જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

ઘરે બેઠા કામ કરવાની ઈચ્છા છે? એક નાનકડા આઈડિયાથી આ વ્યક્તિએ ઘરે બેઠા જ 2 મહિનામાં 36 લાખ કમાઈ લીધા!!!

વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે: એક એ, જે 9-5ની નોકરી કરે છે અને બીજા એ, જે ઘરે બેઠા બેઠા જ લાખો રૂપિયા કમાઈ લે છે. આ મજાક પણ નથી કે નથી 9-5 નોકરીવાળાને ખોટા સાબિત કરી રહયા છીએ.

4 કલાક ઘરે બેસીને કામ કરો અને હજારો રૂપિયા કમાવવાની તક આપતા વિજ્ઞાપનો તમે પણ જોયા જ હશે. આ વિજ્ઞાપનો પર વિશ્વાસ કરવો થોડું મુશ્કેલ થઇ જાય છે.

આવા જ વિજ્ઞાપનોની મદદથી દિલ્હીના મિલિન્દ ગુપ્તા કરોડપતિ બનવાના રસ્તા પર છે. એક સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર, Orkutએ મિલિંદને Fiverr Website પર Redirect કર્યા. આ વેબસાઈટ પર કોઈ પણ કામના બદલે રોકડા મળી રહયા હતા. મિલિંદે ગ્રાહકોને મોજા સાથે બીચ પર તેમનું નામ લખીને આપવાની ઓફર આપી.આ સંપૂર્ણપણે જુગાડ હતો કારણ કે મિલિન્દ પોતે પણ બીચ ગયા ન હતા. મિલિંદે કહ્યું, ‘આ સાચું ન હતી પણ હું દરેક બીજા વ્યક્તિની જેમ ટ્રાય અને ટેસ્ટ કરી રહ્યો હતો. નસીબથી આ આઈડિયા ચાલી ગયો અને ઓર્ડર્સ મળવા લાગ્યા.’

ઇન્ટરનેટ જગતમાં જ મિલિન્દને એક ઓનલાઇન વેબસાઈટ મળી, જે Cost Per Action (CPA)ના હિસાબથી કમાણીની સારી તક આપી રહી હતી. સર્વે માટે ફોર્મ ભરવાના વિજ્ઞાપનો જોયા છે ને એ જ. ફોર્મ્સ ભરાવીને વિજ્ઞાપન કંપની નફો કમાય છે અને થોડું કમિશન તમને પણ મળે છે.

આ કામમાં મિલિન્દને એટલો નફો થયો કે તેને 2 મહિનામાં 36 લાખ કમાઈ લીધા. CPALeadમાં તેમના બોસ પીટર ટેરરએ તેને બિઝનેસ ડેવલોપમેન્ટ હેડ બનાવી દીધો.2 વર્ષમાં જ એ પોતાની ડેસ્ક જોબથી કંટાળી ગયા અને તેને પોતાના બોસની સાથે જ કંપની છોડી દીધી.

CPALead છોડયા બાદ મિલિંદે ડિજિટલ માર્કેટિંગ અને પેડ એડવર્ટાઇઝિંગની જીણવટભરી વિગતો શીખી. આ પછી મિલિંદે Drop-Shippingમાં પોતાનું નસીબ અજમાવવાનું શરુ કર્યું. Drop-Shippingમાં કોઈ પણ વ્યક્તિ ઓનલાઇન સેલ્સ ડીલમાં એક વચેટિયા તરીકે કામ કરે છે. કરવાનું ફક્ત આટલા જ હોય છે…

કંપની પ્રોડક્ટની માર્કેટિંગ કરો. જયારે કસ્ટમર ઓર્ડર આપે ત્યારે તેને કંપનીમાંથી સીધો જ ઓર્ડર મોકલવાનો એ બદલે થોડું કમિશન મળે છે.

મિલિંદનું નસીબ આ એક આઈડિયાથી બદલાઈ ગયું, તેને Shopify પર Antique Tin પ્લેટ વેચીને 10000 ડોલર કમાયા.

મિલિન્દ પાસે ફક્ત બીકોમની જ ડિગ્રી છે. પોતાની સફળતા પર મિલિંદનું કહેવું છે કે ‘જલ્દીથી જલ્દી અમીર બનવાની કોઈ રીત નથી. ઈમાનદારી, ધીરજ અને શીખવાની ધગશથી જ કઈંક કરી શકાય છે. મેં 12 વર્ષના બાળક પાસેથી પણ શીખ્યું છે.’

તો ભાઈઓ! જેને પણ 9-5ની નોકરી નથી ગમતી એ કઈંક જોરદાર કરી શકે છે…

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.