મોંઘવારીથી રાહત ! આ કંપનીએ ઘટાડ્યા ખાદ્ય તેલના ભાવ, જાણો નવી કિંમત

મોટી ખુશખબર: ખાદ્યતેલના ભાવમાં ફરી આવ્યો મોટો ઘટાડો, ફટાફટ જાણી લ્યો નવો ભાવ

મોંઘવારીથી રાહત આપતા કેન્દ્ર સરકારે કોમોડિટી પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો, જેના પછી ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. FMCG કંપની અદાણી વિલ્મરે રાંધણ તેલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અદાણી વિલ્મર ફોર્ચ્યુન નામથી ખાદ્ય તેલનું વેચાણ કરે છે. ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલના એક લિટર પેકની મહત્તમ છૂટક કિંમત રૂ. 220થી ઘટાડીને રૂ. 210 કરવામાં આવી છે. ફોર્ચ્યુન સોયાબીન અને ફોર્ચ્યુન કચ્ચી ઘાની (સરસવનું તેલ)ના એક લિટર પેકની કિંમત રૂ.205થી ઘટાડીને રૂ.195 કરવામાં આવી છે.

નવી કિંમતો સાથેના પેકેટ ટૂંક સમયમાં જ બજારમાં આવશે. કંપનીએ કહ્યું કે તેલની કિંમતોમાં આ ઘટાડો કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે થયો છે. સરસવના તેલના ભાવે મોંઘવારીથી પરેશાન લોકોને રાહત આપી છે. આ સપ્તાહે સરસવના તેલના ભાવમાં ઘટાડો થયો છે. મધર ડેરીથી લઈને અદાણી વિલ્મર, ‘ધારા’ બ્રાન્ડ ખાદ્ય તેલ વેચતી સહકારી કંપનીએ સરસવના તેલના ભાવમાં ઘટાડો કર્યો છે. આ સિવાય અન્ય બ્રાન્ડેડ ઓઈલ કંપનીઓ પણ તેમના ભાવ ઘટાડવા જઈ રહી છે.

વિદેશી બજારોમાં પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત સ્થાનિક માંગમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે તેલના ભાવમાં ઘટાડો થયો છે.મધર ડેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ધારા બ્રાન્ડ હેઠળના તમામ કેટેગરીના તેલના ભાવમાં રૂ. 15 સુધીનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. અદાણી વિલ્મરના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓએ જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકોને ઓછી કિંમતનો લાભ આપી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે નીચા ભાવથી માંગમાં વધારો થશે.

Shah Jina