ફરી એકવાર ઇકોનો વળી ગયો કચ્ચરઘાણ, અંદર બેસનારાઓની જે હાલત થઇ જે સાંભળીને હૈયું ફાટી જશે

ઈકોમા બેસતા પહેલા સાવધાન, રાજકોથી જામનગર હાઇવે પર ઈકોનું થયું ભયંકર એક્સીડંટ, આટલા લોકો તરફડિયા મારી મારીને મરી ગયા

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માતોને કારણે આખો પરિવાર તો પરિવારનો કોઇ આધારસ્તંભ તો અન્ય લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી રાજકોટ જિલ્લામાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. હાલમાં રાજકોટ-જામનગર હાઇવે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર આવી રહ્યા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ છે, જ્યારે ચાર જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

ઇજાગ્રસ્ત લોકોને 108 મારફતે હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોથી જામનગર તરફ જતી ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઇકો કારનો ડાબી બાજુનો ભાગ આખો દબાઇ ગયો હતો. આ અકસ્માતને પગલે એક પુરુષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જયારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલિસે હાલ તો મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને પોલિસે ઘટનાસ્થળે પહોચી જામ છૂટો કરાવ્યો હતો. જણાવી દઇએ કે, લગભગ છ એક મહિના પહેલા અમીરગઢ નેશનલ હાઇવે ભડથ પાટિયા નજીક ઇકો કાર અને ટ્ર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પણ એક વ્યક્તિનું મોત થયુ હતુ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારના પરખચ્ચા ઉડી ગયા હતા.

Shah Jina