ખબર

ક્યાંથી આવશે સરકારનાં 20 લાખ કરોડના રાહત પેકેજ માટે રૂપિયા? ચાલો ગણિત સમજીએ

કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને એને કારણે દેશની અર્થતંત્ર નબળું પડી ગયું છે ત્યારે આ નબળા પડેલા અર્થતંત્રને વેગ આપવા માટે મંગળવારે દેશની જનતાને સંબોધિત કરવા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે.

વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ પેકેજ આશરે 20 લાખ કરોડ રૂપિયાનું હશે, જેમાં સરકારના વર્તમાન નિર્ણય અને રિઝર્વ બેંકની ઘોષણાઓનો સમાવેશ થાય છે. પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે સરકાર પાસે આટલા પૈસા આવશે ક્યાંથી –

Image Source

હકીકતે સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે બજારમાંથી લોન લેવાનું લક્ષ્ય વધારી દીધું છે અને 12 લાખ કરોડ રૂપિયા કરી દીધું છે. અહીં મહત્વની વાત એ છે કે સામાન્ય બજેટમાં આનું લક્ષ્ય 7.8 લાખ કરોડ રૂપિયા જ રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે લક્ષ્યાંક વધાર્યા બાદ હવે સરકાર 4.2 લાખ કરોડની વધારાની લોન લેશે. નાણાકીય વર્ષના પહેલા 6 મહિનામાં 6 લાખ કરોડ રૂપિયા માર્કેટ ગિલ્ટ (બોન્ડ) દ્વારા એકત્રિત કરવામાં આવશે. આ પૈસાનો અર્થવ્યવસ્થાને કોરોના વાયરસથી બચાવવા ઉપયોગ કરવામાં આવશે.

Image Source

તાજેતરમાં જ જાપાની બ્રોકરેજ કંપની નમુરાએ જણાવ્યું હતું કે, સરકાર 12 લાખ કરોડ રૂપિયાની લોન માર્કેટ લઈ રહી છે. આ સાથે, નાણાંકીય ખોટ 5.5થી 6 ટકા થઈ શકે છે જ્યારે સરકારે આ વર્ષે તે 3.5 ટકા રહેશે તેવું અનુમાન લગાવેલું.

આ નાણાકીય ખોટ ઘટાડવી એ સરકાર માટે એક મોટો પડકાર છે, જેના હલ માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહયા છે. પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ વધારવામાં આવશે, જેનાથી સરકારના ખજાનામાં 1.4 લાખ કરોડ રૂપિયા આવશે. હાલ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જેથી સરકાર માટે ટેક્સ લગાવવો સરળ બનશે. અને સામાન્ય જનતા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ખાસ કોઈ ફરક નહીં આવે.

સાથે જ કોરોના સંકટમાં ભારતીય રિઝર્બ બેંક પણ સરકારની મદદ કરશે. એક અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક પાસેથી 45 હજાર કરોડ રૂપિયાની મદદ લેવાની તૈયારી કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.