કેળું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે એ વાતતો આપણે બધા જ જાણીએ છીએ. કેળામાં ઘણા બધા પોષકતત્વો હોય છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક પણ છે. કેળું શરીરમાં ભૂખને મારે અને ચરબીને ઓછી કરે છે. કારણ કે તેની અંદર સ્વસ્થ ફેટ મળી આવે છે જે શરીરમાં જામતો નથી અને વજનમાં વધારો કરે છે. અને મોટાપાને પણ દૂર ભગાવે છે. બસ તેને ખાવા માટેનો યોગ્ય સમય અને રીત ખબર હોવી જોઈએ.

ઘણા લોકો એવા હોય છે કે સવારે ઓફિસ જવાની ઉતાવળમાં ખાલી પેટે એક કેળું જ ખાઈને ચાલ્યા જાય છે. તે લોકો એમ વિચારે છે કે કેળું ઉર્જાથી ભરપૂર હોય છે અને તેના કારણે તમેને દિવસભર કામ કરવાની ઉર્જા મળશે. પરંતુ વિશેષજ્ઞો જણાવે છે કે ખાલી પેટે ક્યારેય કેળું ખાવું ના જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા નુકશાન થઇ શકે છે.

ખાલી પેટે પાચન માટે યોગ્ય નથી:
કેળાની અંદર પોટેશિયમ, ફાયબર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. પરંતુ તેની સાથે સાથે આ ફળ એસિડિક પણ હોય છે અને વિશેષજ્ઞ જણાવે છે કે ખાલી પેટ એસિડિક ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. માટે ખાલી પેટે કેળાનું સેવન બિલકુલ ના કરવું.

ખાલી પેટે કેળું ખાવું હૃદય માટે છે નુકશાનકારક:
કારણ કે કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં મળી આવે છે. માટે જો ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો લોહિમાં આ બંને પોષકતત્વોનો વધારો થઇ શકે છે. જેનાથી હૃદયને નુકશાન પહોંચે છે. માટે ખાલી પેટે કેળું ખાતા પહેલા એકવાર વિચારી લેવું.

ખાલી પેટે કેળું ખાવાથી લાગી શકે છે થાક અને આળશ:
જો તમે વિચારી રહ્યા છો કે કેળું ખાવાથી તમને દિવસભરની ઉર્જા મળી જશે તો તમે યોગ્ય વિચારો છો, પરંતુ ખાલી પેટે બિલકુલ નહીં. કારણ કે ખાલી પેટે કેળું ખાવાથી તમને તરત ઉર્જા તો મળી જશે પરંતુ તે અસ્થાઈ હશે. તમને તરત જ થાક અને આળશ થવા લાગશે અને પછી ભૂખ લાગવા લાગશે. ત્યારબાદ તમને ઓવર ડાયટિંગની સમસ્યા થવા લાગશે. માટે યોગ્ય છે કે સવારે કેળાને નાસ્તામાં ઉમેરો પરંતુ ખાલી પેટે બિલકુલ ના ખાવ.

શું રાત્રે સુતા પહેલા ખાવું જોઈએ કેળું:
ઘણા લોકો રાત્રે સુતા પહેલા કેળું ખાય છે, પરંતુ આમ ના કરવું જોઈએ. કારણ કે રાત્રે કેળું ખાવાથી તમે બીમાર પડી શકો છો. તેનાથી તમને ખાંસીની સમસ્યા થઇ શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.