BREAKING : 6.1ની તીવ્રતા વાળા ભૂકંપથી હલી ગઇ ધરતી, 130થી વધુ લોકો મૃત્યુ પામ્યા, ઠેર ઠેર લાશોના ઢગલા થયા, નજારો જોઈને ધ્રુજી ઉઠશો

ભૂકંપના ઝાટકાથી હલ્યુ અફઘાનિસ્તાન, તિવ્રતા 6.1, અત્યાર સુધી 130થી પણ વધારેની મોત
ભૂકંપથી ધ્રુજ્યુ અફઘાનિસ્તાન, 130થી વધુ લોકોની મોત, પાતિસ્તાનમાં પણ મહેસૂસ થયા ઝાટકા

અફઘાનિસ્તારની ધરતી બુધવારના રોજ ભૂકંપના ઝાટકાથી હલી ગઇ. અહીં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે દેશમાં 130થી વધુ લોકોના મોત થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિમી દૂર હતું અને તે 51 કિમીની ઊંડાઈએ હતું. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે પાકિસ્તાનના લાહોર, મુલતાન, ક્વેટામાં પણ લોકોએ આંચકા અનુભવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપે તો તબાહી મચાવી દીધી છે. તાલિબાન વહીવટીતંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા મોહમ્મદ નસીમ હક્કાનીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે સૌથી વધુ વિનાશ પક્તિકા પ્રાંતમાં થયો હતો. જ્યાં 100 250થી વધુ લોકોના મોત થયા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે પૂર્વી પ્રાંત નાંગરહાર અને ખોસ્તમાં પણ મૃત્યુ નોંધાયા છે અને અધિકારીઓ બચાવ કાર્યમાં રોકાયેલા છે.

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા 6.1 તીવ્રતાના હતા. હાલ ભૂકંપને કારણે થયેલા નુકસાન અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું.પાકિસ્તાની મીડિયા અનુસાર, ત્યાંના ઈસ્લામાબાદ સહિત અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપ વિશે વાત કરી રહ્યા છે.

લોકોએ લખ્યું કે ભૂકંપના આ આંચકા થોડી સેકન્ડ માટે અનુભવાયા હતા. પરંતુ તેના કારણે લોકો ડરીને ભાગવા લાગ્યા હતા.આ પહેલા શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ આ આંચકા ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને મુલતાનમાં અનુભવાયા હતા. આ આંચકા ફૈસલાબાદ, એબોટાબાદ, સ્વાત, બુનેર, કોહાટ અને મલકંદીમાં પણ અનુભવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહેતી હોય છે. પરંતુ જ્યાં આ પ્લેટ્સ અથડાય તેને જોન ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે. અથડાવવાને કારણે કેટલીક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે અને ત્યારે જ અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે અને તે હલચલ પછી ભૂકંપ આવે છે.અફઘાનિસ્તાનની ન્યુઝ એજન્સીએ આ ભારે તબાહીની સૂચના આપી છે. એજન્સીએ જણાવ્યું કે બચાવકર્તા હેલિકોપ્ટર દ્વારા વિસ્તારમાં પહોંચી ગયા છે.

તાલિબાન સરકારના નાયબ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પક્તિકા પ્રાંતમાં 4 જિલ્લામાં તીવ્ર ભૂકંપ આવ્યો છે. આમાં ઘણા લોકોના મોત થયા છે અને ઘણા મકાનો ધરાશાયી પણ થયા છે. અમે તમામ સહાય એજન્સીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમની ટીમો આ વિસ્તારમાં મોકલે જેથી કરીને વધુ વિનાશ ટાળી શકાય. અફઘાન મીડિયા અનુસાર ખોસ્તમાં ભારે તબાહીની તસવીરો સામે આવી રહી છે.

પાકિસ્તાનમાં પણ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક વ્યક્તિના મોતના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના કારણે ઘરની છત પડી ગઈ, જેના કારણે આ વ્યક્તિનું મોત થયું. આ ભૂકંપ પાકિસ્તાની સમય અનુસાર સવારે 1.54 કલાકે આવ્યો હતો. આ જોરદાર ભૂકંપના આંચકા પેશાવર, ઈસ્લામાબાદ, લાહોર અને પંજાબ અને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અન્ય ભાગો અને છેક ભારત સુધી અનુભવાયા હતા.અફઘાન વિસ્તારોમાંથી આવી રહેલી તસવીરો દર્શાવે છે કે ભૂકંપના કારણે ઘણા વિસ્તારો તબાહ થઈ ગયા છે.

યુરોપીયન ભૂકંપ કેન્દ્રનો અંદાજ છે કે લગભગ 500 કિમીના વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો ગભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર આવી ગયા હતા. આ પહેલા શુક્રવારે પાકિસ્તાનના ઘણા શહેરોમાં રિક્ટર સ્કેલ પર 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Shah Jina