ફિલ્મી દુનિયા

EDની સામે રિયા ચક્રવર્તીએ એવા એવા જવાબ આપ્યા કે પગ નીચેથી જમીન ખસી જશે, કહ્યું, “મને કોઈ માહિતી…”

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું રહસ્ય ઊંડું બનતું જઈ રહ્યું છે. બિહાર સરકારની દખલ બાદ આ કેસ હવે સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો છે

ત્યારે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી સાથે પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા પુછપરછ કરવામાં આવી. જાણકારી પ્રમાણે રિયા ઇડીને સહયોગ નથી કરી રહી તેને જણાવ્યું કે તેને કોઈપણ માહિતી યાદ નથી.

Image Source

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રિયાની ટિમ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેની પાસે પ્રોપર્ટીના બધા જ કાગળ છે. આ પ્રોપર્ટી રિયાના નામ ઉપર જ રજીસ્ટર છે. પુછપરછ દરમિયાન રિયાએ કહ્યું કે તેને કોઈ માહિત યાદ નથી.

ઇડીએ ત્યારબાદ રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીને પ્રોપર્ટી અને ઇન્કમ ટેક્સ દસ્તાવેજ લેવા માટે મોકલ્યો હતો. તેના કારણે લગભગ દોઢ વાગે શોવિક બહાર નીકળ્યો હતો. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે શોવિકને તે દસ્તાવેજ મળ્યા છે કે નહીં.

Image Source

સૂત્રો પ્રમાણે રિયાના જવાબોથી પ્રવર્તન નિદેશાલય સંતુષ્ટ નથી. ઇડીને ઘણી જ માહિતી મેળવવાની છે. એવામાં રિયા દ્વારા સહયોગ ના મળવાના કારણે ઇડીને ઘણી જ મુશ્કેલી આવી શકે છે.

સૂત્રો પ્રમાણે રિયા ચક્રવર્તી, શોવિક અને રિયાની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી સાથે અલગ અલગ રૂમની અંદર પૂછપરછ કરવામાં આવી હતી. રિયા સાથે આવતા અઠવાડીએ બીજા રાઉન્ડની પુછપરછ કરવામાં આવશે. રિયાએ ઇડી ઓફિસમાં જતા મીડિયા સાથે વાત નહોતી કરી.

Image Source

રિયા ચક્રવર્તીના કોલ ડીટેઇલથી એ ખુલાસો થયો છે કે તે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ કથિત રૂપે મુંબઈ પોલીસના જોન-9ના ડીસીપી અભિષેક ત્રીમુખેના સંપર્કમાં હતી. બિહાર પોલીસના ડીજીપીએ કહ્યું કે અમારી પાસે રિયાના મુંબઈ પોલીસના સંપર્કમાં હોવાની જાણકારી નથી.

સીબીઆઈએ દ્વારા રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક, તેની મા સંધ્યા, પિતા ઈંદ્રજિત અને પૂર્વ મેનેજર શ્રુતિ મોદી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી લીધી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.