હનુમાનજીને પ્રસંન્ન કરવા માટે મંગળવારે કરો આ ઉપાય

આજે વર્ષ 2021 ના ​​ઓક્ટોબર મહિનાનો પહેલો મંગળવાર અને અશ્વિન મહિનાનો બીજો મંગળવાર છે. માન્યતા અનુસાર મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે, તેને હનુમાન જીનો દિવસ પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં, મંગળને ઉર્જાનો કારક માનવામાં આવે છે.

કટોકટી કે મુશ્કેલીના સમયમાં માણસની ઉર્જામાં નુકશાન થાય છે. માન્યતા અનુસાર, જો તકલીફમાં રહેલો વ્યક્તિ મંગળવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કેટલાક વિશેષ ઉપાય કરે છે, તો તેની મુશ્કેલીઓ થોડા સમયમાં દૂર થઈ શકે છે અને નસીબ પણ બદલાઈ શકે છે.

હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે, ભગવાન રામની પૂજા કરવી જોઈએ અને નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે, આ દિવસે ભક્તો તેમને વિવિધ પ્રકારના ભોગ આપે છે અને ઘણી વસ્તુઓ પણ આપે છે. આમ કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મંગળવારે હનુમાનજીને આ અર્પણ કરો

  • મંગળવારે હનુમાનજીને બુંદી ચઢવવામાં આવે છે.
  • મંગળવારે હનુમાનજીને ચણાના લાડુ અર્પણ કરવા જોઈએ.
  • હનુમાનજીને સિંદૂર ખૂબ ગમે છે. મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે.
  • સિંદૂર સાથે ચમેલીનું તેલ ભેળવીને હનુમાનજીને લગાવવામાં આવે છે, જેને ચોલા ચઢાવવું કહેવાય છે.

  • તમે હનુમાનજીને કોઈપણ ફૂલોની માળા અર્પણ કરી શકો છો, પરંતુ તેમને ગલગોટા(મેરીગોલ્ડ)ના ફૂલો ગમે છે.
  • તમે હનુમાનજીને તેમના ચરણોમાં ગુલાબના ફૂલ પણ અર્પણ કરી શકો છો.
  • તમે મંગળવાર અને શનિવારે હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરી શકો છો.
  • બજરંગબલી લાલ રંગના ખૂબ શોખીન છે. આવી સ્થિતિમાં, તમે તેમને લાલ કપડું અથવા લાલ ચૂંદડી ઓઢાડી શકો છો.

મંગળવારે આ કામ કરવું જોઈએ

  • મંગળવારે રામ મંદિર જવું જોઈએ. હનુમાનજીના શ્રી રૂપના મસ્તકનું સિંદુર જમણા હાથના અંગુઠાથી લઈને સીતા માતાના શ્રી રૂપના ચરણમાં લગાવો અને પ્રાર્થના કરો.
  • શનિવાર અથવા મંગળવારે, દોરામાં ચાર મરચાં નીચે અને ઉપર ત્રણ મરચાં અને વચ્ચે લીંબુ પોરવીને ઘરમાં અને ધંધાના દરવાજા પર લટકાવો. તે નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે

  • કાળા તલ, જવનો લોટ અને તેલ મિક્સ કરીને લોટ બાંધો. આ લોટમાંથી રોટલી બનાવો, તેના પર તેલ અને ગોળ લગાવો અને જેને નજર લાગી હોય તેના માથા પર સાત વખત ઉતાર્યા બાદ ભેંસને ખવડાવો. શનિવાર અથવા મંગળવારે આ ઉપાય કરો
  • જો નાનું બાળક રડતુ હોય તો રવિવાર કે મંગળવારે નીલકંઠનું પીંછું લો અને જે પથારીમાં બાળક સુતુ હોય ત્યાં મૂકો. ટૂંક સમયમાં બાળકનું રડવાનું બંધ કરી દેશે.

  • મંગળવારે સાંજે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા અર્પણ કરો. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે
YC