આ ગુજરાતીએ બનાવ્યું અનોખુ ઘર, ક્યારેય નથી ભરવું પડતું લાઈટ બિલ કે પાણી બિલ

આપણે ગુજરાતીઓ જેમ વેપાર ધંધા માટે જાણીતા છીએ તેમ જુગાડ કરવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છીએ. ઘણા લોકોએ પોતાની કોઠા સૂજથી એવા એવા પ્રયોગો કર્યા છે જેને જોઈને ભલભલાના માથા ચકરાવે ચઢી જાય. વર્તમાન સમયમાં મોંઘવારીનો માર દરેક લોકોને સહન કરવો પડી રહ્યો છે. જેમા ઘરમાં ટીવી,ફ્રીઝ અને વોશિંગ જેવા સાધનોને કારણે લાઈટ બિલ પણ મોટા આવી રહ્યા છે. આ ઉપરાંત ઘરમાં શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું જેના કારણે આરઓ પ્લાટનો ખર્ચો પણ કરવો પડે છે. એવામાં ગુજરાતના એક ભાઈ એવા છે જેમને લાઈટ બિલ અને પાણીના બિલની કોઈ ચિંતા નથી. (તમામ તસવીરો સૌજન્ય: ગુજરાતી ધ બેટર ઇન્ડિયા)

અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના અમરેલી શહેરમાં રહેતા કનુભાઈની. જેમણે મોંઘવારીના આ યુગમાં અનોખો આઈડિયા વાપરી લોકોને નવી રાહ ચિંધી છે. જો તમે કનુભાઈ ઘરની સામે ઉભા રહીને જોશો તે તમને એક સામાન્ય ઘર જ લાગશે. હકિકતમાં આ સામાન્ય દેખાતુ ઘર અસામાન્ય છે. કારણ કે તેમના ઘરે વીજળી પાણીનું બિલ નથી આવતુ, ઉલટાનું તે કમાણી કરી રહ્યા છે.

હવે આપણે કનુભાઈ વિશે વિગતે વાત કરીએ તો તેઓ એક સરકારી નોકરીયાત છે. તેમણે આજથી 21 વર્ષ પહેલા 2.8 લાખમાં આ અનોખુ ઘર બનાવ્યું હતું. સામાન્ય રીતે ઘર બનાવતી વખતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બધી વસ્તુ બનાવે છે. પરંતુ કનુભાઈએ એક ડગલુ આગળ વધીને આ ઘરનું નિર્માણ કર્યું છે. તેમના ઘરમાં એવી વ્યવસ્થા છે કે કોઈ પણ બહારના સોર્સ વિના ત્રણ વર્ષ સુધી પાણી મળી રહે છે.


સૌથી મહત્વની વાત એ છે કનુભાઈ ભોજનમાં જોઈતી જરૂરી શાકભાજી ઘરે જ ઉગાડે છે અને તેમના ઘરની ગટરનો ઉપયોગ તેને પાણી આપવામાં કરે છે. જેથી તેમને બહારના કેમિકલ વાળા શાકભાજી ખરીદવાની જરૂર નથી પડતી. આ ઉપરાંત આ ઘર ગ્રિડને વીજળી આપીને સરકાર પાસેથી 10 હજાર રૂપિયા પણ મેળવે છે.

નોંધનિય છે કે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ઉનાળામાં પાણીની અછત સર્જાય છે. જેના કારણે ઘરોમાં ઘણા દિવસો સુધી પાણી આવતુ નથી. તેનો ઉકેલ લાવવા કનુભાઈએ ઘરમાં ભૂગર્ભ ટાંકો બનાવ્યો જેના 20 હજાર લીટર પાણીને સંગ્રહ કરી શકાય છે. તેમા વરસાદના પાણીનો સ્ટોક કરવામાં આવે છે. આ ઉપરાંત પોતાના ઘરની બારીઓને વધુ મોટી બનાવી જેથી ઘરમાં તડકો વધારે આવી શકે. તેમણે હોરિજેન્ટલ ક્રોસ વેન્ટિલેશન ટેકનિકનો ઉપયોગ કરીને હવા ઉજાસની વ્યવસ્થા કરી, આ ટેકનિકના કારણે ઘરમાં ઠંડી હવા સરળતાથી આવે છે અને એસી પંખાની જરૂર ઓછી પડે છે.

તેમના ઘરની છત પર સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે જેના કારમે વીજળીનું બિલ આવતુ નથી આ ઉપરાંત તેઓ વધારાની વિજળી સરકારને વેંચીને પણ કમાણી કરી રહ્યા છે. એટલુ જ નહીં શિયાળામાં ગરમ પાણી માટે તેમણે છત પર સોલાર ગીજર પણ લગાવ્યું છે. હાલમાં આ ઘરમાં આસપાસના વિસ્તારોમાં એક આદર્શ ઘર બનીને ઉભરી આવ્યું છે.

YC