હેલ્થ

વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી શરીરમાં આવી શકે છે ગંભીર બીમારીઓ, આજે જ ચેતી જાઓ

મીઠા વગર કોઈપણ જમવાનો સ્વાદ અધૂરો છે, તો જમવામાં જો સહેજ પણ મીઠું વધારે થઇ ગયું તો પણ તે સ્વાદ બગાડી શકે છે. માટે હંમેશા આપણે મીઠું સ્વાદ અનુસાર જ નાખતા હોઈએ છીએ, પરંતુ ઘણા લોકોને મીઠું વધારે પડતું જ ખાવાનું ગમતું હોય છે. વધારે મીઠું ખાવું શરીર માટે જોખમ કારક છે. વધારે પડતું મીઠું ખાવાના કારણે શરીરમાં ઘણી બીમારીઓ આવી શકે છે. આજે અમે તમને વધારે મીઠું ખાવાથી થતી બીમારીઓ વિશે જણાવીશું.

Image Source

1. આંતરડામાં સોજા:
વધારે પડતું મીઠું ખાવાના કારણે આંતરડામાં સોજા આવાની મુશ્કેલી સર્જાઈ શકે છે. એક અભ્યાસ પ્રમાણે અમેરિકાના વ્યસ્કોમાં મીઠાનું વધારે પડતું સેવન કરવાના કારણે તેમના આંતરડામાં સોજા આવી ગયા.

Image Source

2. હાઈ બ્લડ પ્રેશર:
વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ સર્જાઈ શકે છે. જેના કારણે તમારા બીજી ઘણી પ્રકારની તકલીફોનો પણ સામનો કરવો પડી શકે છે.

Image Source

3. કેન્સર:
વધારે મીઠું ખાવાના કારણે તમારા શરીરમાં કેન્સર પણ થઇ શકે છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં કેલોરી વધે છે, જે કેન્સરના જોખમનું કારણ વધારવામાં સૌથી વધારે મદદ કરે છે.

Image Source

4. હાર્ટ એટેક:
વધારે મીઠું ખાવાથી હૃદયની માંસપેશીઓ વધવા લાગે છે અને હૃદયની માંસપેશીઓ વધવાના કારણે હાર્ટ એટેક આવવાનો ખતરો રહે છે. માટે સ્વસ્થ રહેવા માટે યોગ્ય માત્રમાં મીઠું ખાવું.

Image Source

5. માથાનો દુઃખાવો:
વધારે પ્રમાણમાં મીઠું ખાવાથી માથાના દુઃખાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. લોહીની અંદર મીઠાનું પ્રમાણ વધારે હોવાના કારણે માંશપેશીઓ અને ઘૂંટણના દુઃખાવા જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.