તમારા ભોજનમાં આજે જ સામેલ કરો આ વસ્તું, શનિ દેવ કરશે પૈસાનો વરસાદ

Astrology Tips: ગ્રહોના રાશિ પરિવર્તનથી લોકો પર તેની સીધી અસર પડે છે તેવી જ રીતે લોકોના ખાન પાનની પણ અસર પણ ગ્રહો સાથે સંબંધિત છે. કેટલીકવાર એવું બને છે કે, કુંડલીમાં કોઈ સકારાત્મક ગ્રહ નબળો હોય તો તેનો પાવર વધારવા માટે લોકો રત્ન,ધાતુ કે કોઈ અન્ય ઉપાય કરે છે. પરંતુ કેટલીકવાર જટીલ ઉપાયો કરવાથી પણ ધારી સફળતા મળતી નથી. તો આજે આપણે જાણીશું કે આહારના માધ્યમથી તેનો પાવર કેવી રીતે વધારી શકાય. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તમારા સકારાત્મક ગ્રહોને મજબૂત કરવા માટે આહારમાં ફેરફાર કરવો યોગ્ય રહેશે.

1.સૂર્ય: ગ્રહોના રાજા સૂર્યનું મજબૂત હોવું ખુબ જરૂરી છે. સૂર્યને મજબૂત કરવા માટે ફળોનું સેવન કરવું ઉત્તમ માનવમાં આવે છે. જે જાતકોની કુંડળીમાં સૂર્ય સકારાત્મક સ્થિતિમાં છે પરંતુ નબળો છે તેથી પૂર્ણ ફળ નથી આપી રહ્યો તો એવા લોકોએ સવારે નાસ્તામાં સફરજન અવશ્ય ખાવા જોઈએ. આ ઉપરાંત લાલ રંગના ફળો અવશ્ય ખાવા જોઈએ.

2.ચંદ્ર: ચંદ્રમાને મજબૂત કરવા માટે રોજ રાત્રે સુતા સમયે હળવું ગરમ દૂધ પીવું જોઈએ. આ ઉપરાંત તમે દૂધની બનેલી વસ્તુઓ અને ગળ્યું દહી લઈ શકો છો. ભોજન કરતી વખતે વધુ પાણી ન પીવું. આ ઉપરાંત ભોજનમાં ચોખા અને તેનાથી બનેલી વસ્તુઓ ખાઈ શકો છો.

3.મંગળ: મંગળ ગ્રહની સકારાત્મક સ્થિતિને મજબૂત કરવા માટે તાજુ અને ગરમ ભોજન કરવું સારુ માનવામાં આવે છે. આ ઉપરાંત ભોજનમાં પ્રોટિનની માત્રા વધુ રહે તેનું ખાસ ધ્યાન રાખો. ભોજનના અંતમાં ગોળ ખાવાથી પણ મંગળ મજબૂત થાય છે. ફળોમાં તમે ચીકુ કે પપૈયું ખાઈ શકો છો.

4.બુધ: બુધ ગ્રહ જેટલો સારો અને મજબૂત હશે તેટલી જ બુદ્ધિ પ્રખર હશે. શુભ ફળ આપતા બુધનો પાવર વધારવા માટે ભોજનમાં સલાડનો સમાવેશ કરવો જોઈએ. લીલા શાકભાજી અને લીલી દાળ અવશ્ય લો. ઓછા મસાલાથી બનેલા શાક જેમાં દુધી,તુરીયા,ટિંડોળા,ભીંડા લઈ શકો છો. ફળમાં દ્રાક્ષ અને કીવી ખાવા યોગ્ય રહેશે.

5.ગુરુ: દેવ ગુરુ બૃહસ્પિતિની સકારાત્મક ઉર્જા વધારવા માટે સૌથી મહત્વનું છે કે તમે હળદરનો નિયમિત રીતે ઉપયોગ કરો. હળદરને દૂધમાં નાખીને પીવાથી ગુરુનો પાવર વધે છે. આ ઉપરાંત ચણાની દાળનો ઉપયોગ કરવો પણ ફાયદાકારક રહે છે. આ ઉપરાંત તમે શુદ્ધ દેશી ઘીમાં બનેલી વાનગી પણ ખાઈ શકો છો.

6.શુક્ર: કુંડલીમાં જો શુક્ર ગ્રહ મજબૂત ન હોય તો આ સંસારમાં સુખ સુવિધા અને વૈભવ પ્રાપ્ત કરવો અસંભવ છે. તેથી શુક્રનો પાવર વધારવા માટે તમારા આહારમાં રસદાર ફળોનો સમાવેશ અવશ્ય કરો. ભોજનમાં દરેક વસ્તુ પોષ્ટિક હોય તે જરૂરી છે. સાથે રસ્સાદાર શાકભાજી અવશ્ય ખાવ. આ ઉપરાંત તમે પનીર અને સાબુદાણામાંથી બનેલી વસ્તુ પણ લઈ શકો છો.

7.શનિ: જો તમે શનિથી પરેશાન છો તો નોનવેજનો ત્યાગ કરી દો. આ ઉપરાંત કોઈ પણ નશાકારક વસ્તુનું સેવન પણ બંધ કરી દો. સકારાત્મક શનિનો પાવર વધારવા માટે ફણગાવેલા કઠોળ ખાવા વધુ હિતાવહ છે. ચણાનું સેવન કરતા લોકો શનિને વધુ પસંદ આવે છે. આ ઉપરાંત ફાઈબર યુક્ત ભોજન કરવું જોઈએ. મલ્ટિગ્રેનની રોટલી ખાવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે.

YC