ખબર

રાહત પેકેજના બીજા દિવસે નાણા મંત્રીએ ખોલ્યો ખજાનો, નાના ખેડૂતો, સ્ટ્રીટ વેન્ડર્સ અને શ્રમિકો માટે નાણામંત્રી કરી જાહેરાત

આજની અપડેટ પ્રમાણે ભારતમાં કોવિડ 19 સંક્રમિતોની સંખ્યા 79,344 થઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 2,565 થયો છે. ડો.હર્ષવર્ધને કહ્યું છે કે છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસ 13.90 દિવસમાં બમણા થઈ રહ્યા છે. આ સમય બે અઠવાડિયા અગાઉ 11.10 દિવસ હતો. એટલે કે સંક્રમણ ફેલાવાના દરમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 14 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કોઈ નથી. તેમા ચંડીગઢ, છત્તીસગઢ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગોવા જેવા રાજ્યનો સમાવેશ થાય છે. કોરોના ટેસ્ટ અંગે તેમણે કહ્યું કે અમે દરરોજ 1 લાખ ટેસ્ટની ક્ષમતા હાંસલ કરી લીધી છે. ગુરુવાર સુધી દેશભરની 500 લેબમાં કોરોનાના 20 લાખ ટેસ્ટ થઈ ગયા છે. હર્ષવર્ધને COBAS 6800 મશીન દેશને સમર્પિત કર્યા. આ મશીન નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર કંન્ટ્રોલમાં લગાવવામાં આવ્યા છે. તેમાં એક દિવસમાં 1200 PCR ટેસ્ટ કરી શકાય છે.

કોવિડ 19એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે એવામાં રોજના હજારો લોકો મારી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો આપણે ત્યાં કોવિડ 19 ના દર્દીનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે 191 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ કુલ કેસ 9,592 અને મૃત્યુઆંક 586 થઈ ગયો છે. જ્યારે કુલ 3753 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ 38.33 ટકા થયો છે.

ગુજરાતમાં વધેલા આજના કેસો વિશે વાત કરીએ તો, અમદાવાદમાં 265 કેસ, વડોદરામાં 13, સુરતમાં 16, પાટણમાં 3, ભાવનગરમાં 3, પંચમહાલમાં 2, બનાસકાંઠામાં 1, મહેસાણામાં 6, ગીર સોમનાથ 4, જામનગરમાં 3, અરવલ્લી અને મહીસાગરમાં એક એક, આણંદ 2, છોટા ઉદેપૂર 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આપણા રાજ્યમાં અત્યાર સુધી કોવિડ 19ના 124709 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 9592નો રિપોર્ટ પોઝિટિવ અને 115117નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કુલ 233051 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે. તો સરકારી એસિલીટીમાં 9198 અને ખાનગી ફેસિલીટીમાં 617 લોકો ક્વોરેન્ટાઇનમાં છે. આ કુલ રાજ્યભરમાં 242866 લોકો ક્વોરેન્ટાઇનમાં છે.

ગુજરાતમાં ક્યાં કેટલા લોકો ડિસ્ચાર્જ થયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 135 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સિવાય ગાંધીનગરમાં 8, બનાસકાંઠામાં 5, બોટાદમાં 7, દાહોદમાં 6, ખેડામાં 4, પંચમહાલમાં 4, સાબરકાંઠામાં 2, સુરતમાં 12 અને વડોદરામાં 8 લોકોને હોસ્પિટલમાંથી ઘરે ગયા છે. રાજ્યમાં આમ છેલ્લા 24 કલાકમાં કુલ 191 લોકો સાજા થયા છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણ 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપના બીજા તબક્કાની માહિતી આપી રહ્યાં છે. નાણાં મંત્રીએ આજે કહ્યું કે આજે પરપ્રાંતીય મજૂરો, સ્ટ્રીટ વેન્ડર, નાના વેપારીઓ અને ખેડૂતો માટે 9 મહત્વની જાહેરાતો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી.

રાહત પેકેજની જાહેરાતનો આજે બીજો દિવસ. 3 કરોડ ખેડૂતોને સસ્તા વ્યાજદરે આપવામાં આવશે લોન. 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. ખેડૂતોને 4 લાખ કરોડની મદદ કરાઈ. શ્રમિકો, લારી-ગલ્લાવાળાઓ, પરપ્રાંતિઓ પર વધારે ફોકસ. 31 મે સુધી ખેડૂતોને લોનમાં માફી આપવામાં આવી. નાબાર્ડે ફક્ત માર્ચ મહિનામાં જ 29500 કરોડ ગ્રામીણ બેંકોને ફાળવ્યા છે. કોરોના ગાળામાં પણ બેંકો સક્રિય રહી છે. શહેરી ગરીબો માટે શેલ્ટર હોમમાં દરરોજ 3 ટાઈમ મફત ભોજન આપવામાં આવે છે. શહેરી ગરીબ માટે 11000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત. છેલ્લા ત્રણ મહિનામાં 36,500 કરોડ રૂપિયાની ખેડૂતોને લોન આપવામાં આવી છે. ખેડૂતો માટે 86 હજાર 600 કરોડની લોન મંજુર કરવામાં આવી છે.
પાક ખરીદવા માટે 6700 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ખેડૂતોએ સહકારી કે રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી લીધેલું ધિરાણ 31 મે 2020 સુધીમાં ચુકવવું પડશે

સરકાર કામદારોની સારસંભાળ માટે કામ કરી રહી છે. 12000 સેલ્ફ હેલ્પ ગ્રુપ્સે 3 કરોડ માસ્ક બનાવ્યા છે. શહેરના ગરીબ લોકો પણ કોરોના સામે લડત આપી રહ્યા છે.7200 નવા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ બનાવવામાં આવ્યા છે જેમને કેન્દ્ર સરકારની મદદ મળે છે જેઓ કામદારોની મદદ કરશે. શ્રમિકોને મનરેગા યોજના હેઠળ રોજગારી આપવામાં આવશે. પરપ્રાંતીય મજૂરો માટે ગામડામાં રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. મનરેગા યોજના હેઠળ રોજગારીનું રોજ 202 રૂપિયા કરવામાં આવ્યું. 2 લાખ 33 હાજર મજૂરોને રોજગારી આપવામાં આવી.ઘરવાપસી કરી રહેલા મજૂરોને મદદ કરવામાં આવી રહી છે. 22 કરોડથી વધુ ગરીબોના વીમા કરાવ્યા છે. પોતાના વતન જઈ રહેલા મજૂરોને કામ આપવામાં આવી રહ્યુ છે. રાજ્યોને પ્રવાસી મજૂરોને કામ મળી રહે તેનુ ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે.

ન્યુનતમ મજૂરીના ભેદભાવને દૂર કરવામાં આવશે. શેરીના સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રમ કાયદામાં પણ સુધાર કરવામાં આવશે. અસંગઠિત મજૂરોને ગ્રેચ્યુટી ગ્રેચ્યુટી લાભ આપવામાં આવશે. તમામ શ્રમિકોને નિયુક્તિ પત્ર આપવામાં આવશે. મહિલાઓને રાતે કામ કરવાની છૂટ આપવામાં આવશે. જોખમભર્યા કામ કરનાર મજૂરોને પણ ESI આપવામાં આવશે. કાર્ડ વગરના મજૂરોને 5 કિલો ચોખા/ઘઉં અનાજ 1 ચણા આગામી 2 મહિના સુધી આપવામાં આવશે. પરપ્રાંતીય શ્રમિકોને રાશન 3500 કરોડની જાહેરાત કરવામાં આવ્યા છે, રેશનકાર્ડ પોર્ટેબિલિટીની મંજૂરી આપવામાં આવશે. ‘વન નેશન વન રેશન’અંતર્ગત પ્રવાસી મજૂરો તેના રેશન કાર્ડ દ્વારા દેશના ગમે તે જગ્યા પરથી અનાજ લેવામાં આવશે. ઓહ્સ્ત સુધીમાં 67 કરોડનો ફાયદો થશે.

પરપ્રાંતીય મજૂરોને ઓછા ભાડામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. – પરપ્રાંતિય શ્રમિકો માટે PM આવાસ યોજના લાવવામાં આવશે. 50 હજારથી લોન ધરાવતા મુદ્રા શિશુ લોન યોજના હેઠળ 1500 કરોડનો લાભ મળશે. 1 વર્ષ સુધી 2 ટકા વ્યાજ સરકાર દ્વારા આપવામાં આવશે. 50 લાખ શેરી ફેરિયા માટે 5 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
6 લાખથી 18 લાખ આવક ધરાવતા લોકોકે હાઉસિંગમાં ફાયદો મળશે.ક્રેડિટ લિંક સ્કીમમાં થશે ફાયદો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.