અજબગજબ ખબર

આ હોટલમાં ચાલી રહી છે એક એવી ઓફર કે 1 કલાકમાં જો તમે થાળી ખાલી કરો છો તો મળે છે બ્રાન્ડ ન્યુ બુલેટ

ઘણી બધી હોટલ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી ઓફર લગાવવામાં આવે છે ત્યારે પુણેની એક હોટલની અંદર એક એવી જ શાનદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં તમે જો 60 મિનિટમાં એક થાળી સફાચટ કરી દો છો તો તમને મળે છે 1.65 લાખની કિંમતનું એક બ્રાન્ડ ન્યુ રોયલ ઈનફિલ્ડ.

Image Source

આ હોટલ પુણેની અંદર વાડગાવ માલવ ક્ષેત્રમાં આવેલી છે. જેનું નામ છે શિવરાજ હોટલ. આ હોટલના માલિક અતુલ વાયકરનું કહેવું છે કે ગ્રાહકોને ભોજનાલયમાં આમંત્રિત કરવા માટે આ પ્રતિયોગિતા શરૂ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે.

Image Source

અતુલે પોતાના રેસ્ટોરન્ટની બહાર પાંચ એકદમ બ્રાન્ડ ન્યુ રોયલ ઈનફિલ્ડ બુલેટ પણ રાખ્યા છે. આ પ્રતિયોગિતમાં ભાગ લેનારા વ્યક્તિએ 60 મિનિટમાં આ થાળીને પૂર્ણ કરવાની છે. આ થાળીની અંદર 12 અલગ અલગ વ્યંજનો છે.

Image Source

4 કિલોની આ થાળી નોનવેજ છે. જેમાં મટન અને તળેલી માછલી પણ છે. આ થાળીનું નામ છે “ધ બુલેટ થાળી”  હવે આ અનોખી પ્રતિયોગિતાના કારણે આ હોટલ વધારે પ્રમાણમાં સર્ચ કરવામાં આવી રહી છે.

Image Source

હોટલના માલિક અતુલ વાયકરના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના રહેવાસી સોમનાથ પવાર એક કલાકથી પણ ઓછા સમયની અંદર આ બુલેટ થાળી પૂર્ણ કરવામાં સફળ રહ્યા હતા. જેના કારણે ઇનામમાં તેમને એક બ્રાન્ડ ન્યુ બુલેટ આપવામાં આવ્યું હતું.

શિવરાજ હોટલ 8 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. જે ગ્રાહકો માટે અવાર નવાર આવા ચેલેન્જ બહાર પડતી રહે છે. આ પહેલા પણ અતુલે એક પ્રતિયોગિતા બાહર પાડી હતી જેમાં 4 લોકોએ સાથે મળીને 60 મિનિટની અંદર 8 કિલોની રાવણ થાળી ખાવાની શરત રાખવામાં આવી હતી.

India’s Biggest Special Thali System, Ravan Thali, Bakasur ,Sarkar Thali, આ રીતે જુદા જુદા પ્રકારની થાળી મળે છે જેમાં બુલેટ થાળી ખુબ પ્રખ્યાત છે, હજુ સુધી એક વ્યક્તિ જ આ થાળી સમાપ્ત કરી ને ઇનામ માં બુલેટ જીત્યો છે. 60 મિનિટ માં તમે આ થાળી સમાપ્ત કરી શકો કે નહિ એ અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો.