200 કરોડના કેસમાં જેકલીન ફર્નાંડિસને લઇને થયા ઘણા ખુલાસા, સુકેશે માત્ર જેકલીનને જ નહિ પરંતુ પરિવારને પણ લાખો રૂપિયાના…

200 કરોડ રૂપિયાની ઠગી મામલે હાલમાં જ EDએ પોતાની ચાર્જશીટ દાખલ કરી લીધી છે. આ ચાર્જશીટમાં બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાંડિસનું નામ પણ સામેલ છે. આ ચાર્જશીટ બાદ એ ખુલાસો થયો છે કે આ ઠગી મામલે માસ્ટર માઇન્ડ સુકેશ ચંદ્રશેખરે જેકલીનને લગભગ 10 કરોડ રૂપિયાના ગિફ્ટ આપ્યા હતા. આ વચ્ચે હવે એક વધુ ખબર સામે આવી છે કે સુકેશે મિની કૂપરથી લઇને ડાયમંડ ઇયરિંગ્સ સુધી જેકલીનને ઘણા ગિફ્ટ્સ આપ્યા હતા, જે અભિનેત્રીએ પાછા આપી દીધા હતા. EDની ચાર્જશીટ અનુસાર, જેકલીન ફર્નાંડિસએ 30 ઓગસ્ટ અને 20 ઓક્ટોબરના રોજ રંગદારી મામલે જે તેનું નિવેદન દાખલ કરાવ્યુ હતુ, તેમાં તેણે કહ્યુ હતુ કે, સુકેશેને તેને કરોડોના ગિફ્ટ આપ્યા હતા.

પૂછપરછ દરમિયાન જેકલીને તપાસ એજન્સીને જણાવ્યુ કે, તે શ્રીલંકાની રહેવાસી છે અને તેના માતા-પિતા બહરીનમાં રહે છે. સુકેશ ચંદ્રશેખર તેને ડિસેમ્બર જાન્યુઆરી વર્ષ 2021થી સતત ફોન કોલ કરી સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ જેકલીને કોઇ જવાબ આપ્યો નહિ. આ પછી સુકેશ ચંદ્રશેખરે જેકલીનના મેક-અપ આર્ટિસ્ટનો ફોન પર સંપર્ક કર્યો અને પોતાને એક મોટો સરકારી અધિકારી ગણાવ્યો. સાથે જ કહ્યું કે તે જયલલિતાના પરિવાર સાથે સંપર્કમાં છે. આ સિવાય તેણે પોતાને સન ટીવીનો માલિક પણ ગણાવ્યો હતો. તેણે કહ્યું કે તે જેકલીનનો મોટો ફેન છે. તેણે જેકલીનને સન ટીવી સાથે મળીને સાઉથ માટે ફિલ્મ કરવાની ઓફર પણ કરી હતી.

સુકેશને જેકલીનના મેકઅપ આર્ટિસ્ટ સાથે પિંકી ઈરાની નામની મહિલાએ ઓળખાણ કરાવી હતી. આ એ જ મહિલા છે જે સુકેશના કહેવા પર બ્રાન્ડેડ કંપનીના શોરૂમમાં જતી હતી અને ત્યાંથી વીડિયો કોલ દ્વારા જેકલીન માટે લાખોની મોંઘી ગિફ્ટ ખરીદતી હતી. પિંકી આ ભેટો જેકલીનના મેનેજર સુધી પહોંચાડતી હતી. જેકલીન કહે છે કે ત્યારથી અમે બંને સંપર્કમાં આવ્યા. આ પછી જેક્લિને તપાસ એજન્સીને જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં તેણે સુકેશનો ફોન પર સંપર્ક કર્યો હતો, ત્યારબાદ સુકેશે જેકલીનને 1.5 લાખ ડૉલરની લોન આપી હતી, જે અમેરિકામાં રહેતી જેકલીનની બહેનના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ સિવાય જેકલીને એ પણ જણાવ્યું કે સુકેશે ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલીનના ભાઈ વોરેન ફર્નાન્ડિસના ખાતામાં 15,00,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેક્લિને જણાવ્યું કે સુકેશે તેને એક વિદેશી ઘોડો, ત્રણ ડિઝાઈનર બેગ આપી હતી જે ગુચીની હતી, જેમાં શેનેલ અને ગુચીના કેટલાક કપડા પણ હતા. આ સિવાય લુઈસ વિટન શૂઝ, બે ડાયમંડ ઈયરિંગ્સ, મલ્ટીસ્ટોન ઈયરિંગ્સ, બે હર્મ્સ બ્રેસલેટ પણ ગિફ્ટમાં આપવામાં આવ્યા હતા, જેની કિંમત કરોડો રૂપિયા છે.

જેક્લિને EDને એ પણ જણાવ્યું કે સુકેશે તેને મિની કૂપર કાર પણ આપી હતી, જે તેણે પરત કરી હતી. આ સિવાય સુકેશે જેકલીનને 15 લાખ રૂપિયાની રોકડ પણ મોકલી હતી. સુકેશે પહેલી વાર ફેબ્રુઆરી 2021માં જેકલીન સાથે વોટ્સએપ કોલ પર વાત કરી અને પોતાને શેખર રતન વેલા ગણાવ્યો. સુકેશ ફેબ્રુઆરી 2021થી 7 ઓગસ્ટ, 2021 સુધી જેકલીનના સંપર્કમાં હતો, જ્યાં સુધી તેની ધરપકડ કરવામાં ન આવી. આ દરમિયાન સુકેશે જેકલીનને ઘણી મોંઘી ભેટ આપી હતી. તેના પરિવારને પૈસા આપવામાં આવ્યા, જેકલીન માટે ચાર્ટર્ડ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી.

આ ઉપરાંત સુકેશ ચંદ્રશેખરે યુએસમાં રહેતી જેકલીન ફર્નાન્ડીઝની બહેનને પણ 150,000 ડોલરની લોન આપી હતી. આ સાથે તેણે અભિનેત્રીની બહેનને BMW X5 કાર પણ ગિફ્ટ કરી હતી. સુકેશે જેકલીન ફર્નાન્ડીઝના માતા-પિતાને માસેરાતી અને બહેરીનમાં તેની માતાને પોર્શે પણ ભેટમાં આપી હતી. આટલું જ નહીં તેણે ઓસ્ટ્રેલિયામાં જૈકલીનના ભાઈને 50,000 ડોલરની લોન પણ આપી હતી. EDની તપાસ દરમિયાન આ વર્ષે 20 ઓક્ટોબરે સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝનો સામનો પણ કર્યો હતો. આ વાતચીત દરમિયાન સુકેશે જેકલીન ફર્નાન્ડિઝના EDને આપેલા અગાઉના નિવેદન સાથે સહમતિ દર્શાવી હતી.

Shah Jina