Breaking : ગુજરાતની ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી, ભૂકંપનું કેન્દ્ર સુરત…

આજે સવારે ગુજરાતના મહાનગર સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો વચ્ચે અફરા તફરી મચી ગઇ હતી. ભૂકંપનું કેન્દ્ર સુરતથી 61 કિમી દૂર કહેવામાં આવી રહ્યું છે. ત્યારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 હતી. જો કે, હાલ તો કોઈ નુકશાનની માહિતી સામે આવી નથી. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,

દક્ષિણ ગુજરાતમાં લગભગ 10:26 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા અને ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી. જો કે, દક્ષિણ પૂર્વ સુરતથી 60 કિલોમીટર અને જમીનથી 7 કિમી અંદર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યુ.છેલ્લા 6 મહિનામાં નવસારીમાં ઘણીવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. ઉલ્લેખનીય છે કે, ગત રાતે

10.10 મિનિટે ધોળાવીરા ગામથી 26 કિમી દૂર 3.6ની તીવ્રતા ધરાવતો આંચકો આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપો હતો. કચ્છમાં વાગડ વિસ્તારમાં આફ્ટરશોકનો શીલસિલો સતત ચાલુ રહ્યો છે. આ મહિનાની 2 તારીખના રોજ ભચાઉથી 13 કિમી દૂર 3.4નો આફ્ટરશોક નોંધાયો હતો, જ્યારે 18 સેપ્ટેમ્બરના રોજ રાપરથી 7 કિમી દૂર 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.જણાવી દઇએ કે,

ભારતમાં 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે 35 વખત ભૂકંપ આવ્યો હતો. જેમાં સૌથી વઘુ મહારાષ્ટ્રમાં 7 વખત અને લદ્દાખમાં 4 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ઉપરાંત ગુજરાતમાં 2, રાજસ્થાનમાં 1, અરુણાચલ પ્રદેશમાં 2, આસામમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, હિમાચલમાં 2, મણિપુરમાં 3, મેઘાલયમાં 1, પંજાબમાં 1, ઉત્તરાખંડમાં 1 અને આંદામાનમાં 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Shah Jina