નવસારીમાં કન્ટેનર માથે પડતા જ ઇકોકારનો વળી ગયો કચ્ચરઘાણ- એક, બે, ત્રણ નહિ પણ એટલા લોકોના તરફડીયા મારીને થયા મૃત્યુ, લગ્નની ખુશી ફેરવાઇ માતમમાં

નવસારીમાં ઈકોની માથે કન્ટેનર પડ્યું, ઈકોનું પડીકુ વળી ગયું, એક, બે, ત્રણ નહિ પણ એટલા લોકોના તરફડીયા મારીને થયા મૃત્યુ, લગ્નની ખુશી ફેરવાઇ માતમમાં

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માતોમાં આખો પરિવાર હોમાઇ જતો હોય છે, તો ઘણીવાર પરિવારમાંથી કોઇ એકાદ વ્યક્તિનુ મોત થતા પરિવાર વિખેરાઇ જતો હોય છે. ત્યારે હાલ ખૂબ જ ગમ્ખવાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. નવસારીના કસ્બા ધોળાપીપળા ધોરી માર્ગ પર પડઘા પાડિયા પાસે પૂર ઝડપે આવી રહેલ કન્ટેનર અને ઇકો કાર વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. આ ગમ્ખવાર અકસ્માતમાં 5 લોકોના મોત પણ નિપજ્યા છે.

દીકરીના લગ્નની ખરીદી માટે ચીખલીનો પટેલ પરિવાર સુરત ગયો હતો અને તે જયારે પરત આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્યાના માતા-પિતા, ભાઇ અને માસી તેમજ માસીના દીકરાનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. હાલ તો પરિવારના 5 લોકોના કરુણ મોત નિપજતા પરિવારમાં લગ્નની ખુશી હતી તે માતમમાં ફેરવાઇ ગઇ છે. જો કે, આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ પણ થયો છે. 25 તારીખના રોજ દીકરીના લગ્ન હતા અને આ પહેલા આ દુર્ઘટના બની હતી.

અકસ્માતમાં તો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘટનાની જાણ થતા પોલિસ અને ફાયર બ્રિગેડનો કાફલો પણ તાત્કાલિક દોડી આવ્યો હતો અને આગળના સ્થિતિ સંભાળી હતી. ફૂલ સ્પીડમાં જતા કન્ટેનર સાથે કાર અથડાઇ હતી અને તેને કારણે કન્ટેનર કાર પર પડ્યુ હતુ અને કારનો ભૂક્કો બોલાઇ ગયો હતો. ઘટનાની મળતી વિગત અનુસાર, નવસારીના કસ્બા ધોળાપીપળા માર્ગ ઉપર પુર ઝડપે દોડતા કન્ટેરન સાથે કાર અથડાઈ હતી અને કન્ટેનર ઈકો કાર પર પડતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે દોડી ગઇ અને ક્રેનની મદદથી ઈકો કારમાં ફસાયેલ 5 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાના પગલે રસ્તો બંધ થઇ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં જે પાંચ લોકોના મોત થયા છે, તેમાં મીનાક્ષીબેન પ્રફુલભાઇ પટેલ, પ્રફુલભાઇ પટેલ, રોનક પટેલ, શિવ પટેલ અને મનીષાબેન મુકેશ ભાઇ પટેલ સામેલ છે. પ્રફુલભાઇની દીકરીના લગ્ન 25 તારીખના રોજ હતો અને તેને કારણે તેઓ સુરત ખરીદી માટે ગયા હતા.

ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આમરીથી આમડપોર ગામ નજીક પડઘા પાટિયા પાસે સાંજે 5:30 વાગ્યે અકસ્માત થયો હતો. કારમાં 4 પુરુષ અને 2 મહિલાઓ હતી, જેમાંથી 5ના મોત નિપજ્યા હતા અને એકનો ચમત્કારિક બચાવ થયો હતો. જે વ્યક્તિ બચી ગયો છે તેનું નામ દીપ પટેલ છે.

Shah Jina