતી અને કહેતી કે તેની બહેનોને તેનાથી ખતરો છે. દરરોજ તે તેની માતાના મોઢેથી અપશબ્દો સાંભળતો અને અપમાન સહન કરતો. માતા કહેતી હતી કે કોઈ છોકરી તેને ક્યારેય પ્રેમ નહીં કરે.

14 વર્ષની ઉંમરે કેમ્પરે તેની માતાનું ઘર છોડી દીધું. તે તેના પિતા પાસે ગયો, પરંતુ તેના પિતા કે જેમણે ફરીથી લગ્ન કર્યા હતા તેમણે તેને તેના નાના-નાની પાસે મોકલી દીધો. અહીં જ તેણે પહેલી હત્યા કરી હતી. કેમ્પરને નાની જરાય ગમતી ન હતી અને બંને વચ્ચે ઘણી લડાઈ થતી હતી. આવી સ્થિતિમાં એક દિવસ ગુસ્સામાં આવીને તેણે પોતાના નાનાની 22 કેલિબર રાઈફલથી નાનીને ગોળી મારી દીધી. આ પછી નાનાને પણ મોતને ઘાટ ઉતાર્યા.

નાનીની હત્યા કર્યા પછી તેણે કહ્યું કે તે ફક્ત તે જોવા માંગે છે કે તેને જાનથી મારવું કેવુ હશે. કેમ્પરને ત્યારબાદ Atascadero State Hospitalના ક્રિમિનલ ઇનસેન યુનિટમાં મોકલવામાં આવ્યો. ડોકટરોએ પરીક્ષણ પછી તારણ કાઢ્યું હતું કે એડમન્ડ કેમ્પરને paranoid schizophrenia છે. ત્યાં થોડા વર્ષો વિતાવ્યા પછી, કેમ્પર તેના 21મા જન્મદિવસે હોસ્પિટલમાંથી બહાર આવ્યો. પરંતુ તેની મારવાની તરસ છીપાઈ ન હતી. શરૂઆતમાં તેણે સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કર્યો,

પરંતુ પછીથી તેણે લિફ્ટ માંગતી છોકરીઓને રાઇડ્સ આપવાનું શરૂ કર્યું. 6 ફૂટ 9 ઈંચ ઉંચા અને 300 પાઉન્ડ એટલે કે લગભગ 136 કિલોના એડમંડ કેમ્પરે લગભગ 100 છોકરીઓને લિફ્ટ આપી અને તેમની સાથે કંઈ કર્યું નહીં. પરંતુ તે દિવસે પણ તેણે છોકરીઓને મારવાનું શરૂ કર્યું. કેમ્પરે કહ્યું કે જ્યારે તેણે કોઈ છોકરીને જોઈ ત્યારે તેના મગજમાં શું આવતું હતું. તેણે કહ્યું હતું કે, ‘એક તરફ હું વિચારતો હતો કે વાહ શું સુંદર છોકરી છે. મારે તેની સાથે વાત કરવી છે,

હું તેને ડેટ કરવા માંગુ છું. બીજી બાજુ મારા મગજમાં તે આવતું હતું કે તેનું માથું લાકડા પર લટકતું કેવી રીતે દેખાશે ? 1972માં એડમન્ડ કેમ્પરે કોલેજના બે વિદ્યાર્થીઓને લિફ્ટ આપી. તે બંનેને નજીકના જંગલમાં લઈ ગયો. તે બંને પર બળાત્કાર કરવા માંગતો હતો, પરંતુ ગભરાટના કારણે તેણે છરીના ઘા મારીને અને ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી તે બંનેના મૃતદેહને કારના ટ્રંકમાં મૂકીને ઘરે લઈ ગયો. ઘરે ગયા બાદ તેણે બંને લાશ સાથે બળાત્કાર કર્યો.

ત્યારબાદ તેણે કાપીને શરીરના ભાગોને પ્લાસ્ટિકની થેલીઓમાં નાખીને ફેંકી દીધા. આ પછી તેણે 15 વર્ષની બાળકી પર રેપ કરીને તેની હત્યા કરી નાખી. કેમ્પર જ્યુરી રૂમ નામના બારમાં સમય વીતાવતો હતો. પોલીસ અધિકારીઓમાં તે ખૂબ જ લોકપ્રિય બાર હતો. આવી સ્થિતિમાં તેની ત્યાંના સ્થાનિક પોલીસકર્મીઓ સાથે મિત્રતા થઈ ગઈ. તેના મિત્રો પણ તેને બિગ એડના નામથી બોલાવતા હતા. કેમ્પરને તે લોકોની આસપાસ રહેવું ગમ્યું જે તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસ અજાણ હતી કે તેમનો બિગ એડ બળાત્કારી અને ખૂની હતો. 1973માં એડમન્ડ કેમ્પરે કોલેજના કેટલાક વિદ્યાર્થીઓની હત્યા કરી હતી. તેણે તેના બેડરૂમ તરફ જોઈને તેની માતાના બગીચામાં એકનું કપાયેલું માથું દફનાવ્યું. તેણે કહ્યું કે તેની માતા હંમેશા ઈચ્છતી હતી કે લોકો તેની તરફ જુએ, તેથી તેણે તેનું માથું આ રીતે દાટી દીધું. સત્ય એ હતું કે કેમ્પરનું લક્ષ્ય હંમેશા તેની માતા હતી. તેણે તેની માતાને અત્યાર સુધીનું સૌથી ખરાબ મૃત્યુ આપ્યું હતું.

20 એપ્રિલ 1973ના રોજ કેમ્પરની તેની માતા સાથે જબરદસ્ત લડાઇ થઇ. તે રાત્રે એડમંડ કેમ્પરે તેની ઊંઘી રહેલી માતાની ક્લો હેમર એટલે કે હથોડા વડે હત્યા કરી હતી. આ પછી તેણે માતાના મૃત શરીરના ટુકડા કરી નાખ્યા અને કપાયેલા માથા પર બળાત્કાર ગુજાર્યો. પછી તેણે ડાર્ટબોર્ડ બનાવી તેનો ઉપયોગ કર્યો. તે તેની માતાના માથા સામે એક કલાક સુધી ચિલ્લાયો પણ હતો. આટલું જ નહિ તેણે માતાની જીભ અને ગળું કાપીને ગાર્બેજ ડિસ્પોઝલમાં ફેંકી દીધું.

માતાની હત્યા કર્યા પછી કેમ્પરે માતાની મિત્રને ઘરે બોલાવી અને તેની પણ હત્યા કરી. તેણે વિચાર્યું કે તે ટૂંક સમયમાં સમાચારમાં તેની હત્યા વિશે સાંભળશે. પરંતુ આવું ન થતાં તેણે પોતે જ ફોન બૂથ પરથી પોલીસને ફોન કરીને પોતાના તમામ ગુના કબૂલ કર્યા હતા. પોલીસ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે તેમનો મિત્ર ‘બિગ એડ’ આ કરી શકે છે. બાદમાં તેને કો-એડ કિલરનું નામ પણ આપવામાં આવ્યું હતું. કેમ્પરની ધરપકડ કરવામાં આવ્યા પછી, તેના પર આઠ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

જેલમાં, તેણે બે વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને મૃત્યુદંડની સજા પણ માંગી. પરંતુ તેને માત્ર આજીવન કેદની સજા આપવામાં આવી હતી. એડમન્ડ કેમ્પરને કેલિફોર્નિયા મેડિકલ ફેસિલિટીમાં કેદ કરવામાં આવ્યો હતો. કેટલાક અહેવાલ અનુસાર, તે આજે પણ ત્યાં છે અને 73 વર્ષનો છે. તેણે જેલમાં જ પત્રકારો અને કાયદા સાથે જોડાયેલા લોકોને ઘણા ઈન્ટરવ્યુ આપ્યા છે. આ જેલમાં તેની સાથે ખતરનાક હત્યારા પણ છે. નેટફ્લિક્સે એડમંડ કેમ્પર વિશે Mindhunter નામની સીરીઝ પણ બનાવી છે. કેમ્પરની ખૂબ જ હ્રદયને કંપાવી દેનારી કહાની આ સીરીઝમાં બતાવવામાં આવી છે.

Shah Jina