શિયાળાની શરૂઆત થઇ ગઈ છે ત્યારે લોકો શિયાળામાં અલગ અલગ પ્રકારની વાનગીઓ ખાવાનું રાખે છે. એવું કહેવામાં આવે છે કે શિયાળામાં ખાધેલી કેટલીક વાનગીઓ આખું વર્ષ શરીરમાં ઉર્જા બનાવી રાખે છે. ત્યારે આજે અમે તમને એવા વિસ્તારના લોકો વિશે જણાવીશું જે લાલ કીડીઓની ચટણી બનાવીને ખાય છે.આદિવાસી સમાજના લોકોની એવી માન્યતા ચેહ કે ઠંડીના દિવસોમાં જો લાલ કીડીની બનાવેલી ચટણી ખાવામાં આવે તો ઠંડી નથી લાગતી અને ભૂખ પણ વધારે લાગે છે. તેની અંદર ટેટરિક એસિડ હોય છે જે શરીર માટે ખુબ જ લાભકારક હોય છે.

જમશેદપુરથી લગભગ 70 કિલોમીટર દૂર ચાકુલીયા પ્રખંડનું મટકુરવા ગામ છે જ્યાં મોટા પ્રમાણમાં આદિવસી સમાજના લોકો રહે છે. ગાઢ જંગલોની વચ્ચે વસેલું આ ગામ આધુનિક સુવિધાઓથી ખુબ જ દૂર છે.અહીંયાના આદિવાસીઓનું કહેવું છે કે ઠંડી પડવાની સાથે જ અહીંયાના સાલ અને કરંજના વૃક્ષો ઉપર લાલ કીડીઓ પોતાનું ઘર બનાવી લે હ્ચે. તેમનું ઘર ચારેય તરફના પાંદડાથી ઢંકાયેલું હોય છે અને ઘણું જ ઊંચાઈ ઉપર બનેલું હોય છે.

ગામના લોકોને જયારે ખબર પડે છે કે વૃક્ષ ઉપર કીડીઓ આવવાનું શરૂ થઇ ગયું છે ત્યારે છોકરાઓ ઝાડ ઉપર ચઢે છે અને ડાળખાં સાથે જ કીડીઓના ઘરને તોડીને લઇ આવે છે અને ત્યારબાદ તેને મોટી હાંડીમાં ખંખેરે છે જેના કારણે બધી જ કીડીઓ એક જગ્યાએ ભેગી થાય. ત્યારબાદ મહિલાઓ તેને મોટા પથ્થર ઉપર રાખીને વાટે છે. તેની અંદર મીઠું, મરચું, આદુ અને લસણ પણ ભેળવીને તેને પીસવામાં આવે છે.

લગભગ 30 મિનિટ સુધી વાટ્યા બાદ બધી જ લાલ કીડીઓ મિક્સ થઇ જાય છે. ત્યારબાદ બધા જ લોકો પોત પોતાના ઘરની અંદરથી સાલના પાનાં લઇ આવે છે અને તેમાં ચટણી રાખે છે અને બધા સાથે મળીને ખાય છે. 1 વર્ષના બાળકથી લઈને 50 વર્ષના વૃદ્ધ પણ આ ચટણીને ખાય છે.

તેમનું કહેવું છે કે આ લાલ કીડીઓ વર્ષમાં એક જ વાર આવે છે અને કીડીઓની ચટણીને અમારા પૂર્વજો પણ ખાતા હતા. એટલા માટે અમે લોકો પણ પોતાને સ્વસ્થ રાખવા માટે લાલ કીડીની ચટણી ખાઈએ છીએ.
Anyone in the mood for ant chutney? 🐜 (via @101India) pic.twitter.com/84KUpYd28l
— Twitter Video India (@TwitterVideoIN) June 15, 2017